AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Homemade Face Pack: સ્કિન પર તરત જ ગ્લો લાવવા ટ્રાય કરો ઘરે બનાવેલા ફેસ પેક

ચેહરાની ચમક જાળવી રાખવા માટે આપણે નજીકના સલૂન (Salon)માં જવા માટે હજારો રૂપિયા ખર્ચવા પડે છે, જે આખરે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. ગ્લોઈંંગ ત્વચા માટે ઘર બનાવેલા ફેસ પેક ટ્રાય કરો.

Homemade Face Pack: સ્કિન પર તરત જ ગ્લો લાવવા ટ્રાય કરો ઘરે બનાવેલા ફેસ પેક
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 11:59 PM
Share

Homemade Face Pack: ગ્લોઈંગ ત્વચા (Glowing skin) માટે ઘણા લોકો મોંઘી પ્રોડક્ટ્સ (products)નો ઉપયોગ કરે છે. તેનો પ્રભાવ ત્વચા પર ખૂબ જ ઓછો સમય દેખાય છે. ખુબસૂરત ત્વચા માટે તમે ઘણા ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ પેક તમારી ત્વચાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે.

બજારમાં ઉપલબ્ધ તમામ મોંઘા ફેસ માસ્ક (Face mask) ઉત્પાદનો ખિસ્સા પર થોડા ભારે પડી શકે છે તો તેનો ઉપાય શું? તે કહેવું યોગ્ય છે કે દરેક સ્ત્રી ચમકતી અને મુલાયમ ત્વચા ઈચ્છે છે. પરંતુ તે માત્ર ચોમાસુ જ નહીં પરંતુ ઉંઘનો અભાવ અથવા પ્રદૂષણ પણ આપણી ત્વચાને ખરાબ રીતે અસર કરી શકે છે.

દહીં અને મુલતાનની માટીનો ફેસ પેક 

આ ફેસ પેક ઓઈલી ત્વચા માટે ફાયદાકારક છે ખીલ (pimple)ની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે 2 ચમચા દહીં, 1 ચમચી ચણાનો લોટ, મુલતાનની માટીની જરુર પડશે. ત્રણ સામગ્રી મિક્ષ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ 15-20 મિનિટ સુધી ચેહરા પર લગાવો અને પછી પાણીથી ધોઈ નાખે છે.

સપ્તાહમાં બે વખત આ ફેસ માસ્ક (Face mask)નો ઉપયોગ કરી શકો છે. દહીંમાં બેક્ટીરિયલ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ હતા. ચણાના લોટમાં ઝિંક ત્વચાના સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. મુલતાનની માટી તેલ શોષી લે છે અને રોમ છિદ્રોને ખોલવામાં મદદ કરે છે.

એલોવેરા ફેસ પેક

આ ફેસ પેક ન માત્ર ઓઈલી ત્વચા માટે સલામત છે, ખીલના ડાઘ પર દુર કરે છે. આ ફેસ પેક (Face mask) બનાવવા માટે તમે 2 ચમચા એલોવેરા અને 5-6 ટીપાં લીબુંનો રસ જરૂર પડશે. સૌથી પહેલા સામગ્રી સારી રીતે મિક્ષ કરો અને સાફ કરે છે અને ચેહરા પર લગાવે છે. ત્યારબાદ સંપૂર્ણપણે સુકાઈ જાય પછી ચેહર પર હળવા હાથથી મસાજ કરો અને પાણીથી ધોઈ નાખો. એલોવેરા ત્વચા માટે ફાયદાકારક છે. લીબુંમાં વિટામિન સીનો એક કુદરતી સ્રોત છે, જે ખીલ સામે રક્ષણ કરે છે ત્વચાને ગ્લોઈંગ બનાવે છે.

કોફી અને મધ ફેસ પેક 

જેના માટે 1 ચમચી કોફી અને 1 ચમચી મધની જરુર પડશે. બંન્ને મિક્ષ કરી ચેહરા પર લગાવો, 10 મિનિટ સુધી રહેવા દો, પછી ચેહરા પર મસાજ કરો. ત્યારબાદ પાણીથી ચહેરો સાફ કરી નાંખો. મધમાં એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે અને જે પ્રાકૃતિ મોઈશ્ચરાઈઝર પણ છે. કોફી એક્સફોલિએટરના રુપમાં કામ કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : women cricket: ઓસ્ટ્રેલિયામાં હોટલમાં કેદ રહેશે મહિલા ટીમ, પ્રેક્ટિસ કરવાની તક નહીં મળે! જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">