Beauty Tips : શું તમને પણ પિમ્પલની સમસ્યા સતાવે છે ? ચિંતા કરવાની જરૂર નથી આ ઘરેલું નુસ્ખાઓ અપનાવો

આ ટીપ્સનું પાલન કરતી વખતે કોઈ બ્યુટી ક્રિમનો ઉપયોગ ન કરવો જોઇએ. ત્વચાના આરોગ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઘણા કિસ્સાઓમાં, પિમ્પલ્સ થોડા કલાકોમાં અદૃશ્ય થઈ જાય છે

Beauty Tips : શું તમને પણ પિમ્પલની સમસ્યા સતાવે છે ? ચિંતા કરવાની જરૂર નથી આ ઘરેલું નુસ્ખાઓ અપનાવો
After adopting these homemade remedies you will get clear skin

હાલના સમયમાં જો મોટાભેગના નવ યુવાનોને ચહેરાની કોઇ સમસ્યા સતાવતી હોય તો તે છે ખીલની. બદલાયેલી જીવનશૈલી, ખાનપાનની રીત અને ફાસ્ટફૂડનું વધુ પડતુ સેવન અથવા તો ઉંઘ પૂરી ન થવાથી પણ પિમ્પલની સમસ્યા ઉભી થાય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે સુંદર લાગે, તેનો ચહેરો ડાઘ ધબ્બા વિનાનો હોય. ચાલો ત્યારે આજે નજર કરીએ ખીલ દૂર કરવાનાં દેસી અને એકદમ સસ્તા ઉપાય પર. જે માટે તમારે કોઇ કેમિકલ, દવાઓ કે ક્રિમનો ઉપયોગ કરવો નહીં પડે અને પિમ્પલ્સથી છૂટકારો પણ મળી જશે.

સૌ પહેલાં તો ખિલની (Pimples) સમસ્યા હોય અને સ્કિનની કેર (Skin Care) કરવાં માંગો છો તો પુષ્કળ પાણી પીવું. આહારમાં સંતુલન જાળવવું જરૂરી છે. જંક ફૂડ જો ખાતા હોવ તો તેનું સેવન સદંતર બંધ કરી દો. આમ કરવાથી પિમ્પલ્સ નહીં થાય, જો સ્કિન ખુબજ ખરાબ થઇ ગઇ હશે તો તે ધીમે ધીમે સુધરવા લાગશે.

ખીલની સમસ્યાથી છુટકારો મેળવા માટે આઇસ ક્યુબને સુતરાઉ કાપડમાં લપેટી લો અને તેને ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે પિમ્પલ્સ પર મૂકો. દરરોજ આ કરવાથી સારું પરિણામ મળશે.

મધ ત્વચાની સુંદરતા વધારવા માટે ઉત્તમ ઔષધી છે. તો મધ ખીલની સમસ્યા પણ હલ કરે છે. રાત્રે પમ્પલ્સ પર મધના બે ટીપા લગાવો અને હળવા હાથે મસાજ કરો. 20 મિનિટ બાદ તેને હુફાળા પાણીથી ધોઇ નાખો. મધના એન્ટીબેક્ટેરિયલ ગૂણ ખીલની સમસ્યા ઘટાડે છે.

ટી ટ્રી ઓઈલમાં પુષ્કળ એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ છે. તે થોડું ખર્ચાળ હોવા છતાં સારું કામ કરે છે. જો કે, ટી ટ્રી ઓઇલ સીધું પિમ્પલ્સ પર ન લગાવવું જોઈએ. તેને નાળિયેર તેલના બે ટીપાંમાં મિક્સ કરીને પિમ્પલ્સ પર માલિશ કરો. થોડા કલાકો પછી તે નવશેકા પાણીથી મો ધોઇ લો. ખીલની સમસ્યા દૂર થઇ જશે.

શું તમારા ઘરમાં એસ્પિરિનની ગોળીઓ છે? જો હા તો, તેને દબાવીને ભુકો કરી લો અને તેમાં થોડું પાણી ઉમેરી તેને પિમ્પલ્સ પર લગાવી લો. થોડી બળતરા થશે પણ તેનાંથી પિમ્પલ્સ અને તેની લાલાશ જતી રહેશે.

ગ્રીન ટીમાં સમાન ગુણધર્મો છે. ચાની થેલીને ગરમ પાણીથી ઉકાળો. એકવાર ઠંડુ થયા પછી, પિમ્પલ્સ પર તે ગ્રીન ટીની બેગ મુકી દો. થોડો સમય રહેવા દઇ હળવે હાથે માલિશ કરો. થોડા કલાકો પછી ચહેરો હળવા પાણીથી ધોઇ લો.

પિમ્પલ્સથી છુટકારો મેળવવા માટે ઉત્તમ ઉપાય છે એલોવેરા જેલ. તેનાંથી પણ ચહેરાની સુંદરતા ચમકશે એટલું જ નહીં તેનાં નિયમિત ઉપયોગથી પિમ્પલ્સ દૂર થઇ જશે.

આ ટીપ્સનું પાલન કરતી વખતે કોઈ બ્યુટી ક્રિમનો ઉપયોગ ન કરવો જોઇએ. ત્વચાના આરોગ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઘણા કિસ્સાઓમાં, પિમ્પલ્સ થોડા કલાકોમાં અદૃશ્ય થઈ જાય છે, જ્યારે અન્ય થોડા દિવસો સુધી ચાલે છે. તે બધાથી છૂટકારો મેળવવા માટે ધૈર્યની જરૂર છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 16 સપ્ટેમ્બર: વ્યવસાયમાં, તમારે નવા પ્રયોગો અજમાવવા જોઈએ, વ્યવસાયિક દૃષ્ટિકોણથી સંજોગો તમારી તરફેણમાં

આ પણ વાંચો –

Hrithik Roshanના ફોટામાંથી ખુલ્લી ઘરમાં સીલનની પોલ, કરોડોમાં છે કમાણી તો પણ નાક કાપાવ્યું

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati