Homemade Aloe Vera Oil : કાળા અને લાંબા વાળ માટે ઘરે બનાવેલા એલોવેરા ઓઈલનો કરો ઉપયોગ

|

Sep 21, 2021 | 12:23 PM

એલોવેરામાં (Aloe Vera) આવશ્યક પોષક તત્વો, ખનિજો, વિટામિન્સ અને એમિનો એસિડથી ભરપૂર હોય છે. વાળની ​​સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરા તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

Homemade Aloe Vera Oil : કાળા અને લાંબા વાળ માટે ઘરે બનાવેલા એલોવેરા ઓઈલનો કરો ઉપયોગ
Aloe Vera Oil

Follow us on

આજના સમયમાં એલોવેરા ( Aloe Vera) દવા અને સૌંદર્ય ઉત્પાદન તરીકે વધુને વધુ લોકપ્રિય બન્યું છે. એલોવેરા વિવિધ આરોગ્ય અને સુંદરતા સમસ્યાઓ માટે ચોક્કસ ઉપાય છે. ઔષધિની દુનિયામાં એલોવેરાને સંજીવની પણ કહેવાય છે. એલોવેરાની 200 પ્રજાતિઓ છે, પરંતુ માત્ર 5 પ્રકારના એલોવેરા માનવ શરીર માટે ઉપયોગી છે.

 

એલોવેરા વાળ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. વાળ ખરતા અટકાવવાથી માંડીને ફ્રીઝીનેસ સામે લડવા માટે એલોવેરા ખૂબ ફાયદાકારક છે. એલોવેરામાં આવશ્યક પોષક તત્વો, ખનિજો, વિટામિન્સ અને એમિનો એસિડથી ભરપૂર છે. તે તમારા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વાળની ​​સમસ્યાઓ દૂર કરવા માટે તમે ઘણી રીતે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. તમે એલોવેરા તેલનો પણ ઉપયોગ કરી શકો છો. એલોવેરા તેલ લગાવવાથી તમારા વાળને પોષણ મળે છે અને વાળનો વિકાસ પણ સારો થાય છે. ચાલો જાણીએ એલોવેરા તેલ કેવી રીતે બનાવવું અને તેના ફાયદા શું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઘરે એલોવેરા તેલ કેવી રીતે બનાવવું

આ તેલ બનાવવા માટે તમારે એલોવેરા જેલ અને નાળિયેર તેલની જરૂર પડશે. સૌ પ્રથમ એલોવેરા પ્લાન્ટ લો અને એલોવેરા જેલ કાઢી લો. એલોવેરાનો પલ્પ મિક્સર ગ્રાઇન્ડરમાં નાખો. આ પછી એલોવેરા બહાર કાઢી અને તેને એક બાજુ રાખો. એક પેનમાં નાળિયેર તેલ અને એલોવેરા નાખો. તેલ ધીમે ધીમે બ્રાઉન થવા લાગશે. તેલને ઠંડુ થવા દો અને પછી તેને ગાળી લો. તેને બોટલમાં સ્ટોર કરો.

એલોવેરા તેલનો ઉપયોગ કેવી રીતે કરવો

તમારા વાળને વચ્ચેથી અલગ કરો અને તેલ લગાવવાનું શરૂ કરો. હળવા હાથે મસાજ કરો જેથી ઉપરની ચામડી તેલને શોષી લે. તમે તેને અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકો છો. 30 મિનિટ રાખો અને પછી ધોઈ લો. તે પછી તમારા નિયમિત શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો.

એલોવેરા તેલના ફાયદા

તમારા વાળને મોઇશ્ચરાઇઝેશન કરે છે

સુકા અને નિર્જીવ વાળ વધુ તૂટે છે. આ સ્થિતિમાં તમારા વાળને સારી માત્રામાં મોઇશ્ચરાઇઝેશનની જરૂર છે. એલોવેરા જેલમાં પાણીનું પ્રમાણ વધારે છે જે તમારા વાળને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ રાખે છે.

ખોડો અને ખંજવાળ સ્કેલ્પનો ઈલાજ કરે

જ્યારે તમારી સ્કેલ્પ ઉપરની ચામડી સ્વચ્છ નથી, ત્યારે તે ખોડો અને ખંજવાળ જેવી સમસ્યાઓ થવાની શક્યતા વધારે છે. એલોવેરા તમારા સ્કેલ્પ ઉપરની ચામડીમાંથી સ્તરો દૂર કરવામાં મદદ કરે છે. તે કુદરતી ક્લીંઝર તરીકે કામ કરે છે અને સ્કેલ્પ ઉપરની બધી જ ગંદકી અને ધૂળને સાફ કરે છે.

વાળને ખરતા અટકાવે છે

વાળ વધુ ખરે છે તેથી રોકવા માટે તમારે તમારા વાળને કન્ડિશન કરવાની જરૂર છે. એલોવેરા તમારા વાળ માટે કુદરતી કન્ડિશનર તરીકે કામ કરે છે. તેમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે જે તમારા માથાના કુદરતી તેલને જાળવી રાખે છે અને તમારા વાળને નરમ રાખે છે.

વાળના વધારવામાં મદદ કરે છે

એલોવેરા વાળના વિકાસને વધારે છે અને વાળનો વિકાસ સુધારે છે. ઉપરાંત એલોવેરામાં આવશ્યક ખનીજ અને ઉત્સેચકો હોય છે જે વાળ વધારવામાં મદદ કરે છે.

ફંગલ ઇન્ફેક્શનથી બચાવે છે

એલોવેરામાં એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે જે સ્કેલ્પ ઉપરની ચામડી પર ખંજવાળ અને બળતરા દૂર કરે છે. એલોવેરા તેલનો ઉપયોગ સ્કેલ્પ ઉપરની ચામડીમાં ફંગલ ચેપ અટકાવે છે. તે સ્કેલ્પ ઉપરની ચામડી પર ફન્ગસને ઘટાડે છે જેનાથી સંક્રમણ ઘટે છે.

વાળને ચમકદાર બનાવે છે.

એલોવેરા તેલ તમારા વાળની ચમક વધારે છે અને વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.

 

આ પણ વાંચો : Good News: H-1Bના આ નિયમમાં થયો ફેરફાર, ભારતીય વિધાર્થીઓ માટે નોકરી મેળવવી થશે સરળ

 આ પણ વાંચો :પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ બનવા પાછળ છુપાયેલો છે એક ‘રાજ’, શરદ પવારની પાર્ટી NCPનો દાવો

Published On - 9:03 am, Sun, 19 September 21

Next Article