T-20 લીગ: રવિન્દ્રસિંહ જાડેજાની બેટીંગ જોઈને ધોનીની પત્ની સાક્ષી થઈ ગઈ ખુશ, આપી કંઈક આવી પ્રતિક્રીયા

ચેન્નાઈ સુપર કિંગ્સે ગુરુવારે રમાયેલી ટી-20 લીગની મેચમાં કલકત્તા નાઈટ રાઈડર્સને 6 વિકેટથી હરાવી દીધુ  હતુ. આમ આ સાથે જ ચેન્નાઈએ કલકત્તાની પ્લેઓફની દોડને મુશ્કેલ બનાવી દીધી હતી. ચેન્નાઈની ટીમ આમ પણ પહેલાથી પ્લેઓફની રેસની બહાર થઈ ગઈ છે. પરંતુ ધોની એન્ડ કંપની દ્વારા મળેલી હાર પછી કલકત્તા 13 મેચમાં 12 પોઈન્ટ ધરાવે છે. જો […]

T-20 લીગ: રવિન્દ્રસિંહ જાડેજાની બેટીંગ જોઈને ધોનીની પત્ની સાક્ષી થઈ ગઈ ખુશ, આપી કંઈક આવી પ્રતિક્રીયા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 30, 2020 | 5:26 PM

ચેન્નાઈ સુપર કિંગ્સે ગુરુવારે રમાયેલી ટી-20 લીગની મેચમાં કલકત્તા નાઈટ રાઈડર્સને 6 વિકેટથી હરાવી દીધુ  હતુ. આમ આ સાથે જ ચેન્નાઈએ કલકત્તાની પ્લેઓફની દોડને મુશ્કેલ બનાવી દીધી હતી. ચેન્નાઈની ટીમ આમ પણ પહેલાથી પ્લેઓફની રેસની બહાર થઈ ગઈ છે. પરંતુ ધોની એન્ડ કંપની દ્વારા મળેલી હાર પછી કલકત્તા 13 મેચમાં 12 પોઈન્ટ ધરાવે છે. જો કલકત્તાની ટીમ સિઝનની ગૃપ સ્ટેજની તેની અંંતિમ મેચ જીતી લે છે તો તેણે બીજી ટીમના દેખાવને પણ ધ્યાને રાખવો પડશે. કલકત્તા સામે ભલે મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના બેટથી કોઈ જાદુના દર્શાવ્યો હોય, પરંતુ રવિન્દ્રસિંહ જાડેજાએ ફીનિશરની ભૂમિકા જબરદસ્ત રીતે નિભાવી હતી. જાડેજાના પ્રદર્શનને જોઈને ધોનીની પત્નિ સાક્ષીએ પણ પ્રતિક્રિયા આપી હતી. 

 T20 league Ravindra jadeja ni batting joi ne dhoni ni patni sakshi thai gai khush aapi kaik aavi pratikriya

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ મેચ અંતમાં રોમાંચક બની ચુકી હતી. મેચમાં શરુઆતમાં ધોનીએ ટોસ જીતીને પહેલા બોલીંગ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. કલકત્તાએ 5 વિકેટ પર 172 રનનો સ્કોર ખડક્યો હતો. જેમાં ઓપનર નિતિશ રાણાએ સર્વાધીક 87 રન બનાવ્યા હતા. આ રમતમાં તેઓએ 61 બોલમાં જ 10 ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા હતા. જવાબમાં ચેન્નાઇએ ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય પાર પાડ્યુ હતુ. જોકે ચેન્નાઈ માટે રવિન્દ્ર જાડેજાએ અંતિમ બોલમાં છગ્ગો લગાવીને ટીમને જીત અપાવી હતી. જાડેજાએ 11 બોલમાં જ અણનમ 31 રનની ધુંઆધાર રમત રમી હતી. રવિન્દ્રસિંહ જાડેજાની આ રમત બાદ ધોનીની પત્ની સાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી અપલોડ કરી છે, જેમાં જાડેજાનો ફોટો સાથે પ્રતિક્રિયા પણ લખી છે. સાક્ષીએ ફોટો કેપ્શનમાં પ્રતિક્રિયા લખતા લખ્યુ છે, બાપ રે.. બાપ..

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league Ravindra jadeja ni batting joi ne dhoni ni patni sakshi thai gai khush aapi kaik aavi pratikriya

ચેન્નાઈ સુપર કિંગ્સને જીત માટે અંતિમ બે ઓવરમાં 30 રનની જરુર હતી. 19મી ઓવરમાં જાડેજાએ બે ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. લોકી ફરગ્યુશનની આ ઓવરમાં 20 રન આવ્યા હતા. આ પછી અંતિમ ઓવરમાં ટીમને જીત માટે 10 રનની જરુર હતી. શરુઆતમાં ચાર બોલ પર માત્ર ત્રણ રન બની શક્યા હતા. પરંતુ આગળના બંને બોલ પર સળંગ બે છગ્ગા જાડેજાએ લગાવીને ટીમને રોમાંચભરી જીત અપાવી હતી. મેચ બાદ જાડેજાએ કહ્યુ હતુ કે, હું નેટ પર બોલને સારી રીતે હીટ કરી રહ્યો હતો. મેચમાં પણ હું તે જ કરવા માટે ઈચ્છતો હતો. અંતિમ 12 બોલમાં તમારી પાસે વિચારવા માટે કંઇ જ વધારે હોતુ નથી, બોલને જુઓ અને મારો. હું જાણતો હતો કે મને મારી પહોંચ પ્રમાણે બોલ મળશે તો હું છગ્ગો લગાવી શકીશ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">