સિઝનેબલ ફ્રુટ સીતાફળ ખાવું પણ શરીર માટે છે ફાયદાકારક, જાણો તેના ફાયદા
હાલ સીતાફળ બજારમાં મળતા થઈ ગયા છે. સીતાફળ કેલ્શિયમ, લોહતત્વ અને ફોસ્ફરસનો સૌથી મોટો સ્ત્રોત છે. તેના બીજનો ઉપયોગ માથાની જુ નો નાશ કરવા માટે પણ કરી શકાય છે. આવો જાણીએ સીતાફળના ફાયદાઓ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો 1). સીતાફળ ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે […]

હાલ સીતાફળ બજારમાં મળતા થઈ ગયા છે. સીતાફળ કેલ્શિયમ, લોહતત્વ અને ફોસ્ફરસનો સૌથી મોટો સ્ત્રોત છે. તેના બીજનો ઉપયોગ માથાની જુ નો નાશ કરવા માટે પણ કરી શકાય છે. આવો જાણીએ સીતાફળના ફાયદાઓ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1). સીતાફળ ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે મદદરૂપ છે. સીતાફળમાં વિટામિન એ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે સેલ બનાવતા કોષોની રક્ષા કરે છે. જે ત્વચાની ચમક અને સોફ્ટનેસ બનાવી રાખે છે.
2). સીતાફળમાં વિટામિન બી 6 હોય છે, જે સોજો ઓછો કરવામાં મદદ કરે છે. તે અસ્થમાના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
3). ખરાબ આહાર અને માનસિક તણાવને કારણે હાઈ બ્લડપ્રેશર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. હાઈ બ્લડ પ્રેશર સાઈલન્ટ કિલરની જેમ કામ કરે છે. તેમાં કેળાની સરખામણીમાં સારું પોટેશિયમ હોય છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે.
4). સીતાફળમાં આયર્ન અને ફાઈબર પણ ભરપૂર હોય છે. જે પાચનતંત્રને યોગ્ય રીતે ચલાવવા મદદ કરે છે. કેન્સરના જોખમને ઓછું કરવામાં પણ ફાયદાકારક છે.
5). સ્વસ્થ ગર્ભાવસ્થા માટે પણ સીતાફળ ઉપયોગી છે. આર્થરાઈટ્સના દર્દીઓ માટે પણ આ ફળ ફાયદાકારક છે. સીતાફળના પાઉડરથી માથાની જુ ને દૂર કરવામાં મદદ મળે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
