AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 ની જગ્યાએ 4 રોટલી ખાઈ જશો! ઘરે જ બનાવો ચટાકેદાર રાજસ્થાની ‘દહીં મરચાં’, જુઓ રેસિપી

રોજ એ જ દાળ-શાક ખાઈને કંટાળી ગયા છો અને કંઈક ચટાકેદાર ખાવાનું મન થઈ રહ્યું છે? તો ઘરે જ મિનિટોમાં રાજસ્થાની સ્પેશિયલ 'દહીં મરચાં' બનાવો. દહીંની ખટાશ અને મરચાંની તીખાશ સાથે બનતી આ વાનગી એટલી ટેસ્ટી લાગશે કે, તમે બે ની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશો.

2 ની જગ્યાએ 4 રોટલી ખાઈ જશો! ઘરે જ બનાવો ચટાકેદાર રાજસ્થાની 'દહીં મરચાં', જુઓ રેસિપી
| Updated on: Sep 06, 2026 | 9:30 PM
Share

શું ક્યારેય એવું બને છે કે, તમારી સામે ગરમાગરમ જમવાનું રાખેલું હોય પરંતુ રોજ એ જ દાળ-રોટલી કે શાક જોઈને ખાવાનું મન ન થાય? એવામાં જીભ કંઈક તીખું અને ચટાકેદાર શોધવા લાગે છે, જેના માટે દહીં મરચાં (દહીં મરચી) એક બેસ્ટ ઓપ્શન છે.

આને બનાવવું એટલું સરળ છે કે, કોઈ પણ તેને રસોડામાં ફટાફટ તૈયાર કરી શકે છે. આના માટે તમારે બજારમાંથી કોઈ ખાસ સામાન લાવવાની પણ જરૂર નથી, બધી વસ્તુઓ તમારા રસોડામાં જ સરળતાથી મળી જશે. દહીંની ખટાશ અને મરચાંની હળવી તીખાશ ભેગા મળીને એવો સ્વાદ આપે છે કે, તમે બે ની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશો.

દહીં મરચાં બનાવવા માટે જરૂરી સામગ્રી

  • લીલા મરચાં – 10 થી 12
  • તાજું દહીં – અડધો કપ (સારી રીતે ફેંટેલું)
  • તેલ – 2 મોટી ચમચી
  • રાઈ અને જીરૂ – અડધી-અડધી ચમચી
  • વરિયાળી – 1 ચમચી (અધકચરી વાટેલી, આનાથી સ્વાદ ખૂબ સરસ આવે છે)
  • હિંગ – એક ચપટી
  • હળદર પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું (સ્વાદાનુસાર)

દહીં મરચાં બનાવવાની સરળ રીત

  1. સૌથી પહેલા લીલા મરચાંને પાણીથી સારી રીતે ધોઈને કોઈ સાફ કપડાથી લૂછી લો. હવે દરેક મરચાની વચ્ચે છરીથી એક લાંબો કાપો (ચીરો) લગાવી દો, જેથી ચડતી વખતે મસાલો અંદર સુધી સરળતાથી જઈ શકે. જો મરચાં વધારે લાંબા હોય, તો તમે તમારી અનુકૂળતા મુજબ તેના બે ટુકડા પણ કરી શકો છો.
  2. હવે ગેસ પર એક પેન કે નાની કઢાઈ મૂકો અને તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતાં જ તેમાં રાઈ, જીરૂ, હિંગ અને વાટેલી વરિયાળી ઉમેરી દો. રાજસ્થાની વાનગીમાં વરિયાળીની સુગંધ આ ડિશની અસલી જાન હોય છે. હવે જેવા મસાલા સંતળાવા (Shallow Frying) લાગે, કળાઈમાં કાપેલા લીલા મરચાં નાખી દો અને તેને 2 થી 3 મિનિટ સુધી મધ્યમ આંચ પર હળવા ફ્રાય કરો.
  3. હવે મરચાં થોડા નરમ થઈ જાય, ત્યારે તેમાં હળદર, ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરી દો. મસાલાને મરચાં સાથે સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ ગેસની આંચ એકદમ ધીમી કરી દો અને કઢાઈમાં ફેંટેલું દહીં ઉમેરો.
  4. દહીં નાખતા જ તેને સતત ચમચાથી હલાવતા રહો. એવું કરવું ખૂબ જરૂરી છે, જેથી દહીં ફાટી ન જાય. આને ત્યાં સુધી ચડવા દો, જ્યાં સુધી દહીંનું પાણી પૂરી રીતે સુકાઈ ન જાય અને મસાલાની કિનારીઓ પરથી તેલ અલગ ન થવા લાગે.
  5. બસ, તમારા શાનદાર અને ચટાકેદાર રાજસ્થાની દહીં મરચાં એકદમ તૈયાર છે. તમે આને દાળ-ભાત, ભરેલા પરોઠા કે સાદી રોટલી સાથે સાઈડ ડિશ તરીકે પીરસી શકો છો. સૌથી સારી વાત એ છે કે, તમે આને એક એરટાઈટ ડબ્બામાં બંધ કરીને ફ્રિજમાં પણ રાખી શકો છો અને 4-5 દિવસ સુધી તેના સ્વાદની મજા માણી શકો છો.

Daulat Ki Chat: દિલ્હીની ફેમસ દોલત કી ચાટ હવે ઘરે બનાવો, જાણો ફોમ જેવી આ મીઠાઈની સરળ રેસિપી

Follow Us
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
g clip-path="url(#clip0_868_265)">