AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri Food Recipe: નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન બનાવો સિંઘોડાના લોટના ફરાળી સમોસા, જાણો સ્પેશિયલ રેસીપી અને કરો ટ્રાય

નવરાત્રીનો શુભ તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસોમાં લોકો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને ઉપવાસ કરે છે. ઘણા લોકો આખા નવ દિવસ ઉપવાસ રાખે છે. આ સમય દરમિયાન ઘઉંના લોટને બદલે લોકો સિંઘોડાના લોટની રોટલી બનાવીને ખાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે સિંઘોડાના લોટના સમોસાની રેસીપી લઈને આવ્યા છે.

Navratri Food Recipe: નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન બનાવો સિંઘોડાના લોટના ફરાળી સમોસા, જાણો સ્પેશિયલ રેસીપી અને કરો ટ્રાય
Navratri Food Recipe
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 12:56 PM
Share

નવરાત્રીનો શુભ તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે, નવ દિવસીય તહેવાર 15 ઓક્ટોબર, 2023 ના રોજ શરૂ થશે અને 24 ઓક્ટોબર, 2023 ના રોજ સમાપ્ત થશે. આ દિવસોમાં લોકો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને ઉપવાસ કરે છે.

ઘણા લોકો આખા નવ દિવસ ઉપવાસ રાખે છે. આ લોકો ફળફળાદી ખાય છે તેમજ અનાજ, કઠોળ જેવા આહારને છોડી અમુક ઉપવાસમાં ખવાતો ખોરાક લે છે. આ સમય દરમિયાન ઘઉંના લોટને બદલે લોકો સિંઘોડાના લોટની રોટલી બનાવીને ખાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે સિંઘોડાના લોટના સમોસાની રેસીપી લઈને આવ્યા છે.

 શું હોય છે ફરાળી લોટના સમોસા અને કેવી રીતે બને છે?

નામ મુજબ ફરાળી લોટમાંથી બનાવામાં આવે છે એટલે કે આ સમોસા ઘઉં કે મેંદાના લોટને બદલે સિંઘોડાના લોટથી બનાવવામાં આવે છે. સમોસા બનાવવાની સમગ્ર પ્રક્રિયા એ જ સેમ રહેશે, પરંતુ તેને તૈયાર કરવા માટે વપરાતી સામગ્રી અલગ અલગ હોય છે. આ સમોસામાં ડુંગળી કે લસણનો સમાવેશ થતો નથી. તેનું ટેક્સચર સામાન્ય સમોસા જેટલું જ ક્રિસ્પી છે અને અંદરનું ફિલિંગ સ્વાદથી ભરપૂર છે. જો તમે હેલ્ધી ખાવા માંગતા હોવ તો તેને તળવાને બદલે એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો. સિંઘોડાના લોટના સમોસા એ સાંજે ખાવા માટેનો સ્વાદિષ્ટ નાસ્તો છે.

સિંઘોડાના લોટના સમોસા રેસીપી

સિંઘોડાના લોટના સમોસા બનાવવા માટે સૌ પ્રથમ ફિલિંગ તૈયાર કરો. આ માટે ચારોડીને પીસી લો. – એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જ્યારે તે ફૂટવા લાગે, ત્યારે તેમાં ચારોડી, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, સિંધવ મીઠું, એલચી પાવડર અને બાફેલા બટાકા ઉમેરો. મિશ્રણ સારી રીતે ભળી જાય ત્યાં સુધી તેને સારી રીતે ફ્રાય કરો. તેને બાજુ પર રાખો અને ઠંડુ થવા દો.

સમોસાના લોટ માટે એક બાઉલમાં પાણી, ઘી અને મીઠું નાખીને ઉકાળો. એકવાર થઈ જાય પછી, લોટને ધીમી આંચ પર સારી રીતે મિક્સ કરો જ્યાં સુધી મિશ્રણ ન થાય. તે લોટના લુવા બનાવી રોટલીની જેમ વણો અને એક શંકુ બનાવવા જે રીતે નોર્મલ સમોસા માટે તમે તેને વાળો છો તે રીતે તેમાં ફિલીંગ ભરી તેને ધારોને દબાવી લો અને બંધ કરી દો.

g clip-path="url(#clip0_868_265)">