આ પ્રકારે બનાવો માર્કેટ સ્ટાઈલ માવા જલેબી, જાણો તેની રીત

આ પ્રકારે બનાવો માર્કેટ સ્ટાઈલ માવા જલેબી, જાણો તેની રીત
Mawa-jalebi-recipe

Mawa Jalebi: જલેબીએ ભારતીય ભોજનની પ્રિય વાનગી છે, પરંતુ ઘણી ગૃહિણીને તેના બનાવવામાં સમસ્યા આવે છે અથવા માર્કેટ જેવા સ્વાદમાં નથી બનતી આજે અમે તમને માવા જલેબી ઘરે જ માર્કેટ જેવી સ્વાદિષ્ટ કેવી રીતે બનાવી શકાય તેની રેસીપી આપવા જઇ રહ્યા છીએ

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Apr 21, 2022 | 1:53 PM

માવા જલેબી એક એવી મીઠાઈ છે જે ઉત્તર ભારતીય ભોજનમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેને ઘરે સરળતા (Recipe)થી બનાવી શકાય છે. મેંદો, માવો અને દૂધ જેવી ખૂબ જ સરળ સામગ્રીમાંથી બનેલી આ મીઠી વાનગી એકદમ સ્વાદિષ્ટ છે. માવા અને દૂધના યોગ્ય મિશ્રણને કારણે આ જલેબી (Mawa Jalebi)ની બનાવટમાં નરમાંશ આવે છે.પરંપરાગત રીતે, જલેબીને સર્પાકાર (ગુંચળા) કરવામાં આવે છે અને રિફાઈન્ડ તેલ અથવા ઘીમાં તળવામાં આવે છે. તે વેનીલા આઈસ્ક્રીમ અથવા રબડી સાથે પણ ખાય શકાય છે! સાદી મીટિંગ હોય કે ભવ્ય પાર્ટી, આ સ્વીટ ચોક્કસ દિલ જીતી લેશે. તમારી આગામી કીટી પાર્ટી, પ્રસંગ અથવા શિયાળાની સાંજમાં તેને નાસ્તા તરીકે સર્વ કરી શકો છો.

200 ગ્રામ માવો

50 ગ્રામ મેંદો

300 ગ્રામ ખાંડ

10-12 તાંતણા કેસર

1 ચમચી ઘી

1 ચમચી ઘી આ સ્વાદિષ્ટ ડેઝર્ટ રેસીપી બનાવવા માટે એક મોટું બાઉલ લો અને તેમાં રિફાઈન્ડ મેંદો ઉમેરો. આગળ, પાણી ઉમેરો અને બધા ગઠ્ઠા ઓગળી જાય ત્યાં સુધી હલાવો. થોડું વધારે પાણી ઉમેરીને પાતળું જાડું બેટર બનાવો. બેટરને 4-5 મિનીટ સુધી ફેટો મિક્સ કરો, ઢાંકીને એક કલાક માટે ગરમ જગ્યાએ રાખો.

હવે, છીણેલા માવામાં 2-3 ચમચી દૂધ ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી તેને મેશ કરો. આને પણ એક કલાક માટે ઢાંકીને રાખો.1 કલાક પછી માવામાં લોટનું મિશ્રણ ઉમેરો અને બધી સામગ્રી બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો. માવા જલેબી બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે.

હવે એક નાના બાઉલમાં 1 ચમચી પાણીમાં કેસર ઓગાળી લો. આ પછી એક તવાને મધ્યમ આંચ પર રાખો અને તેમાં ખાંડ અને કપ પાણી નાખો. ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય પછી 2-3 મિનિટ માટે પકાવો. ચાસણીની સુસંગતતા તપાસો. ચાસણી તૈયાર થાય એટલે તેમાં કેસરનું પાણી ઉમેરી ગેસ બંધ કરી દો.

આ પછી એક હેવી બેઝ પેનમાં ઘી ગરમ કરો. જલેબીના મિશ્રણને મલમલના કપડામાં ભરીને સંપૂર્ણપણે બાંધી લો અને તળિયે નાનું કાણું પાડો. ઘી પૂરતું ગરમ ​​થાય એટલે સર્પાકારમાં નાની જલેબી બનાવી લો. એક તપેલીમાં 3-4 જલેબી અથવા બને તેટલી જલેબી બનાવો. તેમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને પ્લેટમાં કાઢી લો.

આ જલેબીઓને ખાંડની ચાસણીમાં 2 મિનિટ પલાળી રાખો અને પછી બીજી પ્લેટમાં કાઢી લો. એ જ રીતે બધી જલેબી તૈયાર કરો. માવા જલેબીને રબડી કે ખીર સાથે ગરમાગરમ સર્વ કરો.

આ પણ વાંચો :યુક્રેનના મિસાઈલ હુમલામાં રશિયાનું યુદ્ધ જહાજ મોસ્કવા નષ્ટ થયું, હવે ભારતીય નૌકાદળ કરી રહી છે અભ્યાસ

આ પણ વાંચો :જહાંગીરપુરીમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ યથાવત, 2 અઠવાડિયા પછી થશે સુનાવણી, SCએ સરકારને એફિડેવિટ દાખલ કરવા કહ્યું

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati