સ્માર્ટ સીટીની સ્માર્ટ બસ, ઉત્તરાખંડમાં આજથી શરૂ કરાઈ ઈલેકટ્રીક બસ ટ્રાયલ સેવા, પર્યાવરણને સુરક્ષિત રાખવાની દિશામાં મહત્વનું પગલું

  • Pinak Shukla
  • Published On - 13:24 PM, 11 Dec 2020
સ્માર્ટ સીટીની સ્માર્ટ બસ, ઉત્તરાખંડમાં શરૂ થઈ આજથી ઈલેકટ્રીક બસ સેવા, પર્યાવરણને સુરક્ષિત રાખવાની દિશામાં મહત્વનું પગલું

સ્માર્ટ સીટીની સ્માર્ટ બસ સેવાનો પ્રારંભ આજથી ઉત્તરાખંડમાં થયો છે. મુખ્યપ્રધાન તિવેન્દ્રસિંહ રાવતે ઈલેક્ટ્રીક બસ ટ્રાયલનો શુભારંભ કરાવ્યો હતો અને તેમણે લીલીઝંડી આપીને બસોને રવાના કરી હતી. મુખ્યપ્રધાન તિવેન્દ્રસિંહ રાવતે જણાવ્યું હતું કે ઈલેકટ્રીક બસ સેવા ઘણી અસરકારક સાબિત થશે કે જે પર્યાવરણને પણ સુરક્ષિત રાખશે.

 

આ દરમિયાન મેયર સુનિલ ઉનિયાલ ગામા અને જીલ્લાધિકારી ડો.આશિષ શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે આ બસ મુસાફરી કરવાનાં હિસાબથી આરામદાયક રહેશે. ટ્રાયલ બાદનિચમિત ધોરણે સેવાનો પ્રારંભ કરી દેવામાં આવશે. દેહરાદુન સ્માર્ટ સિટી લિમિટેડ કંપનીના સીઈઓનાં જણાવ્યા અનુસાર ઈલેકટ્રીક બસો માટે સરકાર તરફથી કોઈ ધનરાશી ખર્ચ નથી કરવામાં આવી. પબ્લીક-પ્રાઈવેટ-પાર્ટનરશીપનાં ધોરણે દેશની સૌથી મોટી કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેક આ બસનું સંચાલન કરશે. બસોનાં સંચાલન માટે કંપનીને 65 રૂપિયા પ્રતિ કિલોમીટર ચુકવવામાં આવશે. બસનાં ભાડાનાંરૂપમાં જે રકમ પ્રાપ્ત થશે તે સ્માર્ટ સિટી કંપનીને મળશે.

મુખ્યપ્રધાન શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે આજે તેમના મુખ્યપ્રધાન આવાસ ખાતેથી આ બસોને લીલીઝંડી આપીને સેવાની ટ્રાયલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે દેહરાદુનની જનતાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ એક સારી શરૂઆત છે અને પર્યાવરણની દ્રષ્ટીએ આ ઉત્તરાખંડ માટે મહત્વનું પગલું સાબિત થશે. તેમણે જણાવ્યું કે સ્માર્ટ સિટી દેહરાદુન અંતર્ગત આ નાંણાકિય વર્ષમાં 30 બસ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગળ જઈને મસૂરી, ઋશિકેશ અને હરિદ્વાર સુધી આ ઈલેકટ્રિક બસને ચલાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ભારત સરકારનો પ્રયાસ છે કે વર્ષ 2030 સુધીમાં પુરા દેશમાં ઈલેકટ્રીક બસ તરફ લાવવામાં આવે.

આ પ્રસંગે બોલતા બસ નિર્માણ કંપનીનાં સીઈઓ કુમાર સંબંદન પણ ઉપસ્થિત રહ્યા હતા કે જેમણે બસની ખુબીઓ માટેની જાણકારી આપી અને કહ્યું કે ઉત્તરાખંડમાં આ પહેલીવારની શરૂઆત છે, કંપની દ્વારા દેશનાં અનેક રાજ્યમાં ઈલેકટ્રીક બસ આપવામાં આવી છે જે પૈકી દેહરાદુન પણ એક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો