AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

women cricket: ઓસ્ટ્રેલિયામાં હોટલમાં કેદ રહેશે મહિલા ટીમ, પ્રેક્ટિસ કરવાની તક નહીં મળે! જાણો શું છે કારણ

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ વનડે, એક ડે નાઇટ ટેસ્ટ અને ત્રણ ટી 20 મેચ રમશે. સીરિઝ 19 સપ્ટેમ્બરના બદલે બે દિવસ પછી શરૂ થઈ શકે છે. ભારતની 22 સભ્યોની ટીમ દુબઇ જઇને સોમવારે બ્રિસ્બેન પહોંચશે.

women cricket: ઓસ્ટ્રેલિયામાં હોટલમાં કેદ રહેશે મહિલા ટીમ, પ્રેક્ટિસ કરવાની તક નહીં મળે! જાણો શું છે કારણ
india women team unlikely to get training permission during quarantine in australia
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 1:01 PM
Share

India women cricket team: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (cricket team)રવિવારે ટેસ્ટ, વનડે અને ટી 20 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ છે. પરંતુ ત્યાં કોવિડ -19 સંબંધિત નવી માર્ગદર્શિકાને કારણે, ખેલાડી (Player)ઓએ બ્રિસ્બેન પહોંચ્યા બાદ 14 દિવસ માટે ક્વોરૅન્ટીન (Quarantine)માં રહેવું પડશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ અગાઉ આશા રાખી હતી કે ખેલાડીઓને ક્વોરૅન્ટીનના એક સપ્તાહ બાદ પ્રેક્ટિસ કરવાની તક મળશે.

ટીમ હોટલમાં રહેશે કેદ

હવે ખેલાડીઓને 14 દિવસ સુધી હોટલના રૂમમાં રહેવું પડી શકે છે. બીસીસીઆઈ (BCCI)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “હાલની પરિસ્થિતિમાં, પ્રથમ સપ્તાહ પછી પ્રેક્ટિસ કરવાની પરવાનગી મેળવવાની શક્યતા નહિવત છે. કાર્યક્રમમાં વધુ ફેરફાર થઈ શકે છે.

એક ખેલાડીએ કહ્યું, ‘તે ખૂબ જ મુશ્કેલ હશે પરંતુ ઓછામાં ઓછું તે પછી અમને રમવાની તક મળશે.’ ભારતીય ટીમ છેલ્લા એક સપ્તાહથી બેંગલુરુમાં પ્રેક્ટિસ કરી રહી હતી. તેને સિડની જવાનું હતું. આ સિવાય અન્ય બે સ્થળો પર્થ અને મેલબોર્ન હતા પરંતુ વધતા જતા કેસોને કારણે મેચનું સ્થળ પણ બદલવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ટૂંક સમયમાં બદલાયેલ સમયપત્રક (Schedule)જાહેર કરશે.

જોકે, ક્વીન્સલેન્ડ સરકારની મંજૂરી મેળવવી જરૂરી છે કારણ કે તમામ મેચો હવે આ રાજ્યમાં રમાશે. ભારતીય ટીમ (Indian team) આ પ્રવાસમાં ત્રણ વનડે, એક ડે નાઈટ ટેસ્ટ (Day Night Test)અને ત્રણ ટી 20 મેચ (T20 match) રમશે.સીરિઝ19 સપ્ટેમ્બરના બદલે બે દિવસ પછી શરૂ થઈ શકે છે. મેચના નવા સ્થળો મેકે અને કારારા છે. ભારતની 22 સભ્યોની ટીમ દુબઇ થઇને સોમવારે બ્રિસ્બેન પહોંચશે.

પિંક બોલ ટેસ્ટ પર નજર

ભારતીય મહિલા ટીમ (India women cricket team)ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તે પ્રથમ પિંક બોલ ટેસ્ટ રમશે. આ પ્રવાસમાં ભારત માટે આ સૌથી મોટો પડકાર હશે. જોકે, ભારત માટે સારી બાબત એ છે કે, તાજેતરમાં તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ પણ રમી હતી. આ તેના ખેલાડીઓને ટેસ્ટનો અનુભવ આપશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તેણે તાજેતરના મહિનાઓમાં કોઈ સીરિઝ રમી નથી.

એપ્રિલથી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ  (women cricket team)માટે કોઈ સીરિઝ નથી. તેની છેલ્લી ટેસ્ટ મેચ પણ 2019 માં હતી. આ અર્થમાં, જો ભારતીય ટીમ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ક્રિકેટ રમી રહી છે, તો તેનું પલડું ભારી રહેશે.

આ પણ વાંચો : World cup : ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ માટે તૈયારી કરશે, કેપ્ટને કહ્યું, ટુર્નામેન્ટ પર સંપૂર્ણ ધ્યાન

આ પણ વાંચો : Avani lekhara : ભારતની અવની લેખરાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">