ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટથી મોટો હુમલો, બલાદ એરફોર્સ બેઝ પર પણ બે મિસાઈલથી હુમલો

ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટથી મોટો હુમલો, બલાદ એરફોર્સ બેઝ પર પણ બે મિસાઈલથી હુમલો

ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ ઈરાકની રાજધાની બગદાદના ગ્રીનઝોનમાં અમેરિકી દૂતાવાસ પાસે રોકેટનો હુમલો કરાયો છે. જેને લઈ અફરા-તફરી મચી ગઈ છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારમાં મંત્રીપદની વહેંચણી, જાણો કોના ખાતામાં કયું ‘ખાતું’

જો કે, આ હુમલામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી. અને અમેરિકી દૂતાવાસ નજીક હુમલા પછી અમેરિકાના વિમાન હવામાં ઉડતા દેખાયા છે. આ સાથે સેન્ટ્રલ ઈરાકમાં સ્થિત બલાદ એરફોર્સ બેઝ પર બે મિસાઈલ છોડવામાં આવી છે. જ્યાં અમેરિકી સેના દળનું ઠેકાણું છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati