milk cake : માવા વગર ઘરે સોજી મિલ્ક કેકની આ રેસીપી અજમાવી જુઓ, બાળકોને પણ ખૂબ પસંદ આવશે

|

Aug 10, 2021 | 11:33 AM

મિલ્ક કેક એક પ્રખ્યાત મીઠાઈ છે જેને ઘટ્ટ કરેલું દૂધ, ડ્રાય ફ્રૂટ્સ, ખાંડ વગેરેને મિક્સ કરીને બનાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય સોજી મિલ્ક કેક ખાધી છે? જો નહીં, તો અમે રેસીપી જણાવી રહ્યા છીએ.

milk cake : માવા વગર ઘરે સોજી મિલ્ક કેકની આ રેસીપી અજમાવી જુઓ, બાળકોને પણ ખૂબ પસંદ આવશે
માવા વગર ઘરે સોજી મિલ્ક કેકની આ રેસીપી અજમાવી જુઓ

Follow us on

milk cake : કોઈપણ તહેવાર (Festival)મીઠાઈ વગર અધૂરો હોય છે. આ મહિને ત્રીજ, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે જેમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ બનાવવામાં આવે છે. મીઠાઈ વગર તહેવાર (Festival)માં મજા આવતી નથી. પરંતુ તહેવારોની સીઝનમાં ખાસ કરીને માવાની મીઠાઈઓમાં ભેળસેળ કરવામાં આવે છે. આ કારણે ઘણા લોકો પોતાના ઘરમાં જ મીઠાઈ બનાવે છે.

તમે બધાએ મિલ્ક કેક (Milk cake)ખાધી હશે જે ઘટ્ટ કરેલું દૂધ, માવા, ક્રીમ અને ખાંડ મિક્સ કરીને બનાવવામાં આવે છે. પરંતુ અમે તમને સોજી મિલ્ક કેકની રેસીપી વિશે જણાવી રહ્યા છીએ જેમાં માવાની જરૂર નથી. સૂજી એટલે કે રવાની મીઠાઈ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને સરળતાથી ઘરે તૈયાર થાય છે તેને કેવી રીતે બનાવવી તે વિશે તમને જણાવીએ.

સુજી મિલ્ક કેક રેસીપી : સામગ્રી

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
  • 1 કપ સોજી
  • અડધો કપ ઘી
  • 3/4 દૂધ પાવડર
  • 1 કપ ખાંડ
  • એક ચપટી કેસર

રેસીપી બનાવવાની રીત

એક કડાઈમાં ઘી મૂકો અને તેને ધીમી આંચ પર ગરમ થવા દો. પછી તેમાં સોજી (Semolina) ઉમેરો અને સારી રીતે શેકી લો. જ્યારે ઘી મિશ્રણથી છુટા પડવાનું શરૂ કરે અને ગોલ્ડન બ્રાઉન લાગે, તો ગેસ બંધ કરો. આ પછી દૂધનો પાવડર (Milk powder)ઉમેરો અને મિશ્રણને સારી રીતે હલાવો.

બીજા સ્ટવ પર એક પેનમાં પાણી અને ખાંડ મિક્સ કરો. ખાંડને સારી રીતે મિક્સ કરો, જ્યારે ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય, તો તેમાં કેસરના કેટલાક ટુકડા ઉમેરો. મિશ્રણને સારી રીતે મિક્સ કર્યા બાદ ગેસ બંધ કરી દો.

સોજીના મિશ્રણમાં ખાંડની ચાસણીને સારી રીતે મિક્સ કરો. રંગ સોનેરી થાય ત્યાં સુધી આ મિશ્રણને પકાવો. જ્યારે મિશ્રણ સારી રીતે પકવવામાં આવે, પછી ગેસ બંધ કરો.આ પછી, ટ્રેમાં થોડું ઘી લગાવીને મિશ્રણને સારી રીતે ફેલાવો અને તેને 15 મિનિટ સુધી રહેવા દો અને બાદમાં તેને કેકના ટુકડા કરી લો.

તમે સોજી મિલ્ક કેકમાં કાજુ, કિસમિસ અને પિસ્તાથી ગાર્નિશ કરી શકો છો. જો તમે ઇચ્છો તો તમે આ કેકમાં થોડો યુલો ફૂડ કલર વાપરી શકો છો. તમે મિલ્ક કેક પર સિલ્વર વર્ક અને ક્રીમી રબડી ઉમેરી શકો છો જે તેનો સ્વાદ વધારવાનું કામ કરે છે.

આ પણ વાંચો : Hariyali teej 2021 : હરિયાળી ત્રીજના પર મહેંદીની આ ડિઝાઇન અજમાવી જુઓ, તમારી મહેંદી સૌથી ખાસ દેખાશે

Next Article