મરીઝ ની શાયરી: લોકોના દિલો પર રાજ કરનાર મરીઝની ફેમસ શાયરી અને ગઝલ, જુઓ
મરીઝ સાહેબે તેમના જીવન દરમિયાન ઘણી ગઝલો, કવિતાઓ અને શાયરીઓ લખી છે જેમાંથી જ કેટલીક શાયરી અને ગઝલને અમે રજૂ કરી રહ્યા છે.
ગુજરાતી પદ્ય સાહિત્યમાં માનભેર લેવાતું નામ એટલે મરીઝ. થોકબંધ ગઝલો દ્વારા આજે પણ તેઓ લોકોના દિલો પર રાજ કરે છે. અબ્બાસ વાસી તરીકે ઓછું પરંતુ મરીઝના નામથી વધુ ઓળખાતા શાયર કહો કે કવી તેમની એક એક ગઝલો અને શાયરીઓ આજે પણ લોકોને સાંભળવી ગમે છે.
22મી ફેબ્રુઆરી 1917ના રોજ ડાયમંડ નગરી સુરતમાં તેમનો જન્મ થયો હતો. એટલે કે આજે તેમનો જન્મ દિવસ છે. ત્યારે કેટલીક શાયરી અને ગઝલ જે તમને જે લાઈનમાં ઘણું બધુ કહી જસે. મરીઝ સાહેબે તેમના જીવન દરમિયાન ઘણી ગઝલો, કવિતાઓ અને શાયરીઓ લખી છે જેમાંથી જ કેટલીક શાયરી અને ગઝલને અમે રજૂ કરી રહ્યા છે.
‘મરીઝ’ની શાયરી:
- આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે, જે વચન દેતા નથી બસ નભાવી જાય છે
- એકાદ હો તો એને છુપાવી શકું‘મરીઝ, આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે
- એક પળ વિના તો ચાલતું નહોતું “મરીઝ” કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ
- એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઇએ !
- એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો, જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં
- કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માનુઁ નથી, કોઇ વેળા એક પળને જિંદગી સમજી લીધી
- કંઈ પણ નથી લખાણ, છતાં ભૂલ નીકળી કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે !
- કેવો ખુદા મળ્યો છે, ભલા શું કહું, મરીઝ પોતે ન દે, બીજા કને માગવા ન દે
આ પણ વાંચો: Love Shayari In Gujarai: તમારા પ્રેમને ઈઝહાર કરો આ શાયરી સંભળાવીને અને જીતી લો તમારા પાર્ટનરનું દિલ!
ગઝલ ‘મરીઝ’ની:
આ મોહબ્બતની રાહ લાગે છે, ત્યાગમાં પણ ગુનાહ લાગે છે. પ્રેમપંથે શિખામણો છે ગલત, એજ સાચી સલાહ લાગે છે.
એમ લાગે છે સૌ જુએછે તને, સૌમાં મારી નિગાહ લાગે છે.
આંખ તારી ઉપર ઠરી ના શકી, દિલમાં ભરપૂર ચાહ લાગે છે.
તેથી અપનાવી મેં ફકીરીને, તું ફકત બાદશાહ લાગે છે.
આશરો સાચો છે બીજો શાયદ, સૌ અધૂરી પનાહ લાગે છે.
કેમ કાંઠો નઝર પડેછે ‘મરીઝ’? કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે.
– મરીઝ