AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની વાયરલેસ મોનિટરિંગ સ્ટેશનની ટીમે સુરત શહેરમાં 20થી વધુ ગેરકાયદેસર મોબાઇલ સિગ્નલ બૂસ્ટર દૂર કર્યા

કોમર્શિયલ બિલ્ડિંગમાં લોકો નેટવર્ક માટે બુસ્ટર લગાવતા હોય છે તે બુસ્ટર ગેરકાયદે હોય છે જેથી આજુબાજુના લોકોના નેટવર્કમાં પ્રોબ્લેમ થાય છે.

અમદાવાદની વાયરલેસ મોનિટરિંગ સ્ટેશનની ટીમે સુરત શહેરમાં 20થી વધુ ગેરકાયદેસર મોબાઇલ સિગ્નલ બૂસ્ટર દૂર કર્યા
Ahmedabad Wireless Monitoring Station team removes more than 20 illegal mobile signal boosters in Surat city
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 03, 2021 | 2:43 PM
Share

SURAT : વાયરલેસ મોનિટરિંગ સ્ટેશન અમદાવાદની ટીમે સુરત શહેરના લસ્કણા, મહિધરપુરા, વરાછા, કતારગામ, બમરોલીરોડ, ઉધના વિસ્તારના વિવિધ વિસ્તારોમાંથી 20 થી વધુ ગેરકાયદેસર મોબાઇલ સિગ્નલ બૂસ્ટર દૂર કર્યા છે. કોમર્શિયલ બિલ્ડિંગમાં લોકો નેટવર્ક માટે બુસ્ટર લગાવતા હોય છે તે બુસ્ટર ગેરકાયદે હોય છે જેથી આજુબાજુના લોકોના નેટવર્કમાં પ્રોબ્લેમ થાય છે.

મોબાઈલ ફોન આજે એક જીવનનો સૌથી મહત્વનો એક ભાગ બની ગયો છે. અત્યારે મોટા ભાગના કામકાજ માટે સંદેશ વ્યવહાર મોબાઈલ થકી જ થતા હોય છે,પરંતુ કેટલીક જગ્યા પર મોબાઈલ નેટવર્ક પ્રોબ્લમ હોવાથી કેટલાક લોકો ગેરકાયદેસર મોબાઈલ બુસ્ટર લગાવતા હોઈ છે,પરંતુ એ લોકોને ક્યાં ખબર હોય છે કે આ લાગેલા બુસ્ટર ગેરકાયદેસર હોય છે. સરકાર માટે કામ કરતી વાયરલેસ મોનીટરીંગ ટીમ આ તપાસ માટે નીકળી હતી અને ગેરકાયદેસર લાગેલા મોબાઈલ બુસ્ટર પકડી પાડ્યા હતા.

મોબાઇલ સિગ્નલ બૂસ્ટરથી મોબાઈલ હેન્ડસેટ પણ વધારે પાવર ટ્રાન્સમિટ કરે છે, સાઇટ સાથે કનેક્ટિવિટીનું સંચાલન કરવા માટે પણ વધારે બેટરી વપરાશ અને નબળા નેટવર્ક તરફ દોરી જાય છે.આવા ઉપકરણોનો ગેરકાયદે ઉપયોગ સિગ્નલ સમસ્યાઓ ઉકેલવાને બદલે ટેલિકોમ સેવાઓને અધોગતિ તરફ દોરી જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, મોબાઇલ સિગ્નલ બૂસ્ટરનો ઉપયોગ કરવો એ મુખ્ય પુરવઠામાંથી ગેરકાયદે વીજળી અથવા પાણી પુરવઠા જોડાણ જેવું છે, જે સેવા માટે ચૂકવણી કરતા અન્ય લોકો માટે અયોગ્ય વિતરણ તરફ દોરી જાય છે.

ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન કહી રહ્યું છે કે વાયરલેસ સાધનો વેચનારને ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ 1933 ની જોગવાઈઓ હેઠળ ડીલર પોઝેશન લાયસન્સ (DPL) હોવું જરૂરી છે.વાયરલેસ ડિવાઇસ ભારતમાં આયાત કરવા માટે જરૂરી છે, આયાતકારને દસ્તાવેજો અને ફી સબમિટ કરવાની પ્રારંભિક પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટેલિકોમ મંત્રાલયની પ્રાદેશિક લાઇસન્સિંગ કચેરીઓ પાસેથી કસ્ટમ નિયમો અનુસાર આયાત લાઇસન્સની જરૂર છે. આવા ઉપકરણો પર કડક કાર્યવાહી સેવાઓની ગુણવત્તામાં સુધારો કરશે અને ટેલિકોમ કંપનીઓને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનને ચૂકવેલા સ્પેક્ટ્રમ ચાર્જ સામે ફી મેળવવાની મંજૂરી આપશે.

આ પણ વાંચો : સુરતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રથમ ઘટના, બ્રેઈનડેડ યોગ શિક્ષક રંજનબેને અંગોનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું

આ પણ વાંચો : ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાટ ગામમાં બોગસ વોટિંગનો આપનો આક્ષેપ

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">