Gujarati NewsLatest newsViral message in various social media platforms about pakistan prime minister shoot with gun
પાકિસ્તાનના PM ઈમરાન ખાનને પાકિસ્તાનમાં જ ગોળી મારવામાં આવી તે વાયરલ વીડિયોનું સત્ય જાણો છો?
પુલવામા હુમલાની ઘટના બાદ પાકિસ્તાનની સામે ભારતમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. આ હુમલાના લીધે હવે રાજનીતિ પણ શરુ થઈ ગયી છે તો લોકો પોતાના સોશિયલ મીડિયા પણ મેસેજ ફેલાવવામાં કંઈ પાછળ નથી. હિન્દી ભાષામાં જેનું ટાઈટલ છે ‘અભી અભી પાકિસ્તાન કે પ્રધાનમંત્રી કો, મારી ગોલી પાકિસ્તાન મેં’ તેવો વીડિયો આજે વોટસએપ, ફેસબુક અને યુટ્યૂબમાં ધુમ […]
પુલવામા હુમલાની ઘટના બાદ પાકિસ્તાનની સામે ભારતમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. આ હુમલાના લીધે હવે રાજનીતિ પણ શરુ થઈ ગયી છે તો લોકો પોતાના સોશિયલ મીડિયા પણ મેસેજ ફેલાવવામાં કંઈ પાછળ નથી.
હિન્દી ભાષામાં જેનું ટાઈટલ છે ‘અભી અભી પાકિસ્તાન કે પ્રધાનમંત્રી કો, મારી ગોલી પાકિસ્તાન મેં’ તેવો વીડિયો આજે વોટસએપ, ફેસબુક અને યુટ્યૂબમાં ધુમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન પોતે જ છે તેમાં પણ ખોટું નથી પણ ખોટું એ છે કે આ વીડિયો જૂનો છે અને હાલ બતાવવામાં આવી રહ્યો છે. લોકો પોતાનો આક્રોશ ઠાલવવા માટે એકબીજાને મોકલી રહ્યાં છે અને ઈમરાન ખાનને તેના જ દેશમાં ગોળી મારી દેવામાં આવી તેવી ખબરને ફેલાવી રહ્યાં છે.
સાચી હકીકત એ છે કે આ વીડિયો પાંચ વર્ષ જૂનો છે. 7મે, 2013ના રોજ હાલના પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન લાહોર શહેરમાં એક રેલી કરી રહ્યાં હતાં. 14 ફૂટ ઉંચું તેમની રેલીનું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું અને થયું એવું કે ઈમરાન લિફ્ટની મદદથી ઉપર જઈ રહ્યાં હતા. અચાનક બેલેન્સ બગડ્યું અને ઈમરાન નીચે પડ્યાં સાથે તે બાજુના એક થાભંલા સાથે ટકરાઈ ગયાં. આમ તેણે ગંભીર ઈજાઓ થઈ અને સારવાર માટે લઈ જવામાં આવ્યાં. તો હાલ જે વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મં પર ફરી રહ્યો છે તે વીડિયો તો સાચો છે પણ જૂનો છે અને કોઈપણ પ્રકારની ગોળી તેને મારવામાં આવી નથી તે ત્યાં મંચ પરથી પડી ગયાં હતા એટલે ઈજાઓ થઈ હતી.