AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ બનવા પાછળ છુપાયેલો છે એક ‘રાજ’, શરદ પવારની પાર્ટી NCPનો દાવો

એનસીપીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "રસીકરણનો આ રેકોર્ડ બનાવવા માટે 15થી 20 દિવસ પુરતુ રસીકરણ ઘટાડવામાં આવ્યું હતું. જેથી પીએમના જન્મદિવસ પર આ રેકોર્ડ બનાવી શકાય. કોઈપણ વ્યક્તિનું ગૌરવ વધારવા માટે આ પ્રકારનો કાર્યક્રમ કરવો તદ્દન અયોગ્ય છે.

પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ બનવા પાછળ છુપાયેલો છે એક 'રાજ', શરદ પવારની પાર્ટી NCPનો દાવો
PM Modi (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 6:33 PM
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) જન્મદિવસે દેશભરમાં મોટાપાયે રસીકરણ કાર્યક્રમને વેગ અપાયો હતો. આને કારણે દેશભરમાં રસીકરણનો (Vaccination in India)  રેકોર્ડ બનાવવામાં આવ્યો.

દેશભરમાં આશરે 2.5 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી સૌથી વધુ ઝડપે રસીના ડોઝ આપવાનો પહેલો રેકોર્ડ બન્યો હતો. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) આ રેકોર્ડને વડાપ્રધાનને જન્મદિવસની ભેટ ગણાવી હતી.

આ પછી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કટાક્ષ કર્યો અને કહ્યું કે આશા છે આવનારા દિવસોમાં પણ રસીના બે કરોડથી વધુ ડોઝ આપવામાં આવશે. આપણા દેશને આ જ ઝડપની જરૂરિયાત છે. રાહુલ ગાંધીના આ ટ્વીટ બાદ વિપક્ષી પાર્ટીઓએ ભાજપ (BJP) અને કેન્દ્ર સરકાર પર ટિપ્પણીઓ શરૂ કરી દીધી છે.

શરદ પવારની પાર્ટી એનસીપીનો આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આ રેકોર્ડ બનાવવા માટે 15થી 20 દિવસ પહેલા રસીકરણના ડોઝમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. એનસીપી (NCP) નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે આ આરોપ લગાવ્યો છે.

રસીકરણનો રેકોર્ડ બનાવવાનો હતો, આ માટે 15 દિવસથી ઓછો આવી રહ્યો હતો

નવાબ મલિકે રેકોર્ડ રસીકરણને લગતા તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે “પીએમ મોદીના જન્મદિવસ માટે રસીકરણનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. લગભગ પોણા ત્રણ કરોડ લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો એવું કહેવામાં આવી રહ્યું છે. જો એક દિવસ માટે આ રસીકરણ પોણા ત્રણ કરોડ લોકો માટે થઈ શકે છે તો પછી આગળ એટલે કે આજે, કાલે અને પુરા મહિના માટે આ કેમ ન થઈ શકે.

આગળ એનસીપીના પ્રવક્તાએ કહ્યું “રસીકરણનો આ રેકોર્ડ બનાવવા માટે 15થી 20 દિવસ પહેલા જ રસીકરણ ઘટાડવામાં આવ્યું હતું. જેથી પીએમના જન્મદિવસે આ રેકોર્ડ બનાવી શકાય. જો લોકોને પહેલેથી જ રસી આપવામાં આવી હોત તો તેમને તેનાથી વધુ ફાયદો થયો હોત. કોઈપણ વ્યક્તિનું ગૌરવ વધારવા માટે આવો કાર્યક્રમ કરવો એકદમ અયોગ્ય છે. ”

મારા જન્મદિવસે 2.5 કરોડ લોકોને રસી આપવામાં આવી, પરંતુ તાવ રાજકીય પક્ષોને આવ્યો

આજે (18 સપ્ટેમ્બર) પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડોક્ટરો, હેલ્થકેર વર્કરો અને કોવિડ રસીના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે દેશભરના ડોકટરો અને કોરોના વોરીયર્સને તેમના પ્રયાસો માટે અભિનંદન આપ્યા.

પીએમ મોદીએ આ પ્રસંગે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે એક દિવસમાં 2.5 કરોડથી વધુ રસીકરણ કર્યા પછી કોવિડ -19 રસીઓની આડઅસર તરીકે તાવ આવવાને લઈને ચર્ચા છે, પરંતુ તેમના જન્મદિવસ પર જ્યારે 2.5 કરોડ રસીઓ લગાવવામાં આવી તો એક રાજકીય પક્ષને તાવ આવ્યો, શું તેનો કોઈ તર્ક છે?

સૌથી વધુ વેક્સિનના ડોઝ બિહારમાં આપવામાં આવ્યા હતા

કો-વિન (CoWIN) પોર્ટલ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે 11.20 વાગ્યા સુધી 2 કરોડ, 37 લાખ, 73 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ રીતે અત્યાર સુધી દેશમાં 79 કરોડ 13 લાખથી વધુ રસી આપવાની માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Ministry of Health & Family Welfare) દ્વારા આપવામાં આવી છે. સૌથી વધુ વેક્સિનના ડોઝ બિહારમાં આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર ! BMC સીરો સર્વમાં 85 ટકાથી વધુ વસ્તીમાં કોવિડ -19 એન્ટિબોડીઝ હોવાનું આવ્યુ સામે

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">