Botad : કોરોનાના સંભવિત ખતરાને પગલે સાળંગપુર મંદિર દ્વારા ગાઈડલાઈનનું પાલન કરવા ભક્તોને અપીલ
દાદાના દર્શનાર્થે આવતા ભક્તોને અપીલ કરવામાં આવી રહી છે.મંદિર સંચાલકોએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ મંદિરમાં આવતા ભક્તો નિયમોનું પાલન કરે તેવા પ્રયત્નો કરાશે.
ભારત સહિત ગુજરાતમાં કોરોનાના સંભવિત ખતરાને લઇ હવે ધાર્મિક સંસ્થાનો પણ સતર્ક બન્યાં છે, ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા સાળંગપુર હનુમાનજી મંદિર તરફથી મહત્વનો નિર્ણય લેવાયો છે. દાદાના દર્શનાર્થે આવતા ભક્તોને અપીલ કરવામાં આવી રહી છે. અને તમામ ભક્તો ફરજિયાત માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે, કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેવી અપીલ કરવામાં આવી છે. મંદિર સંચાલકોએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ મંદિરમાં આવતા ભક્તો નિયમોનું પાલન કરે તેવા પ્રયત્નો કરાશે.
મંદિરમાં આવતા ભક્તો નિયમોનું પાલન કરે તેવા પ્રયત્નો કરાશે
યાત્રાધામ સાળંગપુરમાં ગઈકાલે કષ્ટભંજન દેવને વિશેષ શણગાર કરાયો હતો. કાતિલ ઠંડીના માહોલ વચ્ચે દાદાને બરફનો શણગાર કરાયો. હનુમાનજી મંદિરમાં બરફનો માહોલ ઉભો કરી ભવ્ય શણગાર કરાયો. મંદિરમાં ધનુરમાસ નિમિતે અલગ અલગ શણગાર કરવામા આવે છે. ભક્તો માટે કષ્ટભંજનના અલગ- અલગ શણગારના દર્શનનો લ્હાવો મળે છે. ભવ્ય રૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.