ભારતમાં વોડાફોન પોતાના નેટવર્કને આટોપવાની તૈયારી કરી રહી છે, જાણો કયા કારણો છે જવાબદાર?

ભારતમાં વોડાફોન પોતાના નેટવર્કને આટોપવાની તૈયારી કરી રહી છે, જાણો કયા કારણો છે જવાબદાર?

ભારતમાં વોડાફોન પોતાના નેટવર્કને આટોપવાની તૈયારી કરી રહી છે કે શું?. વોડાફોનના સીઈઓએ આપેલા નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, વોડાફોનની ભારતમાં સ્થિતિ કથળી ગઈ છે અને હાલ આખીય કંપની નાજૂક સ્થિતિમાં પહોંચી ગઈ છે. વોડાફોને કહ્યું છે કે, ટેલિકોમ સેક્ટરનું ભવિષ્ય ત્યાં સુધી લટકતું રહેશે જ્યાં સુધી સરકાર ઓપરેટરો પર વધુ ટેક્સ અને ચાર્જ લાદવાનું ચાલુ રાખશે.

Image result for vodafone

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહેનત યથાવત્, પરિણામ માટે કરવો પડશે આટલો ઈન્તઝાર

વોડાફોનના સીઇઓ નિક રીડે કહ્યું હતું કે, રેગ્યુલેશન અને વધારે પડતા ટેક્સને કારણે નાણાકીય રીતે અમારા પર મોટો બોજ છે. એ કહેવું યોગ્ય હશે કે, સ્થિતિ ખરાબ છે. સરકારે વોડાફોન-આઇડીયાને લાઇસન્સ ફી અને સ્પેકટ્રમ યૂઝેઝ ચાર્જ હેઠળ લગભગ 40,000 કરોડ રૂપિયા ચૂકવવાના આદેશ આપ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ યથાવત્ રાખ્યો છે. વોડાફોને એમ પણ કહ્યું કે, તે ઈન્ડિયન બજારમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે અને તેણે હાલનાં પડકારજનક સમયમાં સરકાર પાસેથી સમર્થન માગ્યું છે. જેમાં સુપ્રીમ કોર્ટવાળા મામલામાં વ્યાજ અને દંડને માફ કરવાની માગ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati