Team India માં જોડાયા પછી કેવી રીતે ખેલાડીઓ કળકળાટ અંગ્રેજી બોલે છે ? આજે જાણી લો આ રહસ્ય

|

Feb 11, 2023 | 3:16 PM

ભારતીય ક્રિકેટ ટીમમાં એવા ઘણા ખેલાડીઓ હતા, જેઓ અંગ્રેજી બોલતા અચકાતા હતા. પરંતુ હવે આ ક્રિકેટરો મીડિયાના સવાલોના જવાબ અંગ્રેજીમાં આપે છે.

Team India માં જોડાયા પછી કેવી રીતે ખેલાડીઓ કળકળાટ અંગ્રેજી બોલે છે ? આજે જાણી લો આ રહસ્ય
Indian Cricekt Team

Follow us on

Personality Development : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ક્રિકેટ ટીમમાં આવા ઘણા ખેલાડીઓ આવ્યા છે, જે નાના શહેરો અથવા ગામડાઓથી સંબંધ ધરાવતા હોય. આ ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં જગ્યા બનાવી હોય છે. પરંતુ ભારતીય ટીમમાં પ્રવેશતાની સાથે જ આ ખેલાડીઓ કળકળાટ અંગ્રેજી બોલવા લાગે છે. દરેકના મનમાં એવો સવાલ ઉઠ્યો હશે કે શું ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માટે અંગ્રેજી ભાષા જાણવી જરૂરી છે.

તમને જણાવી દઈએ કે જોરદાર પ્રદર્શનના આધારે જ ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકાય છે. તેમાં અંગ્રેજી ભાષાની કોઈ ભૂમિકા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે મહેન્દ્ર સિંહ ધોની, વીરેન્દ્ર સેહવાગ અને પ્રવીણ કુમાર પણ શરૂઆતમાં અંગ્રેજીમાં બોલવામાં સંકોચ અનુભવતા હતા, પરંતુ આ ખેલાડીઓ હવે વધુ સારી રીતે અંગ્રેજી બોલે છે.

ભારતીય ક્રિકેટરો અંગ્રેજી કેવી રીતે શીખે છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI ખેલાડીઓના વ્યક્તિત્વ વિકાસનું ખાસ ધ્યાન રાખે છે. અંગ્રેજી ભાષા પણ આનો એક ભાગ છે. વિદેશ પ્રવાસ દરમિયાન ખેલાડીઓ સરળતાથી અંગ્રેજી બોલી શકે તેનું બોર્ડ ધ્યાન રાખે છે. બીસીસીઆઈ આ માટે ખાસ વ્યવસ્થા પણ કરે છે. બોર્ડ ખેલાડીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને અંગ્રેજી બોલવાના અભ્યાસક્રમો ચલાવે છે જેથી ખેલાડીઓને વિદેશ પ્રવાસમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

ભારતીય અમ્પાયરો પણ અંગ્રેજી શીખે છે

ઈકોનોમિક ટાઈમ્સના વર્ષ 2015માં આ સંદર્ભમાં એક અહેવાલ બહાર આવ્યો હતો. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ભારતીય અમ્પાયરોના કોમ્યૂનિકેશન સ્કિલ વધારવા માટે, ભારતીય ક્રિકેટ બોર્ડે અમ્પાયર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અંગ્રેજી ભાષા શીખવવા માટે બ્રિટિશ કાઉન્સિલ સાથે જોડાણ કર્યું છે. BCCIનું માનવું છે કે ખેલાડીઓની જેમ ભારતીય અમ્પાયરોને પણ અંગ્રેજી શીખવાની જરૂર છે.

આ ખેલાડીઓ કળકળાટ અંગ્રેજી બોલવા લાગ્યા

ટીમ ઈન્ડિયામાં હાજર મોટાભાગના ખેલાડીઓ, પછી તે મોહમ્મદ શમી હોય, મોહમ્મદ સિરાજ કે કુલદીપ યાદવ હોય, તેમનું અંગ્રેજી પ્રારંભિક તબક્કામાં એટલું સારું નહોતું. પરંતુ હવે જ્યારે આપણે આ ખેલાડીઓને મીડિયા સાથે વાત કરતા જોઈએ છીએ, ત્યારે લાગે છે કે તેઓ જાણો વર્ષોથી અંગ્રેજી બોલી રહ્યા હોય.

Next Article