AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હવે ઘરેણામાં જોવા મળશે AIની કમાલ, AI Impact Expo 2026માં ભારતનું નવું લક્ઝરી AI જ્વેલરી બ્રાન્ડ લોન્ચ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે જીવન જીવવાની રીત બદલી રહ્યું છે. હવે પ્રથમ વખત AIનો ઉપયોગ ડાયમંડ જ્વેલરી ડિઝાઇન અને નિર્માણમાં કરવામાં આવ્યો છે, જ્યાં ટેક્નોલોજી અને પરંપરાગત કારીગરીનો અનોખો સંગમ જોવા મળે છે.

Breaking News:  હવે ઘરેણામાં જોવા મળશે AIની કમાલ, AI Impact Expo 2026માં ભારતનું નવું લક્ઝરી AI જ્વેલરી બ્રાન્ડ લોન્ચ
AI Designed Green Diamond Jewellery Brand DAIMANTE Launched at AI Summit 2026Image Credit source: Social Media
| Updated on: Feb 17, 2026 | 8:56 AM
Share

આજના સમયમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યું છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા AI Summit 2026 દરમિયાન ટેક્નોલોજીનો એક અનોખો Start-upએ સૌના ધ્યાનનું કેન્દ્ર બન્યું છે. આ પ્રોજેક્ટ છે ‘જ્વેલરી ક્ષેત્રમાં AIનો પ્રવેશ’.

લેબમાં ડાયમંડ બનાવતી કંપની Caratix Jovella Pvt. Ltd. એ પોતાના નવા લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ DAIMANTÉ ને ભારતીય બજારમાં લોંચ કર્યો છે. કંપનીનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ ડાયમંડ ક્ષેત્રે ભવિષ્યમાં ટેક્નોલોજી અને ડિઝાઇન પર આધારિત રહેશે.

AI અને કારીગરીનો અનોખો સંગમ

DAIMANTÉ ની દરેક જ્વેલરી પીસની શરૂઆત AI ડિઝાઇનથી થાય છે. બ્રાન્ડ તેના દરેક જ્વેલરી પીસ તૈયાર કરવા સૌ પ્રથમ AI આધારિત ડિઝાઇન તૈયાર કરે છે, ત્યારબાદ ભારતીય કારીગરો પોતાની કુશળતા વડે તેને જીવંત સ્વરૂપ આપે છે. આ રીતે ટેક્નોલોજીની કલ્પનાને પાંખ મળે છે અને કારીગરો તેને આત્મા આપે છે.

કિંમત અને કલેક્શન

બ્રાન્ડની શરૂઆત ‘Talisman’ પેન્ડન્ટ કેન્દ્રિત કલેક્શનથી થઈ છે, જે પ્રાચીન પ્રતીકો પરથી પ્રેરિત છે. સુરક્ષા, શક્તિ અને પરિવર્તનના સંદેશ સાથે દરેક ડિઝાઇન વ્યક્તિગત ઓળખ પ્રદર્શિત કરે છે. આ કલેક્શન રિસાયકલ્ડ 14-18 કેરેટ સોનામાં બનાવાયું છે અને IGI પ્રમાણિત લેબ-ગ્રોન ડાયમંડ ((Lab-grown diamond)થી સજ્જ છે. તેની શરૂઆતની કિંમત આશરે 30,000 રૂપિયાથી થાય છે, જે યુવા પેઢી માટે ડિઝાઇનર ડાયમંડને વધુ સસ્તું બનાવે છે.

કયા પ્રકારના ડાયમંડનો ઉપયોગ થાય છે?

DAIMANTÉ દ્વારા બનાવાતા Type II-A ડાયમંડ CVD ટેક્નોલોજીથી વિકસાવવામાં આવે છે. આ હીરા કુદરતી હીરા જેટલી જ ચમક અને મજબૂતી ધરાવે છે, પરંતુ તેમાં ખનન સંબંધિત પર્યાવરણીય નુકસાન નથી. તમામ ડાયમંડ Renewable Energy(રિન્યુએબલ એનર્જી)થી બનાવવામાં આવે છે, સાથે Re-cycled Gold (રિસાયકલ્ડ ગોલ્ડ) અને Eco-friendly (ઇકો-ફ્રેન્ડલી) પેકેજિંગનો ઉપયોગ થાય છે.

બ્રાન્ડના CEO અને ફાઉન્ડર સની કુમાર મુજબ, AI એવા ડિઝાઇન લાવવામાં મદદ કરે છે જે સામાન્ય રીતે કલ્પના બહાર હોય છે, પરંતુ અંતિમ સ્પર્શ હંમેશા કારીગરોના હાથોથી જ મળે છે.

ગુણવત્તા અને વિશ્વાસ

હાલમાં બધા ડાયમંડ્સ રિન્યુએબલ એનર્જીથી તૈયાર કરવામાં આવે છે. રિસાયકલ્ડ ગોલ્ડ અને ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ સાથે દરેક જ્વેલરી પીસ IGI અથવા SGL પ્રમાણિત છે અને BIS હોલમાર્કિંગ સાથે ઉપલબ્ધ છે. ઉપરાંત, ગ્રાહકોને લાઇફટાઇમ એક્સચેન્જ અને બાયબેક ગેરંટી પણ આપવામાં આવે છે.

DAIMANTÉ Digital First-Brand તરીકે કાર્યરત છે અને પોતાની ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરે છે. ટૂંક સમયમાં પુણેમાં તેનો પ્રથમ ફિઝિકલ સ્ટોર શરૂ થવાનો છે, ત્યારબાદ દેશના મુખ્ય શહેરો બજારોમાં ધીમે ધીમે વિસ્તરણ કરવાની યોજના છે.

Breaking News AI Impact Expo 2026: દિલ્હીમાં આયોજિત AI સમિટનો શું છે એજન્ડા? જાણો મહેમાનોથી લઇને વ્યવસ્થા સુધીની સંપૂર્ણ માહિતી

વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
g clip-path="url(#clip0_868_265)">