સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે, 69 વર્ષના થયા સુપરસ્ટાર,લાખો દીલો પર કર્યું છે રાજ

|

Dec 12, 2020 | 11:01 AM

ભારતીય સિનેમાના મહાન અભિનેતાઓમાં તમિલના સુપરસ્ટાર રજનીકાંત 69 વર્ષના થઈ ગયા છે. તો આજે તેમનો જન્મદિવસ છે. ત્યારે આવો સફર કરીએ તેમના બાળપણ વિશે, યુવાઅવસ્થા વિશે , અને જાણીએ ફિલ્મોની જાણી અજાણી વાતને, રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950માં બેંગલુરુમાં એક મરાઠી પરિવારમાં થયો છે. તેઓ પોલીસ કોન્સ્ટેબલ રામોજીરાવ ગાયકવાડ અને જીજાબાઈની ચોથી સંતાન છે. રજનીકાંતનું […]

સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે, 69 વર્ષના થયા સુપરસ્ટાર,લાખો દીલો પર કર્યું છે રાજ

Follow us on

ભારતીય સિનેમાના મહાન અભિનેતાઓમાં તમિલના સુપરસ્ટાર રજનીકાંત 69 વર્ષના થઈ ગયા છે. તો આજે તેમનો જન્મદિવસ છે. ત્યારે આવો સફર કરીએ તેમના બાળપણ વિશે, યુવાઅવસ્થા વિશે , અને જાણીએ ફિલ્મોની જાણી અજાણી વાતને, રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950માં બેંગલુરુમાં એક મરાઠી પરિવારમાં થયો છે. તેઓ પોલીસ કોન્સ્ટેબલ રામોજીરાવ ગાયકવાડ અને જીજાબાઈની ચોથી સંતાન છે. રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે.

રજનીકાંત જ્યારે યુવા હતા ત્યારે એ સમયમાં તેમને આર્થિક રીતે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમને ચેન્નઈ અને બેંગલુરુ ખાતે કૂલીનું કામ પણ કર્યુ છે. સાથે તે બેંગલોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં બસ કન્ડક્ટર પણ રહ્યા છે. તેમને સ્થાનિક રીતે નાટકમાં ભાગ લેતા હતા, જેમાં તેમનું દુર્યોધનનું પાત્ર સૌથી યાદગાર છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જ્યારે તેઓ બસ કન્ડક્ટર તરીકેનું કામ કરતા હતા ત્યારે તેમની અલગ સ્ટાઈલ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચતા હતા. તે બાદ લોકોએ તેમને એક્ટર બનવાની સલાહ આપી. ત્યારે તેમને તેમના મિત્રોની મદદથી મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાં ભઆગ લીધો. કન્નડ બોલવા વાળા રજનીકાંત તમિલ પણ શીખી ગયા અને તે બાદ તેમના કરિયરને આગળ વધારવાનો માર્ગ મળ્યો.

રજનીકાંતએ તેમની પહેલી ફિલ્મ તમિલ ભાષામાં કરી હતી , જેમાં તેમને સપોર્ટીંગ રોલ મળ્યો જે 1975માં હતી. આ ફિલ્મ બાલચંદરની હતી જેને રજનીકાંત તેમના ગુરુ અને મેન્ટર માનતા હતા.

તે બાદ રજનીકાંતે પહેલી કન્નડ ફિલ્મ ‘કથા સંગમ”માં કામ કર્યુ હતુ , જેને પુત્તના કણગલની હતી.

1985માં તેમની 100મી ફિલ્મ “રાધવેન્દ્ર”માં તેમને હિંદૂ સંત “રાધવેન્દ્ર સ્વામી”નો રોલ પ્લે કર્યો હતો.

તે બાદ વર્ષ 2010માં તમને ઐશ્વર્યા રાય સાથેની ફિલ્મ રોબોટમાં જોવા મળ્યા, આ ફિલ્મનું બજેટ 200 કરોડ હતું. જ્યારે રીલીઝ થયા બાદ પહેલા જ વીકમાં 117 કરોડ રૂપિયાની કમાણી કરી. અને સૌથી સફળ ફિલ્મ બની.

રજનીકાંતના સફળ કરીયર વિશે વાત કરીએ તો તેમને વર્ષ 2000માં ભારતીય સિનેમામાં યોગદાન માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રજનીકાંત જ્યારે 31 વર્ષના હતા ત્યારે 26 ફેબ્રુઆરી 1981માં તેમને લતા સાથે તિરુપતિમાં લગ્ન કર્યા. તેમને બે દીકરીઓ છે, જેમાની મોટી દીકરી એશ્વર્યાના લગ્ન એક્ટર ધનુષ સાથે થયા છે. અને તેમની નાની દીકરી સૌંદર્ય ફિલ્મી જગતમાં ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર તરીકેનું કામ કરે છે.

રજનીકાંતની તબિયત ખરાબ થવાાના કારણે વર્ષ 2011માં તે સારવાર માટે સિંગાપુર ગયા હતા.

2012માં રજનીકાંતે જાદૂ ફિલ્મ “શિવાજી”માં 3ડી વર્જનમાં જોવા મળ્યા

લિંગા ફિલ્મમાં તેમને સોનાક્ષી સિન્હા અને અનુષ્કા શેટ્ટી સાથે કામ કર્યુ.

રાધિકા આપ્ટે સાથે રજનીકાંત કબાલીમાં જોવા મળ્યા, જેમાં તેમને મલેશિયાના ડોનની ભૂમિકા ભજવી હતી.

ભલે, રજનીકાંત સાઉથના સુપરસ્ટાર ગણાતા પણ તેઓ ભારતીય સિનેમાના પણ સુપરસ્ટાર છે, “હેપ્પી બર્થ ડે રજનીકાંતજી “

Published On - 10:45 am, Sat, 12 December 20

Next Article