Lifestyle : બેબી વાઈપ્સનો ઉપયોગ ફક્ત શિશુની સફાઈ માટે જ નહીં, આ રીતે પણ કરી શકો છો

બાળકો માટે જ નહીં પણ બેબી વાઈપ્સનો ઉપયોગ તમે તમારા ચહેરાની સફાઈ, ફર્નિચરની સફાઈ, કારના ડૅશબોર્ડની સફાઈ માટે પણ કરી શકો છો.

Lifestyle : બેબી વાઈપ્સનો ઉપયોગ ફક્ત શિશુની સફાઈ માટે જ નહીં, આ રીતે પણ કરી શકો છો
Lifestyle Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 8:43 AM

નાના બાળકો હોય ત્યાં વાઈપ્સનો ઉપયોગ થતો જ હોય છે. બેબી વાઇપ્સ બાળકોની નરમ, ત્વચા માટે સારું અને સફાઈમાં અસરકારક છે. બાળકોની સંવેદનશીલ ત્વચા માટે તે નુકશાન કરતું નથી. પરંતુ શું તમે જાણો છો કે નવજાત બાળકોની સફાઈ માટે વાપરવામાં આવતા આ વાઈપ્સનો ઉપયોગ તમે પણ ઘણી રીતે કરી શકો છો ? આપણા રોજિંદા જીવનમાં પણ આ વાઈપ્સનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે.

કૂતરાના પંજાની સફાઈ

જો બેબી વાઈપ્સ તમારા બાળક માટે સલામત છે, તો તે ગમે ત્યાં સલામત છે. તે તમારા પાલતુ પ્રાણીના પગના પંજાની સફાઈ માટે પણ વાપરી શકાય છે. ઘણીવાર પાલતુ શ્વાન કે બિલાડીના પગના પંજા ખરાબ થાય છે તો તેને પાણીથી ધોવાના બદલે વાઈપ્સથી તેની સફાઈ કરી શકો છો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

સફાઈ માટે

ટેબલ કે ફ્લોર પર ચા અને કોફીના ડાઘ સાફ કરવા માટે બેબી વાઈપ્સ ઉપયોગી થઇ શકે છે. તેના માટે તમે ટેબલ પર જ વાઈપ્સનું પેકેટ મૂકી શકો છો અને જો ટેબલ પર આવા સામાન્ય ડાઘ જોવા મળે તો તરત જ વાઈપ્સથી તેને સાફ કરીને ટેબલ ચોખ્ખું કરી શકો છો.

ફર્નિચરની સફાઈ

આ એક અજમાવેલી ટિપ્સ છે, જે અજાયબીનું કામ કરે છે. તે કોઈ પણ જાતનું નુકશાન કે બગાડ્યા વિના ફર્નિચર અને ફર્નિચરની તિરાડો સાફ કરે છે. ખાસ કરીને લાકડાના ફર્નિચર કે સ્ટીલના ફર્નિચરની સામાન્ય સફાઈ માટે પણ તે ઉપયોગી નીવડે છે.

બાળકના વાળની ​​સફાઈ

બાળના વાળમાં ચીપકી રહેતા ખોરાક કે તૈલી પદાર્થ જેવી વસ્તુઓને દૂર કરવા માટે પણ બીજી કોઈ વસ્તુનો ઉપયોગ ન કરતા તમે બેબી વાઈપ્સનો ઉપયોગ કરી શકો છો. બાળકને પણ તેનાથી વધારે નુકશાન થશે નહીં.

કપડાના ડાઘ દૂર કરે છે.

જો તમારા કપડા પર વારંવાર ખોરાક પડતો હોય તો હંમેશા તમારી સાથે વાઇપ્સનું પેકેટ રાખો. તમે તેને તરત જ સાફ કરી શકો છો. વાઈપ્સ સાથે હોય તો તમારે તમારા રૂમાલને બગાડવાની પણ જરૂર રહેતી નથી. વાઈપ્સ વાપરીને તમે તેને ફેંકી શકો છો.

ડેશબોર્ડ સફાઈ

જ્યારે તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હોવ ત્યારે, કેટલીકવાર તમે જોશો કે ડેશબોર્ડ ગંદુ છે. તો તમે કારમાં પણ બેબી વાઈપ્સના પેકેટ રાખી શકો છો અને ડૅશબોર્ડની સફાઈ કરી શકો છો.

ઠંડક

જો ગરમીથી પરેશાન હોવ તો તમારા રૂમાલને ભીના કરવા માટે પાણી શોધવાને બદલે, ચહેરો સાફ કરવા વાઈપ્સનો ઉપયોગ કરી શકો છો. તે તમારા ચહેરાને સાફ કરશે અને તમને ઠંડક પણ આપશે.

કારની સુગંધ

કારમાં સારી સુગંધ માટે તમારે આવશ્યક તેલ અને કાર ફ્રેશનરની જરૂર નથી. તમારા ભીના વાઇપ પર ફક્ત એક કે બે ટીપું તેલ મૂકો અને તમારા એર વેન્ટ પર વાઇપ લટકાવો.

આ પણ વાંચો :

Child Health : બાળકોને આ પીણાંથી રાખો દૂર, સ્વાસ્થ્ય માટે છે હાનિકારક ?

અત્યંત ફાયદાકારક : આ 5 છોડથી દૂર ભાગે છે મચ્છર, નથી સહન કરી શકતા તેની સુગંધ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">