ઓઇલી સ્કિન માટે કયા પ્રકારનું મોઇશ્ચરાઇઝર છે યોગ્ય? વાંચો સંપૂર્ણ માહિતી

ત્વચાને સ્વસ્થ રાખવા માટે તેને હાઇડ્રેટ કરવું જરૂરી છે. જેના માટે, પુષ્કળ પાણી પીવાની સાથે, દૈનિક ત્વચા સંભાળની દિનચર્યામાં મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે ઓઇલી પર મોઈશ્ચરાઈઝર લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ઓઇલી સ્કિન માટે કયા પ્રકારનું મોઇશ્ચરાઇઝર છે યોગ્ય? વાંચો સંપૂર્ણ માહિતી
oily skin
Follow Us:
| Updated on: Mar 29, 2024 | 2:26 PM

સ્વસ્થ અને ચમકદાર ત્વચા મેળવવા માટે, ત્વચા સંભાળની દૈનિક દિનચર્યાને યોગ્ય રીતે અનુસરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં CTM એટલે કે ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકો માને છે કે શુષ્ક ત્વચાવાળા લોકો માટે જ મોઇશ્ચરાઇઝર જરૂરી છે, પરંતુ દરેક પ્રકારની ત્વચાને પોષણની જરૂર હોય છે અને તેથી દરરોજ મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. જો કે તૈલી ત્વચા ધરાવતા લોકોએ મોઈશ્ચરાઈઝર સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ઓઇલી ત્વચાવાળા લોકો મોઇશ્ચરાઇઝર ટાળે છે અથવા તો મોઇશ્ચરાઇઝર લગાવતી વખતે અને પસંદ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે ત્વચા વધુ તૈલી દેખાવા લાગે છે અને પિમ્પલ્સની સમસ્યા પણ શરૂ થાય છે. આ માટે મોઈશ્ચરાઈઝર ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો જાણીએ.

ઓઇલી સ્કિન માટે કયું મોઇશ્ચરાઇઝર પસંદ કરવું ?

તૈલી ત્વચા માટે હળવા વજનનું મોઈશ્ચરાઈઝર પસંદ કરવું વધુ સારું છે, કારણ કે તેમાં વધુ તેલ હોતું નથી અને તેથી તે ત્વચામાં સરળતાથી શોષાઈ જાય છે. જેના કારણે ત્વચા પર કોઈ ચીકાશ અનુભવાતી નથી. આ માટે ક્રીમ બેઝને બદલે જેલ બેઝ અથવા વોટર બેઝ મોઈશ્ચરાઈઝર પસંદ કરો. આ પ્રકારના મોઇશ્ચરાઇઝર્સ ખાસ કરીને ઓઇલી ત્વચાવાળા લોકો માટે બનાવવામાં આવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઘટકોની કાળજી લો

મોઇશ્ચરાઇઝર પસંદ કરતી વખતે એ તપાસો કે તેમાં કયા ઘટકો છે. એલોવેરા, કાકડી, ગુલાબજળ, ટી ટ્રી ઓઈલ, નારંગી જેવી વસ્તુઓમાંથી બનાવેલ મોઈશ્ચરાઈઝર તૈલી ત્વચાવાળા લોકો માટે યોગ્ય છે. ઓઇલી સ્કિન ધરાવતા લોકોએ વધુ પડતા મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ ન કરવો જોઈએ.

આ રીતે લો ઓઇલ સ્કિનની સંભાળ

જ્યારે ત્વચામાં સીબુમ (એક તત્વ જે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે)નું ઉત્પાદન વધવા લાગે છે, ત્યારે ચહેરો તૈલી દેખાવા લાગે છે. ઉનાળામાં આ સમસ્યા વધુ વધી જાય છે. ત્વચાના વધારાના તેલને નિયંત્રિત કરવા માટે દિવસમાં બેથી ત્રણ વખત ફેસવોશ કરવો જોઈએ. આ સિવાય તૈલી ત્વચા ધરાવતા લોકોએ પણ ટોનરનો ઉપયોગ કરવો જોઈએ અને ઓઈલ ફ્રી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">