AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad માં રવિવારથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે, કોરોના ગાઈડલાઇનનું પાલન કરાશે

ગુજરાતમાં એક તરફ સંભવિત કોરોનાનો ખતરો પ્રવર્તી રહ્યો છે, બીજી તરફ રવિવાર સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે. કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટવાની છે, ત્યારે કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે આ કાર્નિવલનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.

Ahmedabad માં રવિવારથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે, કોરોના ગાઈડલાઇનનું પાલન કરાશે
Ahmedabad Kankaria Carnival
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 9:36 PM
Share

ગુજરાતમાં એક તરફ સંભવિત કોરોનાનો ખતરો પ્રવર્તી રહ્યો છે, બીજી તરફ રવિવાર સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે. કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટવાની છે, ત્યારે કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે આ કાર્નિવલનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખી અને મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્નિવલમાં આવનારા લોકોને માસ્ક પહેરવા અને ગાઇડલાઇન્સનું પાલન કરવા અપીલ કરી છે.

આ મહાનગરપાલિકા દ્વારા કાર્નિવલ દરમિયાન 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવશે. જેઓ મુલાકાતીઓ પાસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવશે. સંપૂર્ણપણે કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે આ ભવ્ય કાંકરિયા કાર્નિવલ આવતીકાલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.

રાત્રે 10 વાગ્યે લેસર બીમ શો પણ યોજાશે

25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કર્યા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્નિવલનું ઉદઘાટન કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ રહેશે. રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે. રાત્રે 10 વાગ્યે લેસર બીમ શો પણ યોજાશે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલવાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

બે વર્ષ બાદ યોજાશે કાંકરિયા કાર્નિવલ

અમદાવાદમાં બે વર્ષ બાદ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 ઊજવવામાં આવશે. 25મી ડિસેમ્બરે સાંજે મુખ્યપ્રધાનના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે. 4.50 કરોડના ખર્ચે કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે. લેસર શો, મલ્ટિમીડિયા શો વગેરેની નાનાં બાળકોથી લઇ અને મોટા લોકો કાંકરિયા કાર્નિવલની ખૂબ જ મજા માણી શકશે.

કાર્નિવલમાં કોવિડ ગાઈડ લાઈનનું સંપૂર્ણપણે પાલન કરી યોજવામાં આવશે.

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં કોવિડ ગાઈડ લાઈનનું સંપૂર્ણપણે પાલન કરી યોજવામાં આવશે. જેમાં કાર્નિવલમાં 10 કરોડનો વીમો લેવાયો છે. જેમાં માથાદીઠ 1 કરોડ વીમો લેવાયો છે. 25 સ્ટોલ રાખવામા આવ્યા જેની હરાજી કરી આવક કરવામાં આવશે. IMA ની માર્ગદર્શિકા હોવા છતાં કાર્નિવલ અને ફ્લાવર શો યોજવા માં આવશે. તેમજ કાંકરિયા કાર્નિવલમાં કોવિડ ગાઈડ લાઈનનું સંપૂર્ણપણે પાલન કરી યોજવામાં આવશે.

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">