ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોર સુધીમાં 37 ટકાથી વધુ મતદાન થયું

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે આજે 3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન બપોરે 37 ટકા જેટલું પહોચ્યું છે. મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 3:45 PM

GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે આજે 3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન બપોરે 37 ટકા જેટલું પહોચ્યું છે. મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. આ મતદાન મથકો પર 1500થી વધુ કર્મચારી, અધિકારી ફરજ પર તૈનાત કરવામાં આવ્યાં છે. ગાંધીનગરના 144 સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકા માટે હાલ ત્રિપાંખીયો જંગ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટીએ પણ તેના 40 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જો કે આજે સવારથી આમ આદમી પાર્ટીના કાર્યકરો અલગ અલગ રીતે વિવાદ કરીને ચર્ચામાં રહ્યાં છે.

આ દરમ્યાન આમ આદમી પાર્ટીએ ગાંધીનગરના વોર્ડ નંબર-11ના ભાટ ગામમાં બોગસ વોટિંગનો થતું આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ બોગસ વોટિંગ કરાવી રહ્યું છે. તેમજ આ અંગે આપની લીગલ ટીમે વાંધો લેતા ગાંધીનગર એસપી મયુર ચાવડા ઘટના સ્થળે પહોંચ્યા હતા.

મતદાન દરમિયાન સેક્ટર -22 ના મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બુથમાં પ્રચારના મુદ્દે આમને આમને આવ્યા હતા. તેમની વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. જેમાં ભાજપના કાયર્કર પર કોંગ્રસે પક્ષની કાપલી આપીને પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે ભાજપે પણ કોંગ્રેસના કાર્યકરો પર પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો હતો.જો કે આ દરમિયાન સ્થળ પર હાજર અધિકારીઓ અને સુરક્ષા સ્ટાફે તેમને અટકાવ્યા હતા. જો કે તેમ છતાં આ બંને પક્ષના કાર્યકરો ઘર્ષણ થયું હોવાની બાબતનો ઇનકાર કરી રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતને કોરોના રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ, મુખ્યપ્રધાને રાજયના આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો : અમદાવાદની વાયરલેસ મોનિટરિંગ સ્ટેશનની ટીમે સુરત શહેરમાં 20થી વધુ ગેરકાયદેસર મોબાઇલ સિગ્નલ બૂસ્ટર દૂર કર્યા

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">