AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: ચોમાસાની ઋતુમાં વાળ ખરતા કેવી રીતે અટકાવવા, જાવેદ હબીબે જણાવી સરળ ઘરેલુ ટિપ્સ

Hair Care Tips: ચોમાસાની ઋતુમાં ભેજ અને વરસાદના પાણીથી વાળ નબળા પડીને તૂટવા લાગે છે. હેર એક્સપર્ટ જાવેદ હબીબે કેટલીક સરળ આસાન ટિપ્સ સૂચવી છે. જેને ફોલો કરવાથી તમે ચીકણા સ્કેલ્પ, ડેન્ડ્રફ અને ખરતા વાળથી મુક્તિ મેળવી શકો છો.

Hair Care Tips: ચોમાસાની ઋતુમાં વાળ ખરતા કેવી રીતે અટકાવવા, જાવેદ હબીબે જણાવી સરળ ઘરેલુ ટિપ્સ
| Updated on: Jul 10, 2026 | 5:10 PM
Share

વરસાદી સીઝન આવતા જ આપણને વાળની ચિંતા થવા લાગે છે. ચીકણો સ્કેલ્પ, ખરતા વાળ, અને ડેન્ડ્રફની સમસ્યા આ સિઝનમાં સામાન્ય બની જાય છે. જો તમે પણ ચોમાસામાં વાળને કારણે પરેશાન છો તો હેર એક્સપર્ટ જાવેદ હબીબ ની કેટલીક આસાન ટિપ્સ ઘણી કામમાં આવી શકે છે. તેમનુ માનવુ છે કે મોનસુનમાં વાળને થોડા વધુ અને સારી રીતે કેર કરવાની અને યોગ્ય રૂટિનની જરૂર હોય છે. આ સિંપલ સ્ટેપ્સ ને ફોલો કરવાથી તમે વાળ ને ચોમાસાની ભેજ અને ધૂળ માટીના નુકસાનથી બચાવી શકાય છે. તેને હેલ્ધી બનાવી રાખી શકાય છે.

નિયમિત વોશ અને યોગ્ય રૂટિન

ચોમાસા દરમિયાન પરસેવા અને ભેજને કારણે સ્કેલ્પ જલદી ચીકણો થઈ જાય છે. એવામાં વાળને ડેલી ધોવા ખૂબ જરૂરી છે. આથી શેમ્પુ કરવામાં બિલકુલ આળસ ન કરો. આ ઉપરાંત વાળમાં કંડીશનર ના બદલે પ્રી કન્ડીશનિંગ પર ફોક્સ કરો.

શેમ્પુ કર્યા પહેલા વાળમાં તેલ જરૂર લગાવો, તે વાળને સોફ્ટ અને હેલ્ધી રાખવામાં મદદ કરશે. સાથે જ સપ્તાહમાં એકવાર ક્લેરિફાઈંગ શેમ્પુ નો ઉપયોગ કર. ભલે તમારા વાળ ડ્રાય હોય, આ સ્કેલ્પની અંદર પણ સાફ કરવામાં મદદ કરે છે.

સ્ટાઈલિંગથી દૂર રહો

આ સિઝનમાં વાળ પર સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી બચો. આ પ્રોડક્ટ્સ સ્કેલ્પ પર જામી જાય છે અને વાળના મૂળને નુકસાન પહોંચાડે છે. સાથે જ વાળને દરેક વખતે બાંધીને ન રાખો, વાળને ખુલ્લા રાખો, જેથી હવા મળે અને સ્કેલ્પમાં પરસેવો ઓછો જમા થાય.

આ ઉપરાંત વાળને નેચરલી સૂકાવા માટે ન છોડો, ધોયા બાદ હેર ડ્રાયર કે લો હીટ સેટિંગ નો ઉપયોગ કરી વાળને તુરંત સુકવી લો, જેથી ડેન્ડ્રફ ની સમસ્યા ન રહે.

ટ્રિમિંગ અને નેચરલ કેર

નિયમિત સમયે વાળની ટ્રિમિંગ જરૂર કરાવો. તેનાથી વાળ હેલ્ધી રહે છે અને તેને સારો શેપ પણ મળે છે. વરસાદમાં જો વાળ ભીના થાય તો તેને તુરંત શેમ્પુથી ધોઈ લો. વરસાદી પાણીથી વાળમાં ખંજવાળ આવે છે.

આ ઉપરાંત સપ્તાહમાં એકવાર સ્કેલ્પ પર ફ્રેશ એલોવેરા જેલ માસ્ક લગાવો, 5 મિનિટનું આ એક નાનકડુ કામ ડેન્ડ્રફ દૂર રાખવા, હેર ફોલ કંટ્રોલ કરવા અને મૂળને મજબુતી આપવામાં જાદુઈ અસર છોડી શકે છે. બહાર નીકળતી વખતે પણ એ ખાસ ધ્યાન રાખો કે તમારા વાળ સૂકાયેલા હોય.

ટેક્સટાઇલ સેક્ટરમાં તેજીનું તોફાન, યુકે સાથેની ઐતિહાસિક ડીલ થી ભારતીય કાપડ ઉદ્યોગની ચાંદી જ ચાંદી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">