T-20: ચેન્નઈ સામે અય્યરના રમવા પર સસ્પેન્સ, ધીમી પીચ ચેન્નાઇને કેટલી અનુકૂળતા અપાવશે, જાણો મેચ પહેલાના બન્ને ટીમોના હાલ

T-20 લીગ હવે તેના મધ્યમાં પહોંચી ચુકી છે, તેની અડધો અડધ મેચો હવે રમાઇ ચુકી છે. હવે ની મેચોમાં સ્પિનરો અને મધ્યમક્રમના બોલરોની બોલબાલા વધી શકે છે. આવી સ્થિતીમાં ટુર્નામેન્ટમાં ત્રણ વાર વિજેતા બની ચુકેલ ચેન્નાઇ સુપર કિંગ્સ હવે ખતરનાક રીતે ઉભરી શકે છે. શારજાહ સ્ટેડીયમમાં શનિવારે શાનદાર ફોર્મમાં ચાલી રહેલ દિલ્હી કેપીટલ્સ અને ચેન્નાઇ […]

T-20: ચેન્નઈ સામે અય્યરના રમવા પર સસ્પેન્સ, ધીમી પીચ ચેન્નાઇને કેટલી અનુકૂળતા અપાવશે, જાણો મેચ પહેલાના બન્ને ટીમોના હાલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 17, 2020 | 7:53 AM

T-20 લીગ હવે તેના મધ્યમાં પહોંચી ચુકી છે, તેની અડધો અડધ મેચો હવે રમાઇ ચુકી છે. હવે ની મેચોમાં સ્પિનરો અને મધ્યમક્રમના બોલરોની બોલબાલા વધી શકે છે. આવી સ્થિતીમાં ટુર્નામેન્ટમાં ત્રણ વાર વિજેતા બની ચુકેલ ચેન્નાઇ સુપર કિંગ્સ હવે ખતરનાક રીતે ઉભરી શકે છે. શારજાહ સ્ટેડીયમમાં શનિવારે શાનદાર ફોર્મમાં ચાલી રહેલ દિલ્હી કેપીટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં દિલ્હી માટે હવે ચેન્નાઇ ની સામેની ટક્કર હવે આસાન નહી હોઇ શકે. મહેન્દ્રસિંહ ધોનીએ અગાઉ હૈદરાબાદ સામે ત્રણ સ્પિનરને મેદાનમાં ઉતાર્યા હતા. આ તેમનુ પરીવર્તન સફળ રહ્યુ હતુ અને ટીમને જીત પણ મળી શકી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ધોની આમ પણ ધીમી રહેતી પીચ ધરાવતા મેદાનમાં એક અલગ જ કેપ્ટન તરીકે ઉભરી આવતા હોય છે. તેમને એ પણ જાણકારી અને અનુભવ છે કે આવી પીચ પર શુ કરવાનુ છે. ટુર્નામેન્ટ પણ હવે એવા મોડ પર આવી ચુકી છે, જ્યાં મોટાભાગે ધીમી પીચ જ જોવા મળી રહી છે. જેને લઇને જ હવે આગામી બાકી રહેલી મેચ દરમ્યાન ચેન્નાઇ હાવી થઇ શકે તો નવાઇ નહી. તેની પાસે રવિન્દ્રસિંહ જાડેજા, પીયુષ ચાવલા, કર્ણ શર્મા અને ઇમરાન તાહિર જેવા ખેલાડીઓ છે કે જે બહેતરીન સ્પિનર છે. તાહિર અત્યાર સુધી નથી રમ્યો, ત્યાં હવે ડ્વેન બ્રાવો અને શેન વોટ્સન પણ આ પ્રકારની પીચ પર ખુબ જ ખતરનાક રીતે રમી શકે છે.

શારજાહની પીચ પણ શરુઆતમાં રન બનાવવા એ આસાન હતુ, પણ હવે આ પીચ ધીમી થઇ ચુકી છે જે હવે ચેન્નાઇ માટે વરદાન રુપ નિવડી શકે છે. ઓછામાં ઓછી કેટલીક વિતેલી મેચો દરમ્યાન તો એ જોવા મળ્યુ છે. દિલ્હી કેપીટલ્સ માટે શિખર ધવન, પૃથ્વી શો અને બાકીના બેટ્સમેન આ પ્રકારની સ્થિતીને કેવી રીતે નિપટાવે છે તે જોવુ રહ્યુ. કેપ્ટન શ્રેયસ ઐયર પાછળની મેચમાં ઇજા પામ્યો હતો અને તેની જગ્યાએ ધવને કેપ્ટન શીપ કરી હતી. ધવને પણ કહ્યુ હતુ કે તેની ઇજાને લઇને બાદમાં જાણકારી મળી શકે છે.

જોકે અત્યાર સુધીમાં સ્થિતી સ્પષ્ટ નથી કે ઐયની ઇજાને લઇને હવે શુ નિર્ણય સામે આવે છે. જો ઐયર બહાર થઇ શકે છે તો તે દિલ્હી માટે ખુબ જ નુકશાન કારક બાબત છે. ટીમ પહેલા થી જ અમિત મિશ્રા. ઇશાંત શર્મા અને ઋષભ પંત જેવા ખેલાડીઓને ઇજાને લઇને બહાર જતા જોઇ ચુકી છે. અમિત અને ઇશાંત તો લીગની જ બહાર થઇ ચુક્યા છે. તો પંત માટે પણ સ્થિતી હજુ પણ સ્પષ્ટ થઇ રહી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આવી સ્થિતીમં હવે ધવન, પૃથ્વી, અજીંક્ય રહાણે, માઇક સ્ટોઇનિશ, એલેક્સ કેરી અને શિમરોન હેટમાયર પર સ્વાભાવિક જ જવાબદારી વધી શકે છે. ધીમી પીચનો ફાયદો ઉઠાવવા માટે દિલ્હી પાસે રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ છે. તો તેજ બોલીંગમં કાગીસો રબાડા અને એનરીક નોર્ત્ઝેની જોડી પણ દમદાર પ્રદર્શન કરી રહી છે. તુષાર દેશ પાંડેએ પણ ગઇ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે પદાર્પણ કર્યુ હતુ, જે સારુ પ્રદર્શન પુરુ પાડવામાં સફળ નિવડ્યો હતો. આમ અંગે હવે બદલાવની શક્યતાઓ પણ નહીવત છે. દિલ્હી માટે ઐયર ની ઇજા અને તેની જગ્યા લેનાર ખેલાડી ની ભરપાઇ મોટી ચિંતા હાલ તો વર્તાઇ રહી છે.

દિલ્હી કેપીટલ્સઃ કેપ્ટન શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, કૈગિસો રબાડા, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, સંદિપ લામિછાને, કિમો પોલ, ડેનિયલ સૈમ્સ, મોહિત શર્મા, એનરીક નોત્ર્જે, એલેક્સ કૈરી, આવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, માર્કસ સ્ટોઇનિસ અને લલિત યાદવ.

ચેન્નાઇ સુપર કિંગ્સઃ મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન, મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાફ ડુપ્લેસી, શેન વોટસન, કેદાર જાદવ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી એનગિડી, દિપક ચહર, પીયુષ ચાવલા, ઇમરાન તાહિર, મેચેલ સૈટનેર, જોશ હેઝલવુડ, સાર્દુલ ઠાકુર, સૈમ કરન, એન જગદીશન, કેએમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, રુતુરાજ ગાયકવાડ અને કર્ણ શર્મા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">