Holi 2022: હોળી પર બનાવો આ તેલ વગરનો નાસ્તો, સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

|

Mar 16, 2022 | 5:22 PM

તમે કોઈપણ પ્રકારના તેલનો ઉપયોગ કર્યા વગર મસાલેદાર, ક્રન્ચી અને સ્વાદિષ્ટ નાસ્તા બનાવી શકો છો. તેમાં મસાલા ચણા, મસાલેદાર મગફળી ભેળ અને આલૂ ચાટ વગેરેનો સમાવેશ થાય છે.

Holi 2022: હોળી પર બનાવો આ તેલ વગરનો નાસ્તો, સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક
File Image

Follow us on

ઘણા લોકો હોળી (Holi 2022) માટે પાર્ટીનું આયોજન કરે છે. આ દરમિયાન લોકો ડાન્સ કરે છે અને ગીતો ગાય છે, રંગો સાથે રમે છે અને ઘણી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણે છે. આ પ્રસંગે તમે વિવિધ પ્રકારના નાસ્તા (Snacks) બનાવી શકો છો. પરંતુ ઘણા નાસ્તામાં તેલનો વધુ પડતો ઉપયોગ થાય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમે કોઈપણ પ્રકારના તેલનો ઉપયોગ કર્યા વગર મસાલેદાર, ક્રન્ચી અને સ્વાદિષ્ટ નાસ્તા બનાવી શકો છો. તેમાં મસાલા ચણા, મસાલેદાર મગફળી ભેળ અને આલૂ ચાટ વગેરેનો સમાવેશ થાય છે. આવો જાણીએ કે તમે બીજા કયા મસાલેદાર નાસ્તા બનાવી શકો છો અને તેને કેવી રીતે બનાવશો.

મસાલા ચણા

આ નાસ્તો ખૂબ જ હેલ્ધી અને ક્રિસ્પી છે. આ માટે 1 કપ બાફેલા ચણા લો. તેમાં ટીસ્પૂન જીરું પાવડર, ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરો. હવે ચણાને 10થી 15 મિનિટ શેકો. તમે એર ફ્રાયરનો ઉપયોગ કરીને પણ આ વાનગી બનાવી શકો છો.

મસાલેદાર મગફળી ભેળ

આ નાસ્તો બનાવવો ખૂબ જ સરળ છે. તેને બનાવવામાં ઘણો ઓછો સમય લાગે છે. આ માટે 2 કપ મગફળીને પલાળીને ઉકાળો. આ પછી 1 ટામેટુ, 1 ડુંગળી, 3 લીલા મરચાં, 1 કાકડી, 1 ગાજર કાપો. હવે એક બાઉલ લો. તેમાં બાફેલી મગફળી અને સમારેલા શાકભાજી ઉમેરો. આ પછી તેમાં લીંબુનો રસ, 1 ચમચી લાલ મરચું પાવડર, ટીસ્પૂન ચાટ મસાલો, શેકેલું જીરું પાવડર ઉમેરો. તેમાં મુઠ્ઠીભર કોથમીર અને સેવ ઉમેરો અને તેની મજા લો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રીંગણના પિજ્જા

આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. તમે ઘરે સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી શકો છો. આ વાનગી બનાવવા માટે રીંગણના થોડા જાડા ટુકડા કાપી લો. તેના પર ટામેટાની ચટણી અથવા કેચપ ફેલાવો. તેના પર મોઝેરેલા ચીઝ બિટ્સ મૂકો. ઓરેગાનો, મીઠું, મરી અને ચીલી ફ્લેક્સ સાથે અમુક શાકભાજી ઉમેરો. તેને 5થી 7 મિનિટ માટે બેક અથવા ગ્રિલ કરો. ત્યારબાદ તેને ગરમાગરમ સર્વ કરો.

આલુ ચાટ

આ આલૂ ચાટ બનાવવા માટે બટાકાને બાફીને ટ્રેમાં રાખો. એક ચપટી મીઠું અને મરી ઉમેરો અને તેને બેક કરો. એક બાઉલ લો. તેમાં દહીં, લાલ મરચું પાવડર, કાળા મરી, સીંધાલુણ મીઠું, જીરું પાવડર અને થોડી ખાંડ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. તેના પર બટાકા મૂકો. તેમાં સમારેલા શાકભાજી અને મુઠ્ઠીભર કોથમીર નાખીને સેવથી ગાર્નિશ કરો. તમે આ વાનગીને લીલી કે લાલ ચટણી સાથે સર્વ કરી શકો છો.

આ પણ વાંચો: Health: સ્વસ્થ રહેવા માટે શાકાહારી લોકોએ આહારમાં પ્રોટીનથી ભરપૂર આ 7 શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ

આ પણ વાંચો: કરિશ્મા તન્નાનું ફિટનેસ સિક્રેટ : આ ત્રણ એક્સરસાઈઝની મદદથી રહે છે ફિટ એન્ડ સ્લિમ

Next Article