GenZના યુગમાં હજુ ખબર નહી શું શું બદલાશે? સિચ્યુએશનશિપ બાદ હવે નેનોશિપ ચર્ચામાં
GenZના આ યુગમાં પ્રેમથી લઈને ઇમોશન સુધીની દરેક વસ્તુનો અર્થ બદલાઈ રહ્યો છે. જો કે, આ વખતે આજકાલ યુવાનોમાં 'નેનોશિપ' એક ચર્ચાનો વિષય બની ગયો છે.

ભારતમાં હજુ રિલેશનશિપને લઈને ઘણા લોકોમાં ગુંજવણમાં છે અને એવામાં આ GenZ યુગમાં સિચ્યુએશનશિપ બાદ નેનોશિપ આવી ગયું છે. હવે સિચ્યુએશનશિપનો અર્થ તો મોટાભાગના લોકોને ખબર છે પણ આ નેનોશિપનું શું? હા, ઘણા લોકોને નેનોશિપ શું છે તેના વિશે કઈ જ ખબર નથી. તો ચાલો જાણીએ કે, આ નેનોશિપ શું છે અને શા માટે ચર્ચામાં છે.
GenZના આ યુગમાં પ્રેમથી લઈને ઇમોશન સુધીની દરેક વસ્તુનો અર્થ બદલાઈ રહ્યો છે. જો કે, આ વખતે આજકાલ યુવાનોમાં ‘નેનોશિપ’ એક ચર્ચાનો વિષય બની ગયો છે.
નેનોશિપ શું છે?
ડેટિંગની દુનિયામાં આ નવો શબ્દ બે શબ્દોથી બનેલો છે. નેનો એટલે નાનું અને શિપ એટલે સંબંધ. ટૂંકમાં સમજીએ તો,આનો અર્થ ટૂંકો સંબંધ અથવા ટૂંકા સમય માટે રહેલો રોમેન્ટિક સંબંધ. આ સંબંધને કેટલાક લોકો માઇક્રો રિલેશન પણ કહે છે. જણાવી દઈએ કે, આ સંબંધ ફક્ત થોડા કલાકો કે થોડા દિવસો માટે જ ટકેલો રહે છે. તેનું લાંબુ ભવિષ્ય રહેતુ નથી.
નેનોશિપ કેવું હોય છે?
આ સંબંધમાં જ્યારે બે લોકો મળે ત્યારે તેઓ ફક્ત થોડા કલાકો કે થોડા દિવસો માટે જ સાથે રહે છે. આમાં બંને પક્ષો દ્વારા ભવિષ્યનું કોઈ પ્લાનિંગ કરવામાં આવતું નથી અને ન તો કોઈ કમિટમેન્ટ આપવામાં આવે છે.
નેનોશિપ શા માટે ચર્ચામાં છે?
આજની લાઇફસ્ટાઇલ અને યુવાનોનું ઓપન માઇન્ડેડ રહેવાના લીધે જ નેનોશિપ હાલમાં ચર્ચામાં ચાલી રહી છે. આ ડિજિટલ યુગમાં લોકો દરરોજ નવા લોકોને મળે છે અને તેમના તરફ આકર્ષાય છે.