Bullet Trainનો કેટલા કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર છે? રેલમંત્રીએ આપી માહિતી, જુઓ વીડિયો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે નવી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, પ્રોજેક્ટનો 300 કિલોમીટરના વાયડક્ટ બનાવી તૈયાર થઈ ગયો છે.ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારના રોજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે એક નવી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલવે (MAHSR) પ્રોજેક્ટમાં એક મોટું કામ પૂર્ણ કર્યું છે. આ પ્રોજેક્ટમાં 300 કિલોમીટર વાયાડક્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.
રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ પોસ્ટ થયેલા વીડિયોમાં તેમણે જણાવ્યું કે, આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કેટલો કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર થયો છે. તેમણે પોસ્ટમાં લખ્યું 300 કિમી વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આનો મતલબ એ છે કે, બુલેટ ટ્રેનના રસ્તાાનું 300 કિલોમીટરના ભાગના થાંભલા બની ચૂક્યા છે. વાયડક્ટનો મતલબ છે પુલ જેના પર ટ્રેન ચાલશે.
300 km viaduct completed. — Bullet Train Project pic.twitter.com/dPP25lU2Gy
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 20, 2025
મુંબઈ સ્ટેશનનું કેટલું કામ પૂર્ણ થયું છે?
મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં બની રહ્યો છે. આ સ્ટેશન જમીનની નીચે હશે. અહિ 76 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે. લાંબા સમયની રાહ જોયા બાદ હવે આપણા ભારતમાં પણ બુલેટ ટ્રેન દોડવા જઈ રહી છે. દેશની પહેલી બુલેટ ટ્રેન ટૂંક સમયમાં દોડવા જઈ રહી છે.
Terminal for India’s first bullet train!
Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9x
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023
ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સરકાર 2026 સુધીમાં દેશમાં બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના ધરાવે છે,રિપોર્ટ મુજબ આમાં ગુજરાતના 8 સ્ટેશન પર 48 એસ્કેલેટર અને મહારાષ્ટ્રના 4 સ્ટેશન પર 42 એસ્કલેટર લગાવવામાં આવશે.
