Surat : તાપી નદીમાં ઝંપલાવીને યુવતીનો આપઘાત, નદીમાં કૂદવા જઈ રહેલી તેની માતાને લોકોએ બચાવી

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને યુવતીની શોધખોળ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરતા નાવડી ઓવારા પાસેથી યુવતી મળી આવી હતી.

Surat : તાપી નદીમાં ઝંપલાવીને યુવતીનો આપઘાત, નદીમાં કૂદવા જઈ રહેલી તેની માતાને લોકોએ બચાવી
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 9:51 AM

સુરતમાં મક્કાઈ પુલ પરથી તાપી નદીમાં ઝંપલાવીને યુવતીએ આપઘાત કરી લીધો છે. જ્યારે નદીમાં કૂદવા જઈ રહેલી તેની માતાને લોકોએ બચાવી લીધી છે. માતા-પુત્રી બંને એકસાથે જ આપઘાત કરવા માટે મક્કાઈ પુલ પર પહોંચ્યા હતા.  આ દરમિયાન કેટલાક લોકોની નજર તેમના પર પડી હતી. લોકોએ દોડીને મહિલાને બચાવી લીધી હતી. પરંતુ યુવતીને નહોતા બચાવી શક્યા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને યુવતીની શોધખોળ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરતા નાવડી ઓવારા પાસેથી યુવતી મળી આવી હતી. તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી

મોટા ભાગની સ્ત્રીઓ પારિવારિક કારણના કારણે તો વિદ્યાર્થીઓ અભ્યાસના કારણે આપઘાત કરતા હોવાનું સાંભળવા મળે છે. તેવી જ એક સુરતમાં સામે આવી હતી. હેમાંગી પટેલ નામની પરિણિત યુવતિએ આપઘાત કર્યો હતો, જેના લગ્નના હજુ 27 દિવસ જ થયા હતા. ફિઝિયોથેરાપીસ્ટ એવી હેમાંગી પટેલનો મૃતદેહ હનુમાન ટેકરી નજીકથી તાપી નદીમાંથી મળી આવ્યો હતો. તે હાલમાં પાલનપુર પાટિયા નજીક આવેલી શ્રી રંગ સોસાયટીમાં રહેતી હતી .

g clip-path="url(#clip0_868_265)">