કૃણાલ પંડ્યાની પુછપરછ બાદ અધિકારીઓએ 1 કરોડ રુપિયાની ઘડિયાળો જપ્ત કરી, DRIએ કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યો કેસ

યુએઇ થી આઇપીએલ ચેમ્પિયન બનીને ભારત પરત ફરી રહેલા મુંબઇ ઇન્ડિયન્સના ઓલ રાઉન્ડર ખેલાડી કૃણાલ પંડ્યાને માટે સંજોગો સારા રહ્યા નથી. ભારતીય જમીન પર ઉતરતા વેંત જ કૃણાલ પંડ્યાને મંબઇ એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યો હતો. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ એટલે કે ડીઆરઆઇ ના અધિકારીઓએ કૃણાલને તેની લકઝરી ઘડિયાળોના માટે સવાલ જવાબ કર્યા હતા, જે […]

કૃણાલ પંડ્યાની પુછપરછ બાદ અધિકારીઓએ 1 કરોડ રુપિયાની ઘડિયાળો જપ્ત કરી, DRIએ કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યો કેસ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 13, 2020 | 4:58 PM

યુએઇ થી આઇપીએલ ચેમ્પિયન બનીને ભારત પરત ફરી રહેલા મુંબઇ ઇન્ડિયન્સના ઓલ રાઉન્ડર ખેલાડી કૃણાલ પંડ્યાને માટે સંજોગો સારા રહ્યા નથી. ભારતીય જમીન પર ઉતરતા વેંત જ કૃણાલ પંડ્યાને મંબઇ એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યો હતો. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ એટલે કે ડીઆરઆઇ ના અધિકારીઓએ કૃણાલને તેની લકઝરી ઘડિયાળોના માટે સવાલ જવાબ કર્યા હતા, જે તે યુએઇએ થી લઇને આવ્યો હતો. 

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સુત્રોથી બતાવવામાં આવી રહ્યુ છે કે કૃણાલ ગેરકાયદેસર રીતે ડાયમંડ થી ઝડેલી ઘડીયાળોને યુએઇ થી ભારત લાવી રહ્યો હતો. જેમાં બે રોલેક્સ મોડલની ઘડીયાળો હતી. સુત્રો મુજબ આ ઘડીયાળોની કુલ કિંમત એક કરોડ રુપીયા જેટલી છે. લકઝરી ઘડીયાળોને લઇને કૃણાલ પંડ્યાની ત્રણ કલાક સુધી પુછપરછ કરી હતી. જેના પછી એરપોર્ટ અધીકારીઓએ તે તમામ ઘડીયાળોને જપ્ત કરી લઇને પંડ્યાને રિલીઝ કરી દીધો હતો. બતાવી દઇએ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સાંજે સાડા ચાર વાગ્યે ચાર્ટર્ડ ફ્લાઇટ થી યુએઇ થી મુંબઇ પહોંચી હતી. 

કૃણાલ પંડ્યાનો કેસ  અને જપ્ત કરાયેલ લકઝરી ઘડીયાળોને હવે કસ્ટમ ડિપાર્ટમેન્ટને સોંપી દેવાંાં આવ્યો છે. સુત્રોની વાતને માનીએ તો કૃણાલ પંડ્યાને  આ ઘડીયાળો ત્યારે જ મળશે જ્યારે તે કસ્ટમ ડ્યુટી અને ફાઇન ભરશે. ઘડીયાળો પર લાગવા વાળી કસ્ટમ ડ્યુટી કિંમતના 38.5 ટકા સુધી લાગી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">