Health Tips : જો તમે ખાંડનું સેવન ઓછું નહી કરો તો પછતાશો, જાણો દરરોજ કેટલી ખાંડ ખાવી જોઈએ?
સવારની ચામાં એક ચમચી ખાંડ, બપોરે મીઠાઈ, ઓફિસમાં બિસ્કિટ અને સાંજે શરબત કે કોલ્ડ્રીંક, આપણે પોતે જાણતા નથી કે આપણા શરીરમાં દિવસ દરમિયાન કેટલી ખાંડ જઈ રહી છે.

સવારની ચામાં એક ચમચી ખાંડ, બપોરે મીઠાઈ, ઓફિસમાં બિસ્કિટ અને સાંજે શરબત કે કોલ્ડ્રીંક, આપણે પોતે જાણતા નથી કે આપણા શરીરમાં દિવસ દરમિયાન કેટલી ખાંડ જઈ રહી છે. મીઠાઈ ખાવાથી મન ખુશ થાય છે પરંતુ આ મીઠાશ ધીમે ધીમે આપણા શરીર માટે એક ઝેર બની જાય છે.
દૈનિક જરૂરિયાત કરતાં વધુ ખાંડનું સેવન માત્ર મોટાપા, ડાયાબિટીસ અને હૃદય રોગને આમંત્રણ આપતું નથી પરંતુ ત્વચા પર કરચલીઓ અને સમય પહેલા જ વૃદ્ધત્વ લાવી દે છે. આથી, જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દિવસમાં કેટલી ખાંડ સ્વાસ્થ્ય માટે સારી અને તેનાથી વધુ ખાઈએ તો કયા જોખમો ઊભા થઈ શકે છે.
દિવસમાં કેટલી ખાંડ ખાવી યોગ્ય ?
- વ્યક્તિએ દરરોજ 25 ગ્રામ (લગભગ 6 ચમચી ) થી વધુ ખાંડનું સેવન ન કરવું જોઈએ.
- બાળકોએ અંદાજિત 4 ચમચીથી વધુ ખાંડનું સેવન ન કરવું જોઈએ.
- આ મર્યાદા “એડેડ શુગર” માટે છે, એટલે કે તમે ચા, મીઠાઈ, કોલ્ડ ડ્રિંક્સ, કૂકીઝ વગેરેમાં જે ખાંડ ઉમેરો છો, તેના પર લાગુ પડે છે.
વધુ પડતી ખાંડ ખાવાની હાનિકારક અસરો
- મોટાપામાં વધારો – ખાંડમાં કેલરી હોય છે પણ પોષણ હોતું નથી . વધુ પડતું સેવન ઝડપથી વજન વધારી શકે છે.
- ડાયાબિટીસનું જોખમ – સતત હાઇ લેવલ સુગર પૅનક્રિયાસ પર દબાણ ઊભું કરે છે, જેના કારણે ઈન્સુલિન રેસિસ્ટન્સ થાય છે અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો વધે છે.
- હૃદય રોગ – રિસર્ચ મુજબ , વધુ પડતી ખાંડ બ્લડ પ્રેશર અને ટ્રાઇગ્લિસરાઇડ્સ વધારે છે, જે હૃદયની સમસ્યાઓનું કારણ બની શકે છે.
- ત્વચા પર કરચલી – વધુ પડતી ખાંડ કોલેજન પ્રોટીનને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ચહેરા પર કરચલીઓ વહેલા પડી જાય છે.
- દાંતનો સડો – મીઠા (ગળ્યા)ખોરાક બેક્ટેરિયાને તમારા દાંત તરફ આકર્ષે છે, જે પોલાણનું મુખ્ય કારણ બની શકે છે.
ખાંડનું સેવન કેવી રીતે નિયંત્રિત કરવું ?
- ખાંડને બદલે ગોળ અને મધ જેવા નેચરલ વિકલ્પનો ઉપયોગ કરો.
- ઠંડા પીણાં , મીઠાઈ, કૂકીઝ અને બેકરીની વસ્તુઓથી દૂર રહો.
- પેક્ડ ફૂડ ખરીદતી વખતે લેબલ્સ વાંચો અને તેમાં રહેલ સુગરની માત્રા ચકાસો.
- તમે તાજા ફળો ખાઈ શકો છો અથવા તો ઓછી ખાંડવાળા જ્યુસ કે રસને પી શકો છો.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
