Share Market : પ્રારંભિક નરમાશ બાદ શેરબજારમાં રિકવરી દેખાઈ, Sensex 57,360 સુધી ઉપલા સ્તરે નોંધાયો
કોરોનાના નવા પ્રકારના ડરને કારણે શુક્રવારે શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 1688 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 57,107ના સ્તરે બંધ રહ્યો હતો.
ભારતીય શેરબજાર સતત બીજા દિવસે મોટા ઘટાડા સાથે ખુલ્યું છે. શુક્રવારના 57107 ના બંધ સ્તર સામે આજે સેન્સેક્સ 57028 ઉપર ખુલ્યો છે.જે બાદમાં વધુ ઘટાડા સાથે 56,500 તરફ સરકી ગયો હતો. નિફટીની વાત કરીએ તો આજે ઇન્ડેક્સ 17,055.80 ઉપર ખુલ્યો હતો. નિફટી છેલ્લા સત્રમાં 17,026.45 ની સપાટી ઉપર બંધ થયો હતો. નિફટી હાલમાં 17000 નીચે ટ્રેડ થયો હતો.કારોબાર દરમ્યાન બાદમાં રિકવરી દેખાઈ હતી સેન્સેક્સ 57,360 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.
Omicron એ વિશ્વભરના બજારોનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું કોરોના વાયરસના નવા વેરિઅન્ટ Omicron એ વિશ્વભરના બજારોનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું છે. બજારની નજર નવા વેરિઅન્ટ પર છે. મુખ્ય એશિયન બજારોમાં આજના કારોબારમાં ઘટાડો ચાલુ છે. જોકે SGX નિફ્ટી તેજી સાથે ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ શુક્રવારે અડધા દિવસના ટ્રેડિંગ સેશનમાં યુએસ બજારોમાં ભારે વેચવાલી જોવા મળી છે. શુક્રવારે ડાઉ જોન્સ 905 પોઈન્ટ તૂટીને 34,899 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેકમાં 354 પોઈન્ટનો ઘટાડો થયો હતો. S&P 500 ઈન્ડેક્સમાં 107 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 4595 ના સ્તરે બંધ થયો હતો.
દક્ષિણ આફ્રિકા અને યુરોપના કેટલાક દેશોમાં કોવિડ 19ના નવા પ્રકાર ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે જેના કારણે તમામ પ્રકારના નિયંત્રણો ફરીથી લાદવામાં આવી રહ્યા છે. કેટલાક દેશોમાં સંપૂર્ણ લોકડાઉન છે જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાની ચિંતા ફરી વધી રહી છે. એશિયન બાર્જ્સની વાત કરીએ તો SGX નિફ્ટી સિવાય અન્ય મુખ્ય બજારો લાલ નિશાનમાં જોવા મળે છે. સ્ટ્રેટ ટાઈમ્સ 1 ટકા નીચે છે, જ્યારે તાઈવાન વેઈટેડ અડધા ટકા નીચે છે.
F&O હેઠળ NSE પર પ્રતિબંધ NSE પર F&O હેઠળ આજે કોઈ શેરમાં ટ્રેડિંગ થશે નહીં. આ શેરનું નામ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ(Indiabulls Housing Finance) છે.
FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ શુક્રવારે, 26 નવેમ્બરે સ્થાનિક બજારમાંથી રૂ. 5786 કરોડ ઉપાડયા હતા. બીજી તરફ, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ આ સમયગાળા દરમિયાન રૂ. 2294 કરોડનું રોકાણ કર્યું હતું.
શુક્રવારે બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો કોરોનાના નવા પ્રકારના ડરને કારણે શુક્રવારે શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 1688 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 57,107ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 510 પોઈન્ટ ઘટીને 17026ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પર બેન્ક અને નાણાકીય સૂચકાંકો 3 ટકાથી વધુ ઘટ્યા હતા. ટોપ લૂઝર્સમાં INDUSINDBK, MARUTI, TATASTEEL, NTPC, BAJFINANCE, HDFC, TITAN અને M&Mનો સમાવેશ થયો હતો.
આ પણ વાંચો : SBI Credit Card ના નિયમમાં કરાયેલ ફેરફારનું 1 ડિસેમ્બર બાદ ધ્યાન નહિ રાખો તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે
આ પણ વાંચો : EPFO : UAN સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, સમયમર્યાદા ચુકી જશો તો મુશ્કેલીમાં પડશો, જાણો પ્રક્રિયા