આ તમારા માટે સૌથી વધારે કામનું, ન તો તુટશે ન તો ફાટશે, આ આધાર કાર્ડ ટકશે લાઈફટાઈમ

જો તમે પણ પ્લાસ્ટિક કોટેડ પેપર આધાર કાર્ડથી છૂટકારો મેળવવા માંગતા હોવ અને ટકાઉ આધાર મેળવવા માંગો છો, તો જાણો કે તમે તમારા માટે આધાર કેવી રીતે બનાવી શકો છો અને આ આધાર કાર્ડ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે તેની માહિતી અહીં આપેલી છે.

આ તમારા માટે સૌથી વધારે કામનું, ન તો તુટશે ન તો ફાટશે, આ આધાર કાર્ડ ટકશે લાઈફટાઈમ
PVC Aadhar Card
Follow Us:
| Updated on: Dec 09, 2023 | 9:53 AM

આધાર કાર્ડ એક એવું મહત્વનું ડોક્યુમેન્ટ્સ છે જે દરેક જગ્યાએ ઉપયોગી છે, પછી તે સરકારી કામ કરાવવાનું હોય કે બાળકને શાળામાં પ્રવેશ અપાવવાનું હોય. એવા ઘણા બધા કામ હોય છે જે આધાર કાર્ડ વગર શક્ય નથી, હવે જો આધાર કાર્ડ ફાટી જાય કે ગમે ત્યાંથી કપાઈ જાય કે તુટી જાય તો તમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેની કલ્પના પણ ન કરી શકીએ.

સરકાર તરફથી મળતું આધાર કાર્ડ પ્લાસ્ટિક કોટેડ પેપર પર છપાયેલું હોય છે. વરસાદની મોસમમાં પણ આધાર કાર્ડ ભીનું થઈ જવાનો ડર રહેતો હોય છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઘરે બેઠા ટકાઉ રહે તેવું PVC આધાર કાર્ડ બનાવી શકો છો.

સામાન્ય અને PVC Aadhar Card વચ્ચે શું તફાવત છે?

તમને પહેલા જણાવ્યું તેમ સરકાર દ્વારા તમને આપવામાં આવેલા આધાર કાર્ડ પ્લાસ્ટિક કોટેડ કાગળ પર છાપવામાં આવે છે. પરંતુ UIDAI એક એવી સુવિધા આપે છે જેનો લાભ લઈને તમે ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ જેવું દેખાતું આધાર કાર્ડ મંગાવી શકો છો, જેને તમારે ફાટવાની કે ભીની થવાની ચિંતા કરવાની જરૂર નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મતલબ કે હવે લોકોને આધાર કાર્ડનું લેમિનેશન કરાવવાની જરૂર નહી પડે. તમે અન્ય કાર્ડની જેમ તમારા પર્સમાં PVC આધાર કાર્ડ સરળતાથી લઈ જઈ શકો છો.

PVC આધાર કાર્ડમાં શું છે ખાસ?

આ આધાર કાર્ડ પ્લાસ્ટિકનું બનેલું છે, માત્ર આ વાત જ તેમાં ખાસ નથી બીજી ઘણી બાબતો તેને અલગ બનાવે છે. આ કાર્ડમાં તમને એક QR કોડ મળશે, જેમાં હોલોગ્રામ છે, આ બધી વસ્તુઓ આ કાર્ડને હાઇટેક બનાવે છે.

જાણો કેટલો લાગશે ચાર્જ

આ હાઈટેક ફીચર્સ સાથે આધાર કાર્ડ મેળવવા માટે તમારે ફી ચૂકવવી પડશે, જ્યારે તમે આ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારે માત્ર 50 રૂપિયા ચૂકવવા પડશે.

આધાર PVC કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી

સૌ પ્રથમ તમારે UIDAIની ઓફિશિયલ સાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે, ભાષા પસંદ કરવાની રહેશે. સાઇટના હોમપેજ પર તમારે MYમાં આધાર મેળવો વિભાગમાં જવું પડશે. આ વિભાગમાં તમારે Order Aadhaar PVC કાર્ડ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમારે તમારો આધાર નંબર એન્ટર કરીને લોગ ઈન કરવું પડશે. લોગ ઈન કર્યા પછી તમારી પાસે કેટલીક મહત્વપૂર્ણ માહિતી માંગવામાં આવશે, માહિતી આપ્યા પછી, ફી કરીને પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

g clip-path="url(#clip0_868_265)">