તહેવારોની (Festival ) સીઝન શરૂ થઇ ગઈ છે અને આ દિવસોમાં પહેરવા માટે યુવતીઓએ તેમને ગમે એવા આઉટફિટ્સ અને ફૂટવેરની ખરીદી શરૂ કરી દીધી હશે. તહેવારના દિવસો દરમ્યાન પરંપરાગત (traditional ) લુકની બોલબાલા હોય છે. તહેવારોમાં પહેરાતા કલરફુલ ટ્રેડિશનલ આઉટફિટ્સ સાથે પહેરવા માટે જો સુંદર અને આકર્ષક પંજાબી તેમજ રાજસ્થાની સ્ટાઈલની મોજડીઓ(mojdi ) સાથે હોય તો તેનો દેખાવ જ અલગ આવે છે. તે સૌથી સારી પસંદગી છે. અમે તમને તેના અલગ અલગ સ્ટાઈલિશ વિકલ્પો વિશે જણાવીશું.
પંજાબી સ્ટાઈલની મોજડી કે સેન્ડલ સુંદર દેખાવવા માટે આપણે જેટલી મહેનત કપડાં પાછળ કરીએ છીએ, જેટલા રૂપિયા તેની પાછળ ખર્ચીએ છીએ, એટલી જ મહેનત ફૂટવેર માટે પણ કરવી જોઈએ. આ રીતે તમે આકર્ષક અને સુંદર લાગી શકો છો. તમે ગમે તેટલા ખુબસુરત અને મોંઘા કપડાં કેમ ન પહેર્યા હોય પણ તેની સાથે મેચ થાય તેવા ફૂટવેર એટલે કે પગના જોડા ન પહેર્યા હોય તો તે સારા લગતા નથી. ડિઝાઈનર લુક સાથેની પંજાબી સ્ટાઈલ વાળી મોજડી તમારા લુકને પણ ડિફરન્ટ સ્ટાઇલ આપશે. જો આઉટફિટ સાથે મેચ કરેલ મોજડીઓ પહેરશો તો તે આકર્ષક લાગશે.
થ્રેડ વર્કવાળી એટલે કે હાથવર્ક કરેલી મોજડી થ્રેડવર્કવાળી મોજડી સિમ્પલ અને સોબર લુક આપે છે. આ થ્રેડ વર્ક રેશમના દોરાથી કરવામાં આવે છે. જેથી એ લાંબા સમય સુધી ટકી રહે છે. બ્રાઇટ અને તેજસ્વી રંગના દોરાથી કરવામાં આવતું હેન્ડ વર્ક વાઇબ્રન્ટ અને હટકે લુક આપે છે. આ હેન્ડ વર્કમાં ફૂલકારીથી લઈને અનેક ટ્રેડિશનલ ડિઝાઇનના વિકલ્પ અવેલેબલ છે. જેને ડ્રેસને ધ્યાનમાં રાખીને સિલેક્ટ કરી શકાય છે. જ્યૂટની થ્રેડવાળી મોજડી પણ હાલ ઘણી ફેશનમાં છે.
આઈનાવાળી મોજડી આઈના એટલે કે અરીસા વાળી મોજડી તમને શાઇન અને શિમર લુક આપે છે. જો તમારો ડ્રેસ થોડો સાદો કે સિમ્પલ હોય તો તેની સાથે મિરરવાળી જોડીનું કોમ્બિનેશન પરફેક્ટ લાગશે. આ સ્ટાઈલની મોજડી સિમ્પલ ડ્રેસને પણ ગ્લેમરસ લુક આપે છે. આ આ મોજડી સિંગલ કલર અને ડબલ કલરના એમ બે પ્રકારના કોમ્બિનેશનમાં મળે છે. સિંગલ રંગના કોમ્બિનેશનમાં ફેબ્રિક અને મિરર વર્ક માટે વપરાયેલા દોરાના કલર એકસમાન હોય છે. જયારે ડબલ રંગના કોમ્બિનેશનમાં ફેબ્રિક અને મિરર વર્કના દોરાનો કલર એકબીજા સાથે વિપરીત હોય છે.
આ પણ વાંચો :