AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holashtak 2026 : હોળાષ્ટકના 8 દિવસમાં કરો આ ઉપાયો, આખા વર્ષથી નકારાત્મકતા થશે દૂર!

હોળાષ્ટક 2026 દરમિયાન જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની સ્થિતિ અશાંત રહેતી હોવાનું માનવામાં આવે છે. આ કારણે આ આઠ દિવસોમાં કરવામાં આવતા શુભ કાર્યો અશુભ પરિણામ આપી શકે છે. તેથી જ પરંપરાગત રીતે આ સમયગાળામાં લગ્ન, ગૃહપ્રવેશ કે અન્ય માંગલિક કાર્યો ટાળવામાં આવે છે. 

Holashtak 2026 : હોળાષ્ટકના 8 દિવસમાં કરો આ ઉપાયો, આખા વર્ષથી નકારાત્મકતા થશે દૂર!
| Updated on: Feb 19, 2026 | 5:04 PM
Share

દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોનો પવિત્ર તહેવાર હોળી ઉજવવામાં આવે છે. હોળી પહેલાં આવતા આઠ દિવસને હોળાષ્ટક કહેવામાં આવે છે. માન્યતા મુજબ, આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદને તેમના પિતા હિરણ્યકશિપુ દ્વારા અત્યંત ત્રાસ આપવામાં આવ્યો હતો. આ કારણોસર આ દિવસોને અશુભ માનવામાં આવે છે અને સાવધાની રાખવાની પરંપરા છે.

જ્યોતિષ માન્યતાઓ અનુસાર, હોળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ ઉથલપાથલભરી હોય છે. તેથી આ સમયગાળામાં કરવામાં આવતી કેટલીક શુભ પ્રવૃત્તિઓ પણ અશુભ પરિણામ આપી શકે છે. તેમ છતાં, યોગ્ય ઉપાયો અપનાવવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર કરી શકાય છે અને માનસિક શાંતિ મેળવી શકાય છે.

હોળાષ્ટક દરમિયાન કરવાના મહત્વપૂર્ણ ઉપાયો

હોળાષ્ટક દરમિયાન દરરોજ સવારે સ્નાન કર્યા પછી ઘરમાં ગંગા જળ છાંટવું શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.

આ સાથે દરરોજ સવારે અને સાંજે ઘરમાં ધૂપ, કપૂર, લોબાન પ્રગટાવવું લાભદાયી ગણાય છે. આ ઉપાય ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર કરવામાં મદદ કરે છે અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવે છે.

મુખ્ય દરવાજા પર હળદર અને કુમકુમ છાંટવું પણ એક મહત્વપૂર્ણ ઉપાય છે. માન્યતા મુજબ, આથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી અને ઘરમાં સુખ-શાંતિ બનેલી રહે છે.

હોળાષ્ટક દરમિયાન દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો વિશેષ લાભકારી માનવામાં આવે છે. શક્ય હોય તો આ દિવસોમાં 11, 21 અથવા 108 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ ફળ આપે છે.

આ સમયગાળામાં ગરીબો અને જરૂરિયાતમંદોને અન્ન, કપડા અથવા ધનનું દાન કરવું પણ ઉત્તમ ઉપાય ગણાય છે. દાન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા વધે છે.

હોળાષ્ટક 2026 ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે?

કેલેન્ડર મુજબ, હોળાષ્ટક 2026માં 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ અશુભ સમયગાળો 3 માર્ચ, 2026ના રોજ હોળીકા દહન સાથે પૂર્ણ થશે. હોળીકા દહન બાદ હોળાષ્ટકનો પ્રભાવ સમાપ્ત માનવામાં આવે છે અને ત્યારબાદ શુભ કાર્યો ફરી શરૂ કરી શકાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી મહિતી ધર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે આપવામાં આવી છે.)

Canada PR : કેનેડાની 6 એવી નોકરી, જ્યાં લાખોના પગાર સાથે મળશે જલ્દી PR

જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય
અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય
રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે મેગા ડિમોલેશન
રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે મેગા ડિમોલેશન
અડાજણના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCL સામે ઉગ્ર વિરોધ, જુઓ Video
અડાજણના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCL સામે ઉગ્ર વિરોધ, જુઓ Video
રીલના શોખે.. હજારો જિંદગીઓ મૂકી જોખમમાં
રીલના શોખે.. હજારો જિંદગીઓ મૂકી જોખમમાં
તમને સ્પર્શતી ગુજરાતના બજેટની 20 મોટી જાહેરાતનો વીડિયો
તમને સ્પર્શતી ગુજરાતના બજેટની 20 મોટી જાહેરાતનો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">