સુરત: સમરસ હોસ્પિટલમાં નવમા માળેથી એક દર્દીએ પડતું મૂકી આપઘાત કર્યો

સુરતમાં ગત તારીખ 28મીએ સારવાર માટે વેસુ ખાતે આવેલી સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરમાં શિવદયાલને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આજે સવારે તેમને વોર્ડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાં બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનો અને સિકયુરિટી ગાર્ડે તેને ફરી વોર્ડમાં મોકલ્યો હતો. આખરે તેને ધારેલ પગલું ભરી લીધું. સમરસ કેર સેન્ટરમાં નવમા માળે વોર્ડમાં […]

સુરત: સમરસ હોસ્પિટલમાં નવમા માળેથી એક દર્દીએ પડતું મૂકી આપઘાત કર્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2020 | 5:05 PM

સુરતમાં ગત તારીખ 28મીએ સારવાર માટે વેસુ ખાતે આવેલી સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરમાં શિવદયાલને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આજે સવારે તેમને વોર્ડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાં બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનો અને સિકયુરિટી ગાર્ડે તેને ફરી વોર્ડમાં મોકલ્યો હતો. આખરે તેને ધારેલ પગલું ભરી લીધું. સમરસ કેર સેન્ટરમાં નવમા માળે વોર્ડમાં બાથરૂમમાં સ્લાઈડરની બારીમાંથી નીચે ઝંપલાવ્યું હતું, જેમાં તેમને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ અંગે આરોગ્ય અધિકારીઓ તથા પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે ધસી જઈ કાર્યવાહી શરૂ કરી હતી.

Surat: Samras Hospital ma navma male thi ek dardi e padtu muki aapgat karyo

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે પોલીસ કોન્સ્ટેબલ તથા અન્ય પોલીસ જવાન તથા સિક્યુરિટી ગાર્ડ અને મેનેજર સહિતના પીપીઈ કિટ અડધોથી પોણો કલાક સુધી પહેરીને તેમના મોત અંગેના કાગળીયા બનાવવાની કામગીરી કરી હતી. બાદમાં તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહ લઈ ગયા હતા. શિવદયાલ મજૂરી કામ કરતા હતા, જ્યારે બીજી તરફ તેને મિત્ર સાથે ફોન પર વાત થઈ હતી જેમાં કહ્યું હતું કે મને ગમતું નથી એવું ચર્ચાએ જોર પકડયું હતું. જો કે આ બનાવને લીધે ત્યાં સારવાર લેતા અન્ય દર્દીઓમાં પણ ગભરાટ જોવા મળ્યા હતા. હાલમાં આ અંગે ઉમરા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">