અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ ગતિમાન ‘વાયુ’ વાવાઝોડું આ રીતે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકી શકે છે
અરબી સમુદ્રમાંથી વાયુ વાવાઝોડાની આફત આવી રહી છે. હાલમાં વાયુ વાવાઝોડું વેરાવળ બંદરેથી આશરે 500 કિલોમીટર દૂર છે. જે દરિયાકાંઠે ટકરાય ત્યારે 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસે વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે વાવાઝોડું ત્રાટકશે. સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. વાવાઝોડા સાથે સોરાષ્ટ્રના […]

અરબી સમુદ્રમાંથી વાયુ વાવાઝોડાની આફત આવી રહી છે. હાલમાં વાયુ વાવાઝોડું વેરાવળ બંદરેથી આશરે 500 કિલોમીટર દૂર છે. જે દરિયાકાંઠે ટકરાય ત્યારે 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસે વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે વાવાઝોડું ત્રાટકશે. સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. વાવાઝોડા સાથે સોરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરેક બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.
રાજ્ય સરકારના તમામ વિભાગો વાયુ વાવાઝોડાને પગલે એલર્ટ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે NDRFની 33 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરામાં 2 અને ગાંધીનગરમાં એક NDRFની ટીમને રિઝર્વમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં સૌથી વધારે 6, અમરેલીમાં 5 અને પોરબંદરમાં NDRFની 4 ટીમ રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ છે. તો દ્વારકા, જામનગર, જૂનાગઢમાં NDRFની 3 ટીમ ગોઠવી દેવાઈ છે. મોરબી, કચ્છ, વલસાડમાં બે અને સુરતમાં NDRFની એક ટીમ તૈનાત કરાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો