તમને પણ યુરિક એસિડ વધવાની સમસ્યા છે, તો આજે જ તમારા ડાયટમાંથી આ શાકભાજીને દૂર કરો
યુરિક એસિડનું (uric acid) પ્રમાણ વધાવાથી હાથ, પગમા સોજો આવી શકે છે અથવા તો સાંધાના દુખાવાની સમસ્યા ઊભી થાય છે અને કેટલાક લોકોને એકસાથે બન્ને સમસ્યા થઈ શકે છે.
કેટલાક લોકોના શરીરમાં યુરિક એસિડ વધવાની સમસ્યા જોવા મળે છે. જે લોકોને આ સમસ્યા હોય છે તેમના શરીરમાથી યુરિક એસિડ બહાર નિકળતુ રહે છે જેના કારણે તેમને સાંધાના દુખાવાની તકલીફ જોવા મળે છે. યુરિક એસિડની સમસ્યા ત્યારે જ થાય છે જયારે વધારે પડતા એસિડ પ્યૂરીનથી ભરપુર વસ્તુઓ ખાવામા આવે. જેથી આવા લોકોને આવા ખોરાકથી દૂર રહેવુ જોઈએ છતા પણ જો તે આવા ખોરાક ખાવાનુ પસંદ કરે છે તો તેમને શરીરમા યુરિક એસિડનુ પ્રમાણ વધી જાય છે. યુરિક એસિડનુ પ્રમાણ વધાવાથી હાથ, પગમા સોજો આવી શકે છે અથવા તો સાંધાના દુખાવાની સમસ્યા ઊભી થાય છે અને કેટલાક લોકોને એકસાથે બન્ને સમસ્યા થઈ શકે છે. તો આજે જાણીશું કે કયા શાકભાજીને તમે દૂર કરવાથી તમને યુરિક એસિડની તકલીફમા આરામ મળી શકે છે.
પાલક
શિયાળામા પાલકની ભાજી વધારે જોવા મળે છે અને લોકો શિયાળામા પાલકનુ સેવન વધારે કરે છે. પાલકમા પ્રોટીન અને પ્યૂરીન એસિડ બન્નેનુ પ્રમાણ જોવા મળે છે, જેથી યુરિક એસિડના દર્દીને પાલકથી દૂર રહેવુ જોઈએ.
કઠોળ
કઠોળમા યુરિક એસિડની માત્રા વધારે હોય છે, તેથી યુરિક એસિડ ધરાવતા વ્યક્તિ જો કઠોળ ખાતા છે તો તેમને સોજા આવવા અને સાંધા દુખવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.
અરબી
અળવી એક રેસાવાળું શાક છે જે જમીનની અંદર ઉગે છે. જેને મોટાભાગના લોકો અરબીને ખાવાનું પસંદ કરે છે. લોકો અલગ-અલગ કોમ્બિનેશનથી અળવીનુ શાક બનાવતા હોય છે પરંતુ, જે લોકોને યુરિક એસિડની સમસ્યા હોય છે તેમણે ભૂલથી પણ અળવીનું શાક ન ખાવું જોઈએ. તેનાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી છે અને સાંધાનો દુખાવો થાય છે.
ફ્લાવર
લોકોને ફ્લાવર પણ અતિપ્રિય છે લોકોને ફ્લાવરના શાકની સાથે ફ્લાવરના પરોઠા અને પકોડા પણ વધારે પસંદ આવે છે. જેથી જે લોકો ફ્લાવરનુ શાક વધારે ખાય છે તે લોકોમા યુરિક એસિડની સમસ્યામા વધારો થાય છે. તેથી આ લોકોને ફ્લાવરનુ શાક ખાવાનુ ટાળવું જોઈએ.
ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.