AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Foods: હવે રાત્રે તમારી ઊંઘ ખરાબ નહીં થાય! આ ખોરાક ખાશો તો આવી જશે ધસધસાટ ઊંઘ

એક વાર જો ઉંધવાની સાયકલ બગડી ગઈ તો તેને યોગ્ય કરવી સરળ નથી. નીંદર ન આવવાની સમસ્યા ના કારણે કેટલાક લોકો માટે મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની જરૂર પણ પડે છે.

Sleeping Foods:  હવે રાત્રે તમારી ઊંઘ ખરાબ નહીં થાય! આ ખોરાક ખાશો તો આવી જશે ધસધસાટ ઊંઘ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 11:44 AM
Share

શરીરને સ્વસ્થ રાખવા માટે આહારની સાથે સારી ઊંઘ પણ જરૂરી છે. જો પૂરતી ઊંઘ ન આવે તો તેની અસર સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. ટેક ગેજેટ્સના વધુ પડતા ઉપયોગને કારણે લોકોની ઊંઘનું ચક્ર બગડી ગયું છે. કેટલાક લોકો સૂવા માટે પથારીમાં જાય છે પરંતુ તેમને સૂવા માટે કલાકો સુધી સંઘર્ષ કરવો પડે છે.એકવાર ઊંઘનું ચક્ર ખોરવાઈ જાય તો તેને ઠીક કરવું એટલું સરળ નથી. ઊંઘ ન આવવાની સમસ્યાને કારણે કેટલાક લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ પણ લેવી પડે છે.

જો કે, તમે પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું, જેના કારણે તમને ગાઢ ઊંઘ આવશે.

બદામ

જ્યારે પણ યાદશક્તિ વધારવાની વાત આવે છે ત્યારે બદામનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. પરંતુ આ સિવાય તે સારી ઊંઘ માટે પણ ફાયદાકારક છે. જે લોકોને રાત્રે ઊંઘમાં તકલીફ થતી હોય તેમણે બદામ જરૂર ખાવી જોઈએ. મોટાભાગના લોકો એ નથી જાણતા કે કેટલી બદામ ખાવી જોઈએ, તો તમારે સૂતા પહેલા 2 બદામ ખાવી જોઈએ.

દૂધ

દૂધને સંપૂર્ણ આહાર તરીકે ઓળખવામાં આવે છે. કેલ્શિયમની ભરપૂર માત્રાને કારણે દૂધ ઊંઘની સમસ્યાને પણ દૂર કરે છે. ઊંઘની સમસ્યામાં રાત્રે હળદરવાળું દૂધ પીવું. સૂવાના લગભગ 30 મિનિટ પહેલા હળદરવાળું દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.

કેળા

કેળામાં આર્યનની માત્રા વધારે હોય છે પરંતુ બોડીને મજબુત બનાવનાર આ ફળ ઊંધની સમસ્યામાં ખુબ ફાયદાકારક છે. રોજ સવાર કેળા ખાવાથી ઊંધ ન આવવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

કાજુ

કહેવાય છે કે સૂતા પહેલા કાજુ ખાવા જોઈએ. આ સારી ઊંઘ માટે મદદરૂપ છે. તમને જણાવી દઈએ કે કાજુ આપણી નસોને આરામ આપવામાં મદદ કરે છે. તેમાં રહેલું મેંગેનીઝ આપણને આરામથી ઊંઘવામાં મદદ કરે છે. કાજુમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોતી નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓ તેને રાત્રિ લઈ શકે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
g clip-path="url(#clip0_868_265)">