Rakshabandhan 2022: બહેનને રક્ષાબંધન પર આપવી અનોખી ગિફ્ટ તો જુઓ આ લીસ્ટ

રાખડી ભાઈ અને બહેનનો પ્રેમ દર્શાવતો ખાસ તહેવાર છે. રક્ષાબંધન પર તમારી પ્રિય બહેનને એક સરસ ભેટ આપવા માંગો છો તો આ રક્ષાબંધન (Rakshabandhan) પર તમારી બહેનોને તેમની પસંદગીની ભેટ આપો. બહેન માટે આ રક્ષાબંધન ભેટમાં તમને ભેટો આપવા માટે ઘણા વિકલ્પો મળશે.

Rakshabandhan 2022: બહેનને રક્ષાબંધન પર આપવી અનોખી ગિફ્ટ તો જુઓ આ લીસ્ટ
Rakhi-gifts
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 06, 2022 | 10:08 PM

Rakshabandhan: રક્ષાબંધનનો (Rakshabandhan) પર્વ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે આ ઉત્સવની ઉજવણી થાય છે. બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર (rakshasutra) બાંધી તેના કલ્યાણની કામના કરે છે. તો ભાઈ પણ બહેનને સામે રક્ષાનું વચન આપે છે. જો તમે પણ આ રક્ષાબંધન (Rakshabandhan) પર તમારી બહેનને શું ભેટ આપશો તે અંગે મૂંઝવણમાં છો તો આ લેખ પર એક નજર નાખો. અહીં અમે ભાઈઓના કામને સરળ બનાવવા માટે બહેન માટે રક્ષાબંધન પર તમે શું ગીફટ (Gift)આપશો, જેમાં તમને તમારી બહેનો માટે ભેટના ઘણા વિકલ્પો મળશે. આ બધી ભેટો તદ્દન અલગ છે, જેનો ઉપયોગ તમારી બહેન દૈનિક ધોરણે પણ કરી શકે છે.

OTT પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન

હાલમાં યુવાનોનો મોટાભાગનો સમય મોબાઈલ પર અથવા OTT પ્લેટફોર્મ પર બતાવવામાં આવેલી વેબ સિરીઝ (Web series) જોવામાં પસાર થાય છે. તમારા ફોન પર સબ્સ્ક્રાઈબ કરીને ઓનલાઈન કન્ટેન્ટ જોવાનું આ દિવસોમાં ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

થિયેટરો બંધ થવાને કારણે તમામ નવી ફિલ્મો હાલમાં આ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે, આવી સ્થિતિમાં તમે તમારી બહેનને OTT પ્લેટફોર્મનું એક વર્ષનું લવાજમ આપી શકો છો. 1,500 સુધી ખર્ચ કરવા માટે તમને એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર, ઝી, અથવા નેટફ્લિક્સનું વાર્ષિક લવાજમ (Annual subscription)મળશે.

ઓનલાઈન હેલ્થ ક્લબ મેમ્બરશીપ

આજના સમયમાં આનાથી સારી ભેટ બીજી કોઈ હોઈ શકે નહીં. કોરોના વાઈરસ હજી પણ આપણી આસપાસ ફરે છે, તેથી આપણી જાતને ફિટ રાખવી એ પહેલી પ્રાથમિકતા બની છે. સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને ઘણી વખત જીમ લાંબા સમયથી બંધ છે, આવી સ્થિતિમાં લોકો પોતાને ફિટ રાખવા માટે ઓનલાઈન આરોગ્ય વર્ગોમાં હાજરી આપી રહ્યા છે. જો તમારી બહેન પણ ફિટનેસને લઈને સભાન છે તો તમે તેને ઓનલાઈન હેલ્થ ક્લબ (Online health club) સભ્યપદ ભેટ આપી શકો છો.

સ્માર્ટ વોચ

બદલાતી જીવનશૈલી સાથે બધું સ્માર્ટ બની ગયું છે. ઘણી અનેક બિમારી (disease)ઓ આપણી આસપાસ ફરે છે, આવી સ્થિતિમાં ફિટનેસ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારી બહેન પોતાની જાતને દરેક રીતે ફિટ રાખે તો તમે આ રક્ષાબંધને તેને સ્માર્ટ ઘડિયાળ (Smart watch)ભેટ આપી શકો છો. આ સ્માર્ટ ઘડિયાળ તમારી સુંદર બહેનની તબિયતનું ધ્યાન રાખશે અને તેને ફિટનેસ તરફ પ્રેરિત કરશે.

ઓર્ગેનિક મેકઅપ પ્રોડક્ટ્સ

દરેક છોકરીને મેકઅપનો શોખ હોય છે અને તેથી જ બજાર મેકઅપ પ્રોડક્ટ્સથી ભરેલું હોય છે, જોકે બજારમાં માત્ર કેટલીક સારી ગુણવત્તાની પ્રોડક્ટ્સ (Products) ઉપલબ્ધ છે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડ્યા વગર કામ કરે છે. આવી સ્થિતિમાં તમે તમારી બહેનને ઓર્ગેનિક મેકઅપ પ્રોડક્ટ પણ ભેટ આપી શકો છો, જે કોઈપણ રીતે નુકસાનકારક નથી. આ ભેટ મળવાથી તમારી બહેનના ચહેરા પર મોટું સ્મિત આવશે.

હેર સ્પા બોડી સ્પા પેકેજો

સ્વાસ્થ્ય ત્યારે જ સારું રહેશે જ્યારે મન હળવું થશે. જો તમને આ સાથે બ્યુટી કોમ્બો મળે છે તો આનાથી વધુ કંઈ સારું હોઈ શકે નહીં. જો તમે ઈચ્છો તમારી બહેનને હેર અથવા બોડી સ્પા પેકેજ ગિફ્ટ કરી શકો છો. તહેવારો પ્રસંગે, તમને મોટી ઓફર પણ મળી શકે છે.

રક્ષાબંધન પર બહેનને શેની ભેટ આપી શકો છો

યોગ, એરોબિક્સ, ઝુમ્બા ગાઈડ ક્લબ મેમ્બરશિપ

મશીનો સિવાય કસરત માટે ઘણા મનોરંજક વિકલ્પો છે, જેમ કે એરોબિક્સ, યોગા, ઝુમ્બા વગેરે. જો તમે ઈચ્છો તો આવી કોઈ પણ ક્લબની મેમ્બરશીપ તમારી બહેનને આપી શકો છે અથવા તમે તેમની સીડી પણ આપી શકો છો.

હેલ્થ ચેકઅપ પ્લાન

જો તમને લાગે કે તમારી બહેનનું સ્વાસ્થ્ય ખરાબ છે અથવા તેને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા છે તો તમે તેના ચેકઅપ માટે કોઈ પ્લાન આપી શકો છો.

એલઈડી રીંગ લાઈટ

જો તમારી બહેન સેલ્ફી અને વીડિયો બનાવવાની ખૂબ શોખીન છે તો ચોક્કસ તેને આ ભેટ ગમશે. જેની મદદથી તે પ્રકાશનું ટેન્શન લીધા વગર કોઈપણ સમયે ફોટા અને વીડિયો બનાવી શકે છે.

એપ્રોન

જો તમારી બહેનને રસોઈ કરવી પસંદ છે અને ઘણી વખત વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે તો રક્ષાબંધન પર તમે તેને સ્માર્ટ કિચન માટે એપ્રોન ભેટ આપી શકો છો.

ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સ

જો બહેનની આંખોમાં કોઈ સમસ્યા હોય અથવા તે ચશ્મા પહેરે તો તમે સંબંધિત નંબરના નવા ફ્રેમના ચશ્મા ભેટ આપી શકો છો અથવા કોન્ટેક્ટ લેન્સ પણ એક ઉત્તમ વિકલ્પ છે.

સ્માર્ટફોન

તમારી બહેનને રક્ષાબંધન પર સ્માર્ટફોન ભેટ કરી શકો છો, સ્માર્ટફોન જે તમારી પ્રિય બહેન માટે શ્રેષ્ઠ ભેટ સાબિત થઈ શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati