AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshanના ફોટામાંથી ખુલ્લી ઘરમાં સીલનની પોલ, કરોડોમાં છે કમાણી તો પણ નાક કાપાવ્યું

બોલીવુડ અભિનેતા હૃતિક રોશનને ચાહકોએ થોડા સમય પહેલા ફિલ્મ વોરમાં જોયા હતા. આ ફિલ્મ પડદા પર સુપરહિટ રહી હતી. હમણાં હૃતિકે એક ફોટો શેર કર્યો છે, જેના પછી તે છવાઈ ગયા છે ...

Hrithik Roshanના ફોટામાંથી ખુલ્લી ઘરમાં સીલનની પોલ, કરોડોમાં છે કમાણી તો પણ નાક કાપાવ્યું
Hrithik Roshan, Pinkie Roshan
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 6:24 AM
Share

બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન (Hrithik Roshan) તેમના ડાન્સ, સ્ટાઇલ અને અભિનયના આધારે તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. જેમણે પોતાની પહેલી જ ફિલ્મથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. હૃતિકનાં ચાહકો અભિનેતા સાથે સંબંધિત દરેક સમાચાર જાણવા આતુર છે. તાજેતરમાં જ હૃતિકે એવો ફોટો શેર કર્યો છે, જે બાદ તે ચર્ચામાં આવી ગયા છે.

પોતાની દરેક ફિલ્મોમાંથી કરોડોની કમાણી કરનાર હૃતિક રોશને તાજેતરમાં એક ફોટો શેર કર્યો છે, જેમાં અભિનેતાની માતા (Pinkie Roshan) જોવા મળી રહી છે, પરંતુ આ ફોટામાં તેના ઘરની દીવાલ પર ભેજ જોવા મળી રહી છે, જેના પર લોકો અભિનેતાને ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કેમ ફોટોને કારણે છવાયા હૃતિક રોશન?

એક સમાચાર અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ 370 મિલિયન છે. આવી સ્થિતિમાં, હવે જ્યારે અભિનેતાનો ફોટો સામે આવ્યો છે, ચાહકો તેના ઘરની દિવાલ પર દેખાતા ભેજ અંગે સવાલ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ ફોટો શેર કરતી વખતે, હૃતિકે કેપ્શનમાં લખ્યું છે કે મારી માતા સાથે આળસ ભરી બ્રેકફાસ્ટ ડેટ દરમિયાન .. બુધવારનાં દિવસે રવિવાર વાળી ફિલિંગ સૌથી સારી હોય છે. હવે તમે પણ એક વખત તમારી માતાને ગળે લગાવો.

તમને જણાવી દઈએ કે હૃતિકની આ તસ્વીરમાં તે પોતે પણ પોતાના મોબાઈલમાંથી સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે અને તેમની માતા બાલ્કનીમાં ઉભી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફોટામાં પાછળની દીવાલ પણ દેખાય છે, જેના પર ભેજના કારણે પોપડો ઉતરતો જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે હૃતિક રોશન પોતાની ભૂતપૂર્વ પત્ની સુઝેન, બાળકો અને માતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. અભિનેતા હૃતિક બે પુત્રોના પિતા છે. લોકડાઉન દરમિયાન, સુઝેન તેમના બંને બાળકોની નજીક રહેવા માટે હૃતિકના ઘર પર રહી હતી.

બીજી બાજુ, વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, હૃતિક અને દીપિકા પદુકોણ ફિલ્મ ‘ફાઇટર’માં સાથે જોવા મળવાના છે. આ સિવાય એવા સમાચાર છે કે હૃતિક સૌરવ ગાંગુલીની બાયોપિકમાં પણ પોતાની ભૂમિકા ભજવી શકે છે. સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌરવ ગાંગુલીને હૃતિક રોશન પડદા પર જીવવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો :- મુંબઈમાં અભિનેતા Sonu Soodના ઘરે અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ, એકાઉન્ટ બૂકમાં ગડબડનો આરોપ

આ પણ વાંચો :- Salman Khan અભિનીત ‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મને લઈ આવ્યું મોટું અપડેટ, ફિલ્મ બંધ થવા પર નિર્માતાઓએ તોડ્યું મૌન

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">