Hariyali teej 2021 : હરિયાળી ત્રીજના પર મહેંદીની આ ડિઝાઇન અજમાવી જુઓ, તમારી મહેંદી સૌથી ખાસ દેખાશે

હરિયાળી ત્રીજના તહેવાર પર મહેંદી લગાવવી શા માટે શુભ માનવામાં આવે છે ? જો તમે પણ આ વખતે ત્રીજ પર મહેંદી લગાવવાનું વિચારી રહ્યા છો, તો અહીં કેટલીક સરળ અને ટ્રેન્ડી ડિઝાઇનો છે જે સંપૂર્ણપણે અલગ દેખાશે.

Hariyali teej 2021 : હરિયાળી ત્રીજના પર મહેંદીની આ ડિઝાઇન અજમાવી જુઓ, તમારી મહેંદી સૌથી ખાસ દેખાશે
હરિયાળી ત્રીજના પર મહેંદીની આ ડિઝાઇન અજમાવી જુઓ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 10:03 AM

Hariyali teej 2021 :હરિયાળી ત્રીજ સાવન મહિનાના શુક્લ પક્ષની ત્રીજની તિથિ પર ઉજવવામાં આવી રહી છે અને આ વર્ષે તે 11 ઓગસ્ટના રોજ આવી રહી છે. આ તહેવાર ખાસ કરીને મહિલાઓ અને કુંવારી કન્યાઓનો તહેવાર છે. આ દિવસે મહિલાઓ અને કુંવારી કન્યાઓ શ્રૃંગાર કરે છે, ત્યારબાદ મહાદેવ અને માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે.

મહેંદીને સોળ શ્રૃંગાળમાંથી એક માનવામાં આવે છે અને શ્રાવણ મહિનો હરિયાળી વાળો હોય છે. તેથી હરિયાળી ત્રીજ (Hariyali teej)ના દિવસે મહેંદી લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ સિવાય શ્રાવણ મહિનામાં ઘણો વરસાદ પડે છે. આવી સ્થિતિમાં ફંગલ ઇન્ફેક્શન (Fungal infections)નું જોખમ વધી જાય છે. મહેંદી ફંગલ ઇન્ફેક્શનને રોકવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે અને ઠંડક પૂરી પાડે છે.

જોકે શ્રાવણ મહિનામાં ગમે ત્યારે મહેંદી (mehandi)લગાવવી સારી છે, પરંતુ હરિયાળી ત્રીજ(Hariyali teej) પરણિત સ્ત્રીઓનો દિવસ છે, આ વખતે હરિયાળી ત્રીજનો તહેવાર 11 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ પ્રસંગે મહેંદીની અવનવી અને વિવિધ ડિઝાઇન વિશે જાણો.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ગ્લિટર વાળી મહેંદી

કંઇક અલગ અને સ્ટાઇલિશ કરવા માટે ગ્લિટર વાળી મહેંદી (mehandi)શ્રેષ્ઠ છે. તેની ડિઝાઇન જોઈને લોકોનું ધ્યાન તમારી મહેંદી તરફ જશે. મહેંદી લગાવ્યા પછી ગ્લિટરનો ઉપયોગ ડિઝાઇનની વચ્ચે કરવામાં આવે છે. આ મહેંદી સૌથી અલગ દેખાય છે.

ગ્લિટર વાળી મહેંદી

ગ્લિટર વાળી મહેંદી

શેડ વાળી મહેંદી

કેટલીક મહિલાઓને ફુલ હેન્ડ મહેંદી ગમે છે, જ્યારે કેટલીક મહિલાને સ્પષ્ટ ડિઝાઈન જોઈએ છે. તેથી તે આખા હાથ પર ડિઝાઈન કરાવવાનું પસંદ કરે છે. તમે પણ આ હરિયાળી ત્રીજ(Hariyali teej) પર શેડવાળી મહેંદી (mehandi) ડિઝાઇન ટ્રાય કરી શકો છો.

આ મહેંદી (mehandiખુબ સરળ છે તેને ખુબ ઓછા સમયમાં લગાવી શકો છો. તેના માટે ડિઝાઈનની આઉટલાઈન બાદ અંદર શેડ આપવાના હોય છે. જે જોવામાં ખુબ આકર્ષણ લાગે છે.

શેડ વાળી મહેંદી

શેડ વાળી મહેંદી

ફ્લોરલ મહેંદી

તમારી પાસે મહેંદી (mehandi)લગાવવાનો વધુ સમય નથી તો ફ્લોરલ મહેંદી તમારા માટે સારો વિકલ્પ છે. તમે તેની શ્રેષ્ઠ ડિઝાઇન માટે ઇન્ટરનેટની મદદ લઇ શકો છો, આ સિવાય મહેંદી ડિઝાઇનના ઘણા પુસ્તકો પણ બજારમાં ઉપલબ્ધ છે.

ફ્લોરલ મહેંદી

ફ્લોરલ મહેંદી

ડાયગોનલ મહેંદી

હથેળીના એક છેડેથી શરૂ થતી અને બીજા છેડે સમાપ્ત થતી મહેંદી (mehandi)ને ડાયગોનલ મહેંદી કહેવામાં આવે છે. આ મહેંદીથી આખો હાથ પણ ભરાતો નથી અને મહેંદીની સુંદર ડિઝાઈન પણ લગાવવામાં આવે છે. હરિયાળી ત્રીજ (Hariyali teej)પ્રસંગે આ મહેંદી લગાવવી શકો છો.

ડાયગોનલ મહેંદી

ડાયગોનલ મહેંદી

આ પણ વાંચો : Raksha Bandhan 2021: શું હવે તમે ભાઈને ઓનલાઈન રાખડી પણ મોકલાવી શકો છો? જાણો કેવી રીતે મોકલશો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">