રાજ્ય સરકારના બોર્ડ અને નિગમની નિમણૂકો કેમ છે અધ્ધરતાલ, ભાજપ કાર્યકરોમાં નારાજગી?

ભાજપ તાલુકા સ્તરથી માંડીને પ્રદેશ સુધી સંગઠન સરચના શરૂ થઈ ગઈ છે. ડિસેમ્બરના અંતસુધી પ્રદેશ પ્રમુખ સહિત નવું માળખું પણ અસ્તિત્વમાં આવી જશે. જો કે આ તમામની વચ્ચે એવી પણ કેટલીક નિમણૂકો છે. જે રાજકીયહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જો કે મોટાભાગે નિમણુકો કેમ અટકાવી છે એ માટે સરકાર કે સંગઠન મગનું નામ મરી […]

રાજ્ય સરકારના બોર્ડ અને નિગમની નિમણૂકો કેમ છે અધ્ધરતાલ, ભાજપ કાર્યકરોમાં નારાજગી?
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 15, 2019 | 1:40 PM

ભાજપ તાલુકા સ્તરથી માંડીને પ્રદેશ સુધી સંગઠન સરચના શરૂ થઈ ગઈ છે. ડિસેમ્બરના અંતસુધી પ્રદેશ પ્રમુખ સહિત નવું માળખું પણ અસ્તિત્વમાં આવી જશે. જો કે આ તમામની વચ્ચે એવી પણ કેટલીક નિમણૂકો છે. જે રાજકીયહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જો કે મોટાભાગે નિમણુકો કેમ અટકાવી છે એ માટે સરકાર કે સંગઠન મગનું નામ મરી પાડવાનું નામ લઈ રહી નથી. અને આ છે બોર્ડ નિગમની નિમણૂકો, છેલ્લા દોઢ વર્ષથી મોટાભાગના બોર્ડ નિગમ ભગવાન ભરોસે જ ચાલી રહ્યા છે. હા વચ્ચે વચ્ચે રાજકીય જરૂરીયાત પ્રમાણે કેટલાક બોર્ડ નિગમના ડાયરેક્ટરની નિમણૂક એકલ-દોલક કરવામાં પણ આવી છે. જો કે મોટાભાગે ભરતીઓ થઈ નથી. જેના કારણે એક તરફ લોકોના કામ ટલ્લે ચડી રહ્યા છે. તો ભાજપના કાર્યકર્તાઓમાં પણ અસંતોષ વ્યાપી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં કમોસમી વરસાદના કારણે નુકસાન પર સરકારની બેઠક, વળતર મુદ્દે નવા ધારા-ધોરણ બનશે!

ત્રણ વર્ષથી વધારે સમયથી કાર્યકર્તાઓને માત્ર વાયદા આપવામાં આવી રહ્યા છે. પરંતુ નિમણૂક કરવામાં આવતી નથી. રાજ્યભરમાં અનેક બોર્ડ નિગમમાં ચેરમેન પદ ખાલી પડેલા છે. પરંતુ તેમાં ચેરમેનની નિમણૂક કરવામાં આવતી નથી. આ માટે એક કારણ જૂથવાથ પણ માનવામા આવી રહ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના આંતરિક જૂથવાદના પરિણામે છેલ્લા ઘણા સમયથી નેતાઓ કાર્યકર્તાઓને બોર્ડ નિગમનું ગાજર લટકાવી ટ્લ્લાવી રહ્યા છે. પરંતુ નિમણૂક કરવામાં આવતી નથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ હજીપણ કમલમના આટાફેરા મારી રહ્યા છે. બાકી રહેલી નિમણૂક પૈકીના ૧૫ જેટલા નિગમ તો એવા છે જે કેબિનેટ કક્ષાના માનવામાં આવે છે. સરકાર તેમાં પણ નિમણૂક કરતી નથી.

Image result for રાજ્ય સરકારના વિવિધ બોર્ડ

પ્રદેશ ભાજપમાં ઘણા નેતા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. પરંતુ હજી સુધી તેને ન તો સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું, ન તો તેને બોર્ડ નિગમમાં જગ્યા આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બોર્ડ નિગમો ભગવાન ભરોશે ચાલી રહ્યા છે. પરંતુ તેમાં ચેરમેનની નિમણૂક કરવામાં આવતી નથી. ઘણા નેતાઓ તો નામ નહીં આપવાની શરતે કહી રહ્યા છે કે, બોર્ડ નિગમનું ગાજર બતાવી ચૂંટણી ટાણે કામ કરાવી લેવામાં આવે છે. પરંતુ બાદમાં કોઈ હિલચાલ થતી નથી. એવા ઘણા નેતાઓ છે. જે ઘણા સમયથી કમલમ્ સીએમ ઓફીસના આટા કરી રહ્યા છે પરંતુ બોર્ડ નિગમની નિમણૂક મળતી નથી. તો બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ઝડપથી જ સંગઠન કે બોર્ડ નિગમમા નિમણૂક આપીને સેટ કરવા સામે પણ કાર્યકર્તાઓ નારાજ થઇ રહ્યા છે.

બોર્ડ નિગમ માટે રજૂઆત કરવા ગયેલા ભાજપના નેતાઓને ખૂબ માઠા અનુભવ થયા હોવાના પણ કિસ્સા ધ્યાનમાં છે. જે નેતાઓ સંગઠનના સારા હોદ્દા પર છે. તેને ગત લોકસભા અને હાલમાં જ યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન મેદાનમાં ઉતરવું હતું. પરંતુ તેને ટિકિટ મળી નહીં. જેણે ગત લોકસભા ચૂંટણી અગાઉ બોર્ડ નિગમમાં નિમણૂક મળે તેના માટે પ્રયાસ હાથ ધર્યા હતા. પ્રદેશમાં નેતાઓને રજૂઆત કરતા સીએમ ઓફીસ મોકલ્યા હતા. ત્યાં રજૂઆત કરી તો જવાબ મળ્યો કે, હાઈકમાન્ડની મંજૂરી લઈને આવો બાદમાં નિમણૂક મળશે.

તો અનેક નેતાઓ છે જેને બોર્ડ નિગમમાં નિમણૂક જોઈએ છે. પરંતુ મળતી નથી. ઘણા નેતાઓં બોર્ડ નિગમની લોલીપોપ આપવામાં આવી છે. પરંતુ એ પણ શક્ય બન્યું નથી. બોર્ડ નિગમ માટે ભાજપ બેવડી નીતિ અપનાવી રહી છે. જયારે કોઇપણ મુદ્દે ભાજપને રેલો આવે ત્યારે ભાજપ બોર્ડ નિગમમાં નિમણૂક આપી દે છે. પરંતુ ખેરેખર ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ છે તેને તેનો લાભ મળતો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપના સુત્રો જણાવી રહ્યા છે કે, બોર્ડ નિગમમાં નિમણૂક નહીં થવા પાછળ ભાજપના આંતરિક ડખ્ખા જવાબદાર છે. થોડા સમય અગાઉ 20 જેટલા નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી. પરંતુ તેમાં ચોક્કસ જૂથના જ નેતાના નજીકના માણસોના નામ હતા. જેથી વિખવાદ થતાં હાઈકમાન્ડે લિસ્ટ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. એ વાતને અંદાજે 1 વર્ષથી વધારે સમય વીતી ગયો હજુ સુધી નવું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું નથી. 4 જૂથના નેતાઓ બોર્ડ નિગમમાં પોતાના માણસો સેટ થાય તેના માટે પ્રયાસ કરી રહ્યા છે. જેને લઈને જ આ વિવાદ ચાલી રહ્યો છે. અને એટલા માટે જ નિમણૂક થતી નથી. સુત્રો કહી રહ્યા છે કે થોડા સમય બાદ નવા સંગઠનની રચના કરવામાં આવશે. બાદમાં બોર્ડ નિગમ અંગે વિચારણા કરવામાં આવશે ત્યાં સુધી હજી પણ નિગમ ઈચ્છુંકોને રાહ જ જોવી પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">