Traditional Modak Recipe: માર્કેટના મોદક ભૂલી જશો! ઘરે જ બનાવો મહારાષ્ટ્રીયન સ્ટાઈલના પરંપરાગત ઉકડીચા મોદક
ગણેશ ચતુર્થી પર બજારમાંથી મોદક લાવવાને બદલે ઘરે જ બનાવો પરંપરાગત ઉકડીચા મોદક. ચોખાના લોટના સોફ્ટ પડ અને નારિયેળ-ગોળના સ્વાદિષ્ટ પૂરણ સાથે બનાવવાની સરળ રેસિપી અહીં જાણો.

ગણેશોત્સવ શરૂ થાય એટલે ઘરમાં ગણપતિ બાપ્પાની પૂજા સાથે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવાની પણ તૈયારીઓ શરૂ થઈ જાય છે. ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય હોવાની માન્યતા હોવાથી ગણેશ ચતુર્થી દરમિયાન મોદકનો ભોગ ધરાવવાની પરંપરા છે. બજારમાં અનેક પ્રકારના ચોકલેટ, ડ્રાયફ્રૂટ ગોળનું મીઠું પૂરણ ભરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ મોદકને તળવામાં આવતા નથી, પરંતુ વરાળમાં બને છે અને માવાના મોદક જોવા મળે છે, પરંતુ પરંપરાગત ઉકડીચા મોદકનો સ્વાદ આજે પણ અલગ જ છે.
ઉકડીચા મોદકમાં બહારથી ચોખાના લોટનું નરમ પડ હોય છે, જ્યારે અંદર નારિયેળ અને ગોળનું મીઠું પૂરણ ભરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ મોદકને તળવામાં આવતા નથી, પરંતુ વરાળમાં બાફવામાં આવે છે. તેથી યોગ્ય રીતે બનાવવામાં આવે તો તેનો બહારનો પડ એકદમ સોફ્ટ રહે છે.
મોદક માટે જરૂરી સામગ્રી
પરંપરાગત મોદક બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ ચોખાનો લોટ
- 1 કપ પાણી
- 1 ચમચી ઘી
- ચપટી મીઠું
પૂરણ (Filling) માટે
- 1 કપ તાજું છીણેલું નારિયેળ
- લગભગ ¾ કપ ગોળ
- ½ ચમચી એલચી પાઉડર
- ½ ચમચી ખસખસ
- થોડી જાયફળની ભૂકી
નારિયેળ-ગોળનું પૂરણ કેવી રીતે બનાવવું?
કડાઈમાં થોડું ઘી ગરમ કરી તેમાં છીણેલું નારિયેળ અને ગોળ ઉમેરો. બંને સામગ્રીને ધીમા તાપે ગરમ કરો. ગોળ ઓગળીને નારિયેળ સાથે બરાબર ભળી જાય ત્યારે તેમાં એલચી પાવડર અને ખસખસ ઉમેરો. જો પસંદ હોય તો ચપટી જાયફળ પણ નાખી શકાય. પૂરણને વધારે સમય સુધી ન પકાવવું, કારણ કે તે વધુ સૂકાઈ જાય તો મોદક ભરવામાં મુશ્કેલી પડી શકે છે.
ચોખાના લોટનું પડ બનાવવાની રીત
એક વાસણમાં પાણી, ઘી અને ચપટી મીઠું ઉકાળો. પાણી ઉકળવા લાગે ત્યારે ગેસ ધીમો કરી તેમાં ચોખાનો લોટ ધીમે-ધીમે ઉમેરો. લોટ ઉમેરતી વખતે સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન પડે. ત્યારબાદ વાસણ ઢાંકી થોડો સમય રહેવા દો હાથમાં થોડું ઘી લગાવવાથી લોટ મસળવામાં સરળતા રહેશે.
મિશ્રણ થોડું ગરમ રહે ત્યારે તેને થાળીમાં કાઢીને નરમ લોટ જેવું મસળો. હાથમાં થોડું ઘી લગાવવાથી લોટ મસળવામાં સરળતા રહેશે. મોદકના બહારના પડમાં તિરાડ ન પડે તે માટે લોટ એકદમ મુલાયમ હોવો જરૂરી છે.
મોદકનો પરફેક્ટ આકાર
લોટનો નાનો ભાગ લઈને તેને હાથથી પાતળો કરો. કિનારીઓ પર નાની-નાની કરચલીઓ બનાવો. હવે વચ્ચે તૈયાર કરેલું નારિયેળ-ગોળનું પૂરણ મૂકો. ત્યારબાદ કરચલીઓને એકસાથે ઉપર લાવીને મોદકનો આકાર આપો અને ટોચને સારી રીતે બંધ કરો.
છેલ્લું સ્ટેપ છે સ્ટીમિંગ
સ્ટીમરમાં થોડું ઘી લગાવીને તૈયાર મોદક ગોઠવો. તેને લગભગ 10થી 15 મિનિટ સુધી વરાળમાં બાફો. મોદકનું પડ થોડું ચમકદાર અને નરમ દેખાવા લાગે ત્યારે તે તૈયાર છે. તેને બહાર કાઢીને ઉપરથી થોડું ઘી લગાવી શકાય છે.
ગરમાગરમ ઉકડીચા મોદકને ગણપતિ બાપ્પાને ભોગ તરીકે ધરાવીને પરિવાર સાથે પ્રસાદ તરીકે માણી શકાય છે.
મોદક પરફેક્ટ બનાવવા માટેની ખાસ ટિપ્સ
મોદક બનાવતી વખતે સૌથી મહત્વની બાબત છે ચોખાના લોટનું પડ. જો લોટ ખૂબ કઠણ હશે તો મોદક બનાવતી વખતે તેમાં તિરાડ પડી શકે છે. બીજી તરફ લોટ વધારે ઢીલો હશે તો મોદકનો આકાર જાળવવો મુશ્કેલ બનશે. તેથી લોટ નરમ પરંતુ સરળતાથી આકાર લઈ શકે તેવો હોવો જોઈએ.
પૂરણમાં ગોળ અને નારિયેળનું પ્રમાણ પણ સંતુલિત રાખવું જરૂરી છે. પૂરણ વધારે ભીનું હશે તો મોદક બંધ કરવામાં મુશ્કેલી પડી શકે છે. અંતે મોદકને વધારે સમય સુધી સ્ટીમ ન કરવો, નહીં તો બહારનું પડ કઠણ થઈ શકે છે.
આ રીતે થોડી કાળજી સાથે તમે ઘરે જ પરંપરાગત, સોફ્ટ અને સ્વાદિષ્ટ ઉકડીચા મોદક બનાવી શકો છો અને ગણેશોત્સવની ઉજવણીમાં બાપ્પાને પોતાના હાથથી બનાવેલા પ્રસાદનો ભોગ ધરાવી શકો છો.
