આ 5 રાશિના જાતકોને માલામાલ કરી દેશે હોળી ! જાણો કોનું ચમકવાનું છે ભાગ્ય ?
બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ મીનમાં છે. પરંતુ, તે આ વર્ષે મેષમાં ગોચર કરશે. આવામાં મેષ રાશિના જાતકો માટે સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલી જશે. નોકરીમાં પ્રગતિ, બઢતીની શક્યતા છે. તો, વ્યાપારમાં ઉન્નતિના યોગ દેખાઈ રહ્યા છે.
અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે દર વર્ષે ફાગણ સુદ પૂનમે હોળીનો પર્વ ઉજવવામાં આવે છે. ખાસ, વાત એ છે કે આ વખતે હોળી અનેક શુભ સંયોગ સાથે આવી રહી છે. જ્યોતિષાચાર્યોના મતે આ શુભ સંયોગ 5 રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી સાબિત થવાનો છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે આ શુભ સંયોગ શું છે ? અને કઈ રાશિના જાતકોને ધનલાભની શક્યતાઓ વર્તાઈ રહી છે.
હોળી ક્યારે છે ?
દર વર્ષે ફાગણ સુદ પૂનમે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. પણ આ વખતે હોળી પ્રાગટ્ય ક્યારે કરવું તેને લઈને મતમતાંતર પ્રવર્તી રહ્યું છે. મેદની જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા આ અંગે માર્ગદર્શન આપતા જણાવી રહ્યા છે કે, તા – 06/03/2023, સોમવાર સાંજે 4:19 કલાકે પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે. વિષ્ટિ પ્રા.04:18 થી 29:17 છે. ચંદ્ર સિંહ રાશિમાં છે ભદ્રા / વિષ્ટિ અંગેના મત મુજબ ચંદ્ર કર્ક, સિંહ, કુંભ, મીન રાશિમાં હોય તો ભદ્રાનો વાસ પૃથ્વી પર હોય છે. ભદ્રાના પૂછ ભાગમાં કેટલાક કાર્ય થાય તેવું પણ જાણવા મળે છે. મહર્ષિ ભૃગુના મત મુજબ સોમવારની ભદ્રા કલ્યાણકારી હોય છે તેમજ ભદ્રા મુખ અંગે ગ્રંથના વિચાર મુજબ પૂનમના દિવસની ચોથા પ્રહરની પાંચ ઘટી ભદ્રા મુખ હોય છે. જે અનુસાર હોળી પ્રાગટય અને પૂજન તા- 06/03/2023, સોમવાર, સાંજે 06:50 થી 08:05 વચ્ચે શુભદાયી બની રહેશે.
ગ્રહ સંયોગ
હોળીના દિવસે કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહી યોગ બનશે. તેની સાથે જ મીન રાશિમાં ગુરુ અને શુક્રની યુતિથી શુભ યોગ બની રહ્યો છે. શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોવાના કારણે માલવ્ય યોગ અને ગુરુ પોતાની સ્વરાશિમાં હોવાના કારણે હંસ રાજયોગ બની રહ્યો છે. ગ્રહોનું આ પરિવર્તન મેષ, મિથુન, સિંહ, ધન અને મીન રાશિના જાતકો માટે લાભદાયી બની રહેશે.
મેષ રાશિ
બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ મીનમાં છે. પરંતુ, તે આ વર્ષે મેષમાં ગોચર કરશે. આવામાં મેષ રાશિના જાતકો માટે સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલી જશે. નોકરીમાં પ્રગતિ, બઢતીની શક્યતા છે. તો, વ્યાપારમાં ઉન્નતિના યોગ દેખાઈ રહ્યા છે.
મિથુન રાશિ
આ ગ્રહ પરિવર્તનથી આપના ઘરમાં કોઇ માંગલિક કાર્ય સંપન્ન થઇ શકે છે. કાર્યસ્થળ પર સકારાત્મક પરિણામ જોવા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમજ આપના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે.
સિંહ રાશિ
આ ગ્રહ પરિવર્તનથી આપને દરેક કાર્યમાં સફળતા મળશે. દેવગુરુ બૃહસ્પતિની વિશેષ કૃપા આપના પર રહેશે. સંતાન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે. નોકરી અને વ્યાપારમાં આ ગ્રહ ગોચર શુભ ફળદાયી બની રહેશે.
ધન રાશિ
આપના જીવનમાં આ ગ્રહ પરિવર્તન કાર્યસ્થળમાં પ્રમોશનના યોગ દર્શાવે છે. તમને નવી જવાબદારીઓ ઉપાડવાની તક મળશે. આપના માન-સન્માનમાં વધારો થશે. વ્યાપારમાં કેટલાક નવા સુધારાઓ કરવા માટે તમે સક્ષમ બનશો. અલબત્, આ બધાની વચ્ચે આપે આપના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર રહેશે.
મીન રાશિ
ગુરુ પોતાની રાશિમાં ગોચર કરી રહ્યો છે. ત્રિગ્રહી યોગથી આપને અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. તેમજ પરિવારમાં પણ સુખ-શાંતિ અકબંધ રહેશે.
(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું.)