Paytm અને PayUને શા માટે ન મળ્યુ Payment Aggregator લાઇસન્સ ? જાણો કારણ

Reserve Bank પેમેન્ટ ગેટવેના લાઇસન્સ માટે 18 વધુ કંપનીઓની અરજીઓ પર પણ વિચાર કરી રહી છે. આ કંપનીઓમાં PhonePe અને BharatPe સામેલ છે.

Paytm અને PayUને શા માટે ન મળ્યુ Payment Aggregator લાઇસન્સ ? જાણો કારણ
Paytm
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 5:31 PM

Paytm And PayU : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 32 કંપનીઓને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર બિઝનેસ માટે પરવાનગી આપી છે. આ કંપનીઓમાં એમેઝોન, ગૂગલ અને રિલાયન્સ પેમેન્ટ સોલ્યુશન જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે. આ સિવાય રિઝર્વ બેંક પેમેન્ટ ગેટવેના લાયસન્સ માટે વધુ 18 કંપનીઓની અરજી પર પણ વિચાર કરી રહી છે. આ કંપનીઓમાં PhonePe અને BharatPe સામેલ છે. જોકે, રિઝર્વ બેંકે Paytm, Freecharge અને PayUની અરજીઓ પરત કરી દીધી છે.

ફરીથી અરજી કરવી પડશે

ઓનલાઈન પેમેન્ટ કંપની Paytm સર્વિસે પેમેન્ટ એગ્રીગેટરના લાઇસન્સ માટે અરજી કરી હતી. પરંતુ પેટીએમને આ લાઇસન્સ આપવાને બદલે આરબીઆઈએ તેને ફરીથી અરજી કરવાનું કહ્યું છે. Paytm પેમેન્ટ સર્વિસે હવે 120 દિવસની અંદર ફરીથી પેમેન્ટ એગ્રીગેટર માટે અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પેમેન્ટ એગ્રીગેટર માટે લાઇસન્સ જરૂરી છે

પેમેન્ટ એગ્રીગેટરનું કામ તમામ પેમેન્ટ વિકલ્પો દ્વારા ગ્રાહકો પાસેથી પેમેન્ટ મેળવવાનું છે અને તેમને ચોક્કસ સમયમર્યાદામાં વેપારીઓ અથવા ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર ટ્રાન્સફર કરવાનું છે. આરબીઆઈએ માર્ચ 2020 માં આ સંદર્ભમાં માર્ગદર્શિકા જાહેર કરી હતી, જે મુજબ તમામ પેમેન્ટ એગ્રીગેટર્સ માટે લાઇસન્સ મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. RBI અનુસાર, અત્યાર સુધીમાં 185 થી વધુ ફિનટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સે આ માટે અરજી કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">