Parenting Tips: બાળકોએ કેટલી ઉમર સુધી માતાપિતા સાથે સૂવુ જોઈએ? પીડિયાટ્રિશિયન પાસેથી જાણો
Parenting Tips: પીડિયાટ્રિશિયન જણાવે છે કે દરેક બાળક અલગ પ્રકારનું હોય છે અને તેની જરૂરિયાતો પણ અલગ પ્રકારની હોય છે. છતા કેટલીક સામાન્ય ગાઈડલાઈન છે. જેના આધારે માતાપિતા યોગ્ય નિર્ણય લઈ શકે છે.

Till what age child can sleep with parents: અનેક માતા-પિતાના મનમાં આ સવાલ જરૂર આવે છે કે બાળકને ક્યારે પોતાનાથી અલગ રૂમમાં સુવડાવવું જોઈએ. શું આ માટે કોઈ યોગ્ય ઉંમર હોય છે? જો આપ પણ આ પ્રશ્નનો જવાબ જાણવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ આપને મદદરૂપ થઈ શકે છે. આ જ વિષય પર બાળરોગ ચિકિત્સક (પીડિયાટ્રિશિયન) સૈયદ મુજાહિદ હુસૈને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિઓ શેર કર્યો છે. આ વીડિયોમાં, ડૉક્ટરે કેટલીક જરૂરી બાબતો સમજાવી છે. ચાલો જાણીએ આ બાબતે એક્સપર્ટની રાય શું કહે છે.
એક્સપર્ટ શું કહે છે?
પીડિયાટ્રિશિયન કહે છે કે બાળકોએ ક્યાં સુધી તેમના માતાપિતા સાથે સૂવુ જોઈએ, તેના માટેની કોઈ નિર્ધારિત ઉંમર કે નિયમ નથી. દરેક બાળક અલગ હોય છે અને તેની જરૂરિયાતો પણ અલગ અલગ હોય છે. છતા, કેટલીક સામાન્ય માર્ગદર્શિકા છે જેના આધારે માતાપિતા યોગ્ય નિર્ણય લઈ શકે છે.
1 વર્ષ સુધી
આ ઉંમર સુધી, બાળકોને સૌથી વધુ સુરક્ષા અને દેખરેખની જરૂર છે. એકસપર્ટ માને છે કે બાળક એક વર્ષના થાય ત્યાં સુધી તેને માતાપિતા સાથે એક જ રૂમમાં સૂવડાવવુ જોઈએ. આનાથી રાત્રે બાળકની વધુ સારી સંભાળ લઈ શકાય છે.
1 થી 3 વર્ષ
1 થી 3 વર્ષની ઉમરના બાળકો પણ ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે. તેઓ રાત્રે ઘણીવાર ડરી પણ જાય છે અથવા રાત્રે અચાનક જાગી જાય છે. આવી પરિસ્થિતિમાં, માતાપિતાનું તેની સાથે હોવુ તેને એક આશ્વાસન આપે છે. આથી આ ઉંમરે પણ, બાળકને માતાપિતાના રૂમમાં સૂવા દેવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
3 થી 6 વર્ષ
બાળરોગ નિષ્ણાત કહે છે કે આ ઉમર ટ્રાન્જીશન એટલે કે પરિવર્તનની હોય છે. બાળકો ધીરે-ધીરે તેમની ઓળખ અને જગ્યા સમજવા લાગે છે. આ સમયે, માતાપિતાએ તેમના બાળકો સાથે એકદમ નરમાશથી વાત કરી તેમને પોતાના ધીમે-ધીમે અલગ બેડ અથવા અલગ રૂમ રૂમ માટે તૈયાર કરવાનું શરૂ કરવું જોઈએ. જો કે, આ ફેરફાર કોઈપણ દબાણ વિના ધીમે ધીમે અને શાંતિથી કરવો જોઈએ.
6 વર્ષ અને તેથી વધુ ઉંમરના
ડૉ. હુસૈનના મતે, જો બાળક તૈયાર હોય અને માતાપિતા પણ સહજ હોય, તો છ વર્ષ પછી બાળકને અલગ રૂમમાં સૂવડાવવું સંપૂર્ણપણે યોગ્ય છે. આ ઉંમર સમજણ અને આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે. પરંતુ યાદ રાખો કે દરેક બાળક અલગ હોય છે, તેથી ફક્ત સામાજિક દબાણના આધારે કોઈ નિર્ણય ન લો.
ડૉક્ટરો કહે છે કે કોઈપણ ઉંમરે બાળક પર દબાણ કરવું યોગ્ય નથી. અલગ સૂવું એ એક કુદરતી અને આરામદાયક પગલું હોવું જોઈએ, મજબૂરી નહીં. જો બાળક ડરી ગયું હોય, વારંવાર રડતું હોય, અથવા વારંવાર માતાપિતા પાસે દોડી આવતું હોય, તો તેમને થોડો વધુ સમય આપવો જોઈએ. તેથી, બાળકને ક્યારે અલગ સૂવા દેવા તે અંગેનો નિર્ણય માતાપિતા અને બાળક બંનેની સુવિધા અને ભાવનાને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ.
View this post on Instagram
Disclaimer: સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે તટસ્થ તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. Tv9 આ માહિતીની જવાબદારીનો દાવો કરતુ નથી.
