History of Perfume : શોખ બડી ચીજ હૈ… શું તમે પણ પરફ્યુમના શોખીન છો? તો જાણો પરફ્યુમના ઈતિહાસ વિશે…

History of Perfume : મેસોપોટેમીયામાં, તાપુત્તી નામની સ્ત્રીએ તેલ અને ફૂલોનું મિશ્રણ કરીને પ્રથમ અત્તર બનાવ્યું હતું.

History of Perfume : શોખ બડી ચીજ હૈ... શું તમે પણ પરફ્યુમના શોખીન છો? તો જાણો પરફ્યુમના ઈતિહાસ વિશે...
History of Perfume
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 10:26 AM

History of Perfume : પરફ્યુમ એ ફ્રેન્ચ શબ્દ છે. અત્તરએ ફારસી છે, તે ‘અત્ર’માંથી બન્યો છે. પરફ્યુમ એટલે છોડ, ફૂલો અને પાંદડામાંથી બનાવેલી કુદરતી સુગંધિત તેલ. અત્યારે આપણે જે પરફ્યુમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે લેટિન શબ્દ “per fumus” પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ધુમાડા દ્વારા. પાછળથી રોમનો, ફારસી અને આરબો દ્વારા તેનું વર્ણન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Perfume અને Deodorant વચ્ચે શું તફાવત છે? જાણો ક્યારે અને કેવી રીતે કરવો જોઇએ ઉપયોગ

શાહી કબરોની દિવાલો પરના ચિત્રો પરફ્યુમની સ્ટોરી કહે છે

એવું માનવામાં આવે છે કે, અત્તરને ભરવાડો દ્વારા લાવવામાં આવેલી જડીબુટ્ટીઓમાંથી મળી આવ્યું હતું. જે સળગ્યા બાદ સુગંધ આવતી હતી. બાદમાં તેને પરફ્યુમ તરીકે ઓળખ મળી. ઇજિપ્તમાં 400 વર્ષ પહેલાં પ્રથમ વખત પરફ્યુમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઇજિપ્તમાં વેલી ઑફ ધ કિંગ્સમાં બનેલા શાહી કબરોની દિવાલો પરના ચિત્રો પરફ્યુમની સ્ટોરી કહે છે. ઇતિહાસમાં તેની શરૂઆત મેસોપોટેમિયન, ફારસ (ઇરાન) અને ઇજિપ્તની સંસ્કૃતિ સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે.

હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ
કેરળની જેમ રાજકોટનું નામ પણ બદલાશે? જાણો શું છે Rajkot નું પ્રાચીન નામ
Indian Railway : શતાબ્દી અને જન શતાબ્દી ટ્રેનમાં શું ફેર હોય છે?

પ્રથમ અત્તર બનાવનારી સ્ત્રી

મેસોપોટેમીયામાં તાપુત્તી નામની એક મહિલા (રસાયણ જાણકાર) એ તેલ અને ફૂલોનું મિશ્રણ કરીને પ્રથમ અત્તર બનાવ્યું. જેનું અસ્તિત્વ 1200 BCEમાં નોંધાયું હતું. મેસોપોટાપિન સરકારમાં તાપુત્તીની શક્તિશાળી ભૂમિકા હતી. તેમણે સેન્ટ બનાવવાની ટેકનિકમાં ઘણું યોગદાન આપ્યું હતું. આ પરફ્યુમ બનાવવાની મૂળભૂત રીત માનવામાં આવે છે.

2007 માં પુરાતત્ત્વવિદોને સાયપ્રસમાં 2000 BCમાં પરફ્યુમની ફેક્ટરી મળી. એવો અંદાજ છે કે સાયપ્રસને અત્તર બનાવવાનું જ્ઞાન મેસોપોટેમિયામાંથી જ મળ્યું હતું.

વાર્ષિક 2800 ટન લોબાનનો ઉપયોગ

ઈતિહાસકારો માને છે કે મેસોપોટેમીયા પછી પર્ફ્યુમ બનાવવાની ટેકનિક ફારસીઓના હાથમાં આવી. જેમણે તેના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. ફારસીઓએ સેંકડો વર્ષો સુધી અત્તરના વેપાર પર એકાધિકાર રાખ્યો. આ પછી પરફ્યુમ બનાવવાની કળા ગ્રીક અને રોમન સામ્રાજ્ય સુધી પહોંચી.

પ્રાચીન ગ્રીક દસ્તાવેજોમાં અત્તર બનાવવાની પદ્ધતિનો ઉલ્લેખ છે. પોમ્પેઈમાં એક ચિત્રકારના ઘરમાં એક ભીંતચિત્ર છે, જે ગ્રીક અને રોમન પરફ્યુમ બનાવવાની રીતનું વર્ણન કરે છે. 100 ADમાં રોમનોએ સુગંધ માટે વાર્ષિક 2800 ટન લોબાનનો ઉપયોગ કર્યો.

ભારતમાં પરફ્યુમ ક્યારે આવ્યું?

ભારતમાં અત્તરની હાજરી સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી હોવાનું માનવામાં આવે છે. હિંદુ આયુર્વેદમાં ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં અત્તરનો પ્રથમ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્તર બનાવવાનો ઉલ્લેખ પણ બૃહત-સંહિતાના મોટા ગ્રંથનો એક ભાગ છે. જે ભારતીય ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, જ્યોતિષી વરાહમિહિરે લખી છે.

1975ના અહેવાલ મુજબ પુરાતત્વવિદ્ ડૉ. પાઈલો રોવેસ્ટી દ્વારા ટેરાકોટા નિસ્યંદન ઉપકરણ મળી આવ્યું હતું. જેની કાર્બન તારીખ 3000 BC જણાવવામાં આવી હતી.

અત્યારે હૈદરાબાદ પ્રખ્યાત છે

7મી સદીની શરૂઆતમાં ભારતમાં કન્નૌજ અત્તર માટે વિશ્વભરમાં જાણીતું હતું. જેની પદ્ધતિ ફારસ(ઈરાન)થી આવી હતી. અહીંથી પરફ્યુમ વિશ્વના ઘણા દેશોમાં જાય છે. હાલમાં હૈદરાબાદ અત્તર માટે પ્રખ્યાત છે. તેની સુગંધ પરફ્યુમ કરતાં વધુ સમય સુધી રહે છે.

1190 માં પેરિસમાં પરફ્યુમ બનાવવાનો વ્યવસાય શરૂ થયો. અહીંથી જ આધુનિક પરફ્યુમની શરૂઆત માનવામાં આવે છે.

ઇસ્લામ અને અત્તર

પરફ્યુમ બનાવવામાં ઇસ્લામિક સંસ્કૃતિનો પણ મોટો ફાળો માનવામાં આવે છે. ઇસ્લામના ઉદય સાથે અત્તરના ઉત્પાદનમાં વધારો થયો. તેમની સંસ્કૃતિ અનુસાર તેઓ રોજિંદા જીવનમાં પણ અત્તરનો ઉપયોગ કર્યો. જેમાં કસ્તુરી અને ગુલાબનો સૌથી વધુ ઉપયોગ થતો હતો.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">